SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ = 6 0 2 mm Wim 1 ગુજરાતની બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ : (૧) આશ્રમશાળાઓ ધો. ૧ થી ૭ સુધીની ૬૧૦ (૨) ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ ધો. ૮ થી ૧૦ (૩) ઉત્તર બુનિયાદી વિદ્યાલયો ધો. ૮ થી ૧૦ સુધી (૪) ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયો ધો. ૧૧-૧૨ (૫) બુનિયાદી અધ્યાપન મંદિરો (પી.ટી.સી. કૉલેજો) ૨૪ (૬) ગ્રામસેવા મહાવિદ્યાલયો ૧૬ (૭) સ્નાતક બુનિયાદી અધ્યાપન મંદિરો (જીબીટીસી) (૮) ઉત્તર બુનિયાદી વિદ્યાલય સંલગ્ન છાત્રાલયો ૨૫૬ કુલ બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ ૧૬ ૨૩ ગુજરાત સરકાર અને નઈ તાલીમની સંસ્થાઓ : ગુજરાતમાં ઉપર જણાવેલી નઈ તાલીમની સર્વ સંસ્થાઓને સરકારી માન્યતા મળેલી છે અને તેમને સરકારનાં ધારાધોરણો પ્રમાણે ગ્રાન્ટ પણ મેળે છે. ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી સંસ્થાઓના અભ્યાસક્રમો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવે છે, ત્યારે બુનિયાદીના વિષયોના અભ્યાસક્રમો તૈયાર કરવામાં નઈ તાલીમ સંઘ સાથે પરામશ થાય છે. એ વિષયનાં પાઠ્યપુસ્તકો નઈ તાલીમ સંઘના જે તે વિષયના તજ્જ્ઞો દ્વારા લખાવાય છે. ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા, માધ્યમિક શાળાનાં તમામ પુસ્તકોની જેમ જ બુનિયાદી વિષયોનાં પાઠ્યપુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવે છે. નઈ તાલીમની શિક્ષણ સંસ્થાઓના શિક્ષકો તથા અન્ય કર્મચારીઓનાં લાયકાતનાં ધોરણો અને ભરતીના નિયમો પણ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં બેસે છે અને તેનાં પ્રમાણપત્રો પણ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જ આપવામાં આવે છે. આમ એકંદરે ગુજરાતમાં નઈ તાલીમના શિક્ષણ અને તેની સંસ્થાઓને સરકારશ્રીનો સંપૂર્ણ સહકાર મળી રહે છે એ ખૂબ સરાહનીય બાબત છે. | ૧૦૦ ઈ. A આદર્શ કેળવણીનું ઉપનિષદ | ગુજરાતની બુનિયાદી આઠ શૈક્ષણિક શાખાઓના નીચે પ્રમાણે મહત્ત્વના પ્રશ્નો : (૧) બુનિયાદી બોર્ડને સ્વાયત્ત (કાયદાકીય) બોર્ડ બનાવવું જોઈએ. (૨) બુનિયાદી સંસ્થાઓ માટે ભરતી બોર્ડ અલગ કરવું જોઈએ. બુનિયાદી પ્રવાહમાં શિક્ષણ લીધું હોય તેને અગ્રિમતા આપવી જોઈએ. (૩) ધોરણ ૯ થી ૧૨નું સળંગ એકમ કરવું જોઈએ. (૪) વર્ગમાં વિદ્યાર્થી સંખ્યા ૪૫ અને સરેરાશ હાજરી ૨૩ રાખવી જોઈએ. (૫) ઉચ્ચતર ઉત્તર બુનિયાદીનાં વિદ્યાર્થીને નર્સિગ કોર્સમાં પ્રવેશ આપવો જોઈએ. (૬) ઉચ્ચતર ઉત્તર બુનિયાદી અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય આશ્રમ શાળાને ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીને અભ્યાસમાં સહન ન કરવું પડે. અને સંસ્થાઓને આર્થિક બોજ સહન ન કરવો પડે. છાત્રાલય તો સાર્વજનિક હોવાં જોઈએ. એક જ જ્ઞાતિનાં છાત્રાલય ન ચલાવવાં જોઈએ. (૮) છાત્રાલયનાં કર્મચારીઓને પગારધોરણમાં મૂકવો જોઈએ. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને કૉપ્યુટરનાં વિશેષ વર્ગો ચલાવવાને આર્થિક સહયોગ આપવો જોઈએ. (૧૦) ઉચ્ચતર ઉત્તર બુનિયાદીનાં વિદ્યાર્થીઓને અધ્યાપન મંદિર (પી.ટી.સી કૉલેજ)માં પ્રપોર્શનેટ (Proportionate.) પ્રમાણસર રાખ્યું છે, તે કાઢી સમાન તક આપવી જોઈએ. (૧૧) પ્રાથમિક ધોરણ ૧ થી પમાં ભરતી કરવી જોઈએ. ધોરણ ૬ થી ૮માં ભરતી કરવી જોઈએ અને પીરિયડ પદ્ધતિનો અમલ કરવો જોઈએ. (૧૨) દરેક ધોરણમાં કક્ષા અનુસાર પરીક્ષા લેવી જોઈએ. વારંવાર મૂલ્યાંકન થવું જોઈએ. (૧૩) રૂલર (ગ્રામ) યુનિવર્સિટી, ગ્રામ વિદ્યાપીઠો માટે રચના કરવી જોઈએ. આદર્શ કેળવણીનું ઉપનિષદ ML A ૧૦૧ |
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy