SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) શિક્ષણનાં અભ્યાસક્રમ, વિષયમાળખું, પાઠ્યપુસ્તકોની રચના અને નીતિ-વિષયક ચર્ચામાં નઈ તાલીમ સંઘના પ્રમુખ, મહામંત્રીશ્રીને આમંત્રણ આપવું જોઈએ. (૧૫) રાજ્યમાં બુનિયાદી શિક્ષણ તેનાં તત્ત્વો અનુસાર ચાલે તે પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ અને સહયોગ આપવો જોઈએ. (૧૬) ધોરણ ૧ થી ૭ની આશ્રમશાળામાં ધોરણ ૮ આપવું જોઈએ. આશ્રમશાળાની સળંગ સંખ્યા ૧૫૦ કરવી જોઈએ. (૧૭) ધોરણ ૯ થી ૧૦ની ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ધોરણ ૧૧ આપવું જોઈએ. સળંગ સંખ્યા ૧૫૦ કરવી જોઈએ. (૧૮) બુનિયાદી પ્રવાહ ઉદ્યોગના વિષયની ટાટની પરીક્ષા લેવી જોઈએ અને ઉદ્યોગ વિષયના શિક્ષકની ભરતી કરવી જોઈએ. (૧૯) માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી ચલાવનાર સંચાલકને પ્રતિનિધિત્વ આપવું જોઈએ. (૨૦) બુનિયાદી પ્રવાહની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે વિષય માળખું, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકની સંરચના, પરીક્ષણ અને મૂલ્યાંકનની યોજના નઈ તાલીમ સંઘનાં પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા-વિચારણા કરી કરવી જોઈએ. અગત્યના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. વહીવટી અનેક પ્રશ્નો છે. તેને અહીં રજૂ કરવામાં આવ્યા નથી. બુનિયાદી પ્રવાહની તરાહ દ્વારા નાગરિકનું ચારિત્ર્ય-નિર્માણ અને કૌશલ્ય વિકસી શકે છે. જીવન જીવવાની પદ્ધતિ મળી શકે છે; તેથી આ તરાહને સરકારે મહત્ત્વ આપી વિકસાવવા જેવી છે. (અમદાવાદસ્થિત જેસંગભાઈ ડાભી ગુજરાત નઈ તાલીમ સંઘના મહામંત્રી તરીકે સેવા આપે છે તથા મુનિશ્રી સંતબાલપ્રેરિત ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘના મંત્રી તરીકે સેવા આપે છે.) કિ અત્ર લુપ્તા સરસ્વતી ? ડો. વસંતભાઈ પરીખ વિશ્વ આજે અનેકવિધ નાની, મધ્યમ અને ભારે વિટંબણાઓમાં ઘેરાયું છે, ત્યારે એમનાથી મુક્ત થવાના અનેક ઉકેલ શોધવાના સતત પ્રયત્નો ભિન્ન-ભિન્ન દેશોમાં, સમાજમાં અને ક્યારેક તો વ્યક્તિએ - વ્યકિતમાં થઈ રહ્યા છે, તેમાં વૈવિધ્ય છે અને કવચિત્ મતભેદ પણ હશે, પણ સહુ કોઈ એક બાબતમાં સંમત છે. એટલું જ નહિ પણ અભિનિવેશપૂર્વક માને છે કે - ‘વિશ્વનો વિકાસ અને તેને ઘેરતાં દુરિત પરિબળોનો પરિહાર માત્ર ને માત્ર શિક્ષણથી જ થઈ શકે છે.' આ પરિપ્રેક્ષ્યમાં ભારતમાં પણ ઘણું જ મંથન થયું છે અને થઈ રહ્યું છે. પણ એની ચર્ચા કરવાના બદલે કેટલીક મહત્ત્વની વિગતો જ નોંધી લઈએ. સર્વનું આંકલન કરવાથી શો નિષ્કર્ષ આવશે તે સાચે જ કુતૂહલનો વિષય બની રહેશે; તો ચાલો હવે તે વિગતો જોઈએ. (૧) વર્ષ ૨૦૧૫માં ભારતનો શિક્ષણક્ષેત્રે વ્યાપ આ પ્રમાણે છે - પ્રાથમિક શાળાઓ ૧૦ લાખ, વિદ્યાર્થીઓ ૨૨ કરોડ અને શિક્ષકો પ૩ લાખ, માધ્યમિક શાળાઓ ૫૫ હજાર, વિદ્યાર્થીઓ ૧૦ કરોડ અને શિક્ષકો ૧૪ લાખ તથા ઉચ્ચતમ શિક્ષણક્ષેત્ર ૭૮૦ યુનિવર્સિટીઓ, ૩૮ હજાર કૉલેજો, વિદ્યાર્થીઓ ૧ કરોડ ૨૦ લાખ અને અધ્યાપકો ૯ લાખ. આમ સ્વતંત્રતા પછી ભારતમાં શિક્ષણનો વ્યાપ ઘણો વધ્યો છે, તો પણ એ સંતુલિત નથી. હજુ પણ એવા પ્રદેશો કે ગામો છે કે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ નહિવત્ છે. પરંતુ સ્વાતંત્ર્ય પછી શિક્ષણનું મહત્ત્વ સમજી પ્રાથમિક ભૂમિકાએ તો નિરક્ષરતા નિવારણને જ અગ્રતા આપવી જરૂરી લાગવાથી શાળાઓની સંખ્યા વધારવાનું શરૂ થયું. તે જ ક્રમમાં કૉલેજો અને યુનિવર્સિટીઓ પણ વધી. કેટલીક શાળાઓ સરકારે જ શરૂ કરી તો મોટા ભાગની શાળાનાં મકાનો દાતાઓના દાનથી તેમજ ખાનગી ટ્રસ્ટો દ્વારા બંધાયાં. ત્યારે સરકાર અનુદાન આપતી હતી અને બાકીનો વહીવટ ટ્રસ્ટો કરતા હતા. પણ શિક્ષણનો ઢાંચો તો અંગ્રેજો સ્થાપી ગયા હતા એ જ રહ્યો. એ જ ચીલાચાલુ પદ્ધતિ, પાઠ્યપુસ્તકો - વર્ગખંડો - લેકચરો - ગોખણપટ્ટીને જ કેન્દ્રમાં રાખી લેવાતી પરીક્ષાઓ અને જેને આધારે કારકુન કે શિક્ષકની નોકરી પછી બીજી કોઈ નોકરી મળે તેવાં પ્રમાણપત્રો ! શિક્ષણનો હેતુ બંધારણમાં અને દેશના વિચારવંતોએ ઘણો ઉમદા કપ્યો હતો તેમાં શંકા નથી, પણ તેને ચરિતાર્થ કેમ કરવો તે ચિંતાનો વિષય બની રહ્યો. આદર્શ કેળવણીને ઉપનિષદ છે ૧e3 ૧૦૨ / આદર્શ કેળવણીને ઉપનિષદ 1
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy