SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સંપર્ક, શ્રવણ અને વાંચનમાત્રથી થતી આત્માનુભૂતિ. ઉપર્યુક્ત દિવ્ય ચેતનાઓ આજે પણ સક્રિય છે. ૪. આદર્શ કેળવણી એટલે Education for 3 *H' - Head, Hands and Heart. આદર્શ કેળવણી એ મસ્તિષ્ક, હાથ અને હૃદય ત્રણેયને સ્પર્શવી જોઈએ. અર્થાતુ વિદ્યાર્થીમાં બુદ્ધિપ્રતિભા વિકસે, તે આત્મનિર્ભર બને, બીજાને સહાય કરવા હંમેશાં તત્પર હોય અને ખુલ્લા દિલથી ખડખડાટ હસી શકે; જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકે. ૫. આદર્શ કેળવણી એટલે વ્યક્તિત્વઘડતર. પરંતુ તેથીય વિશેષ તો ચારિત્ર્ય ઘડતર. શિક્ષણ એટલે વ્યકિતત્વમાં વણાઈ ગયેલા એવા કેટલાક આદર્શો અને જીવનમૂલ્યો કે ગમે તેવી વિપત્તિઓ આવે તો પણ તેમાં બાંધછોડ કે Compromise કરવાનો સવાલ જ ઊભો ન થાય. ૬. આદર્શ કેળવણી એટલે કલાઓમાં નિપુણતા, કારીગરીનું કૌશલ્ય, વિજ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ અને વ્યાપારવાણિજ્યમાં કુનેહ. દરેક વિષયમાં શિક્ષક તેમ જ વિદ્યાર્થીનું ઊંડાણ - સહજ પ્રભુત્વ એટલે કે માસ્ટરી'. ૭. આદર્શ કેળવણી એટલે સદ્ગુરુના સાંનિધ્યમાં રચાતું ઉપનિષદ્. ગુરુની આંખોમાંથી વરસતો અઢળક પ્રેમ અને વાત્સલ્ય, તેમાં સતત ભીંજાતો શિષ્ય અને તેને અનુભવાતી ધન્યતા. આજની વાસ્તવિકતા : ૧. શિક્ષણ એટલે પરીક્ષાઓ પાસ કરવી, ડિગ્રીઓ મેળવવી, મહેનતથી ન મળે તો ખરીદી લેવી. ડોનેશન પછી જ એડમિશન. પૈસાનો પ્રસાદ ધરો તો જ ખાનગી કે સરકારી નોકરી. સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓ અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસીઝ વાલીઓનાં ખિસ્સાં ખંખેરી લે છે. શિક્ષણનું અધધધ વ્યાવસાયીકરણ ! ૨. શિક્ષણ એટલે પરીક્ષામાં ગેરરીતિ, પેપરો ફૂટી જવા, માસ કૉપી, CCTV કૅમેરા તોડીફોડી નાખવા અથવા તેના પર મ્યુઇંગ ગમ ચોંટાડી દેવી, માન્યામાં ન આવે તેવી રકમ આપી પરીક્ષા બોર્ડ ટોપટેન લિસ્ટમાં નંબર લાવવા, ડૉક્ટર કે ઇન્જિનિયર બની વહેલી તકે દેશ છોડી વિદેશ જતા રહેવું. વિદેશી જીવનશૈલી તરફ આંધળી દોટ. | ૧૬૦ . A આદર્શ કેળવણીનું ઉપનિષદ ૩. મોટા ભાગના શિક્ષકોને કામ કર્યા વગર પગાર લેવો છે. મસ્ટરમાં સહી કરી વહેલી તકે ઘરે જવું છે. શાળા-કોલેજોમાં સ્ટાફરૂમની અંદર પાનમાવા ખાતા-ખાતાં પરનિંદા કરવી છે. પેપર તપાસ્યા વગર માર્કશીટ ભરવી છે. નછૂટકે બસ, જેમતેમ કોર્સ પૂરા કરવા છે. સ્કૂલે આવનાર વિદ્યાર્થીને, “શું કરવા આવ્યા છો ? કંઈ કામધંધો નથી ? ઘરે બેસી પરીક્ષાની તૈયારી કરો.” એવું કહેનારા શિક્ષકોની બહુમતી છે. બધા શિક્ષકો (?) ભેગા મળી કોઈ એકલદોકલ નિષ્ઠાવાન શિક્ષકનું “મોરલ’ તોડી નાંખે છે. ઠંડા - કલેજે મા સરસ્વતીની હત્યા કરે છે. જાણે કે કોઈ સમજદાર શિક્ષકને પાગલખાનામાં પૂરી દેવામાં આવ્યો હોય એવી તેની દુર્દશા થાય છે. વાલીઓ કહે છે. યૂશનવાળા શિક્ષક પ્રશ્નપત્ર સોલ્વ કરીને પરીક્ષાખંડમાં મોકલે છે. એણે ! કેટલા સારા શિક્ષક છે ! ટ્યૂશન ફી વસૂલ થઈ ગઈ ! આ વાંચીને કદાચ આપને એવો પ્રશ્ન થાય કે - “બધા મળીને વિદ્યાર્થીઓનું લોહી પીએ છે?” ના, એવું નથી. વિદ્યાર્થીઓ પણ નીચે લખ્યા પ્રમાણે “પપ્પાના પૈસે જલસા કરે છે. ૪. શિક્ષણ તો ઠીક હવે... પણ કૉપ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટ ફોન, સ્માર્ટ ટી.વી., ફિલ્મો વગેરેમાં આજનો વિદ્યાર્થી વાલી અને શિક્ષક કરતાં અનેક ડગલાં આગળ હોય છે. હાઇટ - બોડી - પર્સનાલિટીની કાળજી લે છે. જીમમાં જાય છે. બ્રાંડેડ કપડાં, ગોગલ્સ, સેલફોન અને મોટરબાઇક લઈ કૉલેજે જાય છે. મસ્ત ગર્લફ્રેન્ડ મળે તેનો આધાર પોકેટમની’ પર હોય છે. પાર્ટી - પિકનિક - નાઇટ ક્લબની મજા માણે છે. સિગરેટ - શરાબ - નોનવેજ ફૂડનો કોઈ બાધ નથી. ફેઇસબુક - ટ્વીટર - વોટ્સ એપનો વ્યસની છે. આજનો વિદ્યાર્થી શું બનવા માંગે છે ? સલમાન, સચિન, ધોની કે વિરાટ કોહલી બનવું છે. એકમાત્ર ખાનગી મહત્ત્વાકાંક્ષા છે. ગાડી, બંગલો, બૅન્ક બેલેન્સ અને વિદેશપ્રવાસ. એમાં કશું અયોગ્ય પણ નથી. પરંતુ એકસાથે ઘણી છોકરીઓને લવ-મેસેજ મોકલે છે. લાગે તો તીર, નહિતર તુક્કો ! ટ્રાય કરવામાં શું વાંધો ? લવ અફેર્સ અને બ્રેકઅપ એ સામાન્ય રુટિન છે. કેટલાક તો કપડાંની જેમ ગર્લફ્રેન્ડ બદલે છે. અશ્લીલ વેબસાઇટો ખોલે છે. અશ્લીલ ફિલ્મો જુએ છે. જીવનમૂલ્યો ? એ વળી કઈ બલા ? શુદ્ધ ચારિત્ર્ય ? Out of date. | આદર્શ કેળવણીને ઉપનિષદ IIM ૧૧ |
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy