SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. આજનો વિદ્યાર્થી ક્યારેક મંદિરે પણ જાય છે. માતાપિતાએ આપેલ સંસ્કારોને જીવનમાં ઉતારે છે. પોતાની ફરજ પ્રત્યે સભાન છે. ફરજ નિભાવે પણ છે. બીજાને મદદ કરે છે. સમાજસેવા કરે છે. સલાહ બધાની સાંભળે પણ પોતાનું ધાર્યું કરે છે. મોટેભાગે ઘરમાં જ ન હોય. મમ્મીએ પીરસેલ વાનગીઓ પ્રેમથી જમે છે, પરંતુ ફાસ્ટફૂડની શોખીન છે. ૭. પુસ્તકો વાંચવાનો સવાલ જ નથી; કારણ કે ઇન્ટરનેટ આંગળીના ટેરવે છે. માહિતી તેમ જ મનોરંજનની દુનિયા એક જ ક્લીકમાં ખૂલી જાય છે. આજનો વિદ્યાર્થી પૂર્વગ્રહો, વહેમો અને અંધશ્રદ્ધાથી મુક્ત છે. ઈશ્વરને પામવાની તેને કોઈ ઉતાવળ નથી. ગળાકાપ સ્પર્ધાના જમાનામાં તે જીવે છે. સોમાં સોંસરવો નીકળે છે. સફળતા’નો પૂજારી છે. ગમે તે ભોગે સફળતા પ્રાપ્ત કરીને જ જંપે છે. ‘સા વિદ્યા યા વિમુવત' - વિદ્યા એ છે જે મુક્તિ આપે છે.” શાળામાં જયારે છેલ્લો બેલ વાગે ત્યારે જ સંસ્કૃતની આ ઉક્તિ સાર્થક થાય છે ! શિક્ષક અને વિદ્યાર્થી બંને રાહત અનુભવે છે. વાસ્તવિકતા આટલી ભયાનક હોવા છતાં મારા વિદ્યાર્થીઓએ મને કદી નિરાશ કરી નથી. મારી અપેક્ષા કરતાં અનેકગણી સિદ્ધિઓ મેળવી છે. મારા વિદ્યાર્થીઓ માટે મને ખરેખર ગૌરવ છે. હજુ પણ વિશ્વમાં ઉત્તમ શિક્ષકો અને ઉત્તમ વિદ્યાર્થીઓ છે. તેઓ જ્યાં-જ્યાં છે, ત્યાં-ત્યાં ઉપનિષદ્ રચાય છે, નવી પેઢી ઘડાય છે. નવસર્જન તેમ જ યુગનિર્માણ થાય છે. પરંતુ જો અવિવેક ન લાગે તો એક સવાલ પૂછું ? “શિક્ષણ સેમિનારમાં સારા - સારા માણસો, સારા - સારા વિષયો પર સારા-સારા વિચારોનું આદાનપ્રદાન કરી બે દિવસમાં છૂટ્ટા પડી જાય, તેથી શિક્ષણક્ષેત્રમાં ક્રાંતિ સર્જાય ખરી ? કોઈ નક્કર પરિવર્તન આવે ખરું ? કે પાછી એની એ ઘટમાળ ? એનું એ રુટિન ? હા, એક આશા હૃદયમાં જાગે છે ખરી કે જો એક શિક્ષકના હૃદયને પણ આ વિચારો સ્પર્શી જાય તો અનેક વિદ્યાર્થીઓનું કલ્યાણ થાય. One man's perfection can save the world. Sri Aurobindo. (અમરેલીસ્થિત કુ. સ્વાતિબહેન નવલકાંત જોષી એમ. એ. (એન્ટાયર ઈગ્લિશ) બી.એ. ગોલ્ડ મેડાલિસ્ટ, ૨૫ વર્ષ સુધી ફોરવર્ડ ગર્લ્સસ્કૂલમાં સેવા પ્રદાન કરી અને પાંચ વર્ષથી એરોમા ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત છે. સંગીત અને દેશ્યક નૃત્યમાં નિષ્ણાત છે.) | ૧૬ર SM A આદર્શ કેળવણીનું ઉપનિષદ] ગુજરાતમાં નઈ તાલીમનો વિકાસ જેિસંગભાઈ ડાભી ભૂમિકા : ભારતમાં અંગ્રેજી શિક્ષણ દ્વારા અંગ્રેજ સરકાર એક એવો વર્ગ તૈયાર કરવા માંગતી હતી કે જે “કેવળ લોહી અને રંગની દૃષ્ટિએ જ ભારતીય હોય, પણ રુચિ, ભાષા, વિચારો અને ભાવનાની દૃષ્ટિએ અંગ્રેજ બની ચૂક્યો હોય.' માટે તો મહાત્મા ગાંધીએ એ કેળવણીને ગુલામીના પાયા તરીકે ઓળખાવી હતી. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી તેમણે ભારતની આઝાદીને માટે એક પછી એક જે વિવિધ કાર્યક્રમો દેશની સામે મૂક્યા, તેમાં ભારતની તત્કાલીન કેળવણીની કાયાપલટને મુખ્ય ગણી શકાય. તેમણે કેળવણીનું જ સ્વરૂપ કહ્યું હતું તેમાં ચારિત્ર્ય ઘડતર, ગુણવિકાસ, ઉદ્યોગ દ્વારા બુદ્ધિવિકાસ તથા ભેદભાવમુક્ત સમાજરચના એ મુખ્ય ઉદ્દેશ્યો હતા. દક્ષિણ આફ્રિકામાં તેમણે પોતે તેના કેટલાક પ્રયોગો કર્યા હતા. ભારતમાં તેના છૂટાછવાયા જે પ્રયોગો લગભગ ૨૦ વર્ષ સુધી થયા, તેના પરિપાકરૂપે તેમણે ૧૯૩૭માં દેશની સામે કેળવણીની પોતાની યોજના રજૂ કરી. તે વધશિક્ષણ યોજનાના નામે જાણીતી થઈ. એનું જ બીજું નામ તે નઈ તાલીમ. નઈ તાલીમનાં ધરુવાડિયાં : (૧) ગાંધીજીની કલ્પનાની કેળવણીનો સૌપ્રથમ પ્રયોગ સાબરમતી આશ્રમમાં તેમના માર્ગદર્શન પ્રમાણે થયો. તેના આચાર્યો શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી વિનોબા ભાવે, શ્રી જુગતરામ દવે, શ્રી નરહરિભાઈ પરીખ જેવા દિગ્ગજો હતા. ૧૯૨૦માં અસહકારના આંદોલન વખતે ગાંધીજીએ પોતે અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તેમાં કૉલેજકક્ષાનું શિક્ષણ અપાતું હતું. ગૂજરાત વિદ્યાપીઠ પ્રાથમિક શિક્ષણ માટે પોતાની પ્રાથમિક શાળા પણ ચલાવતી હતી. આદર્શ કેળવણીનું ઉપનિષદ , ૧૬૩]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy