SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 2 વિદ્યાર્થીઓને બહુવિધ અનુભવો પ્રાપ્ત થાય છે. પ્રવર્તમાન સમયમાં જ્ઞાનના શાળા બહારનાં જીવન સાથે જોડીને શિક્ષણસંસ્થાઓ ઉપર ભાર ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. T શિક્ષણ દ્વારા બાળકનાં મનમાં કોઈ પણ જાતના પૂર્વગ્રહો ન રોપાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે. પ્રવૃત્તિ આધારિત શિક્ષણ જોવા મળે છે. (દા.ત., પ્રજ્ઞા પ્રોજેક્ટ) 2 અત્યારના અભ્યાસક્રમમાં નીચેની બાબતો જોવા મળે છે : ✓ Experience અનુભવ ✓ Reflection વિશ્લેષણ ૪ Application ઉપયોજન - Consolidation તારણ અભ્યાસક્રમ રચનામાં નીચેના સિદ્ધાંતોનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે : (૧) અભ્યાસક્રમ અધ્યેતાકેન્દ્રી હોવો જોઈએ. (૨) અભ્યાસક્રમ સમાજ કેન્દ્રી હોવો જોઈએ. (૩) અભ્યાસક્રમ પ્રવૃત્તિ આધારિત હોવો જોઈએ. (૪) અભ્યાસક્રમ ભવિષ્યલક્ષી હોવો જોઈએ. ૪ અભ્યાસક્રમરચનાનાં સોપાનો નીચેની આકૃતિ દ્વારા પણ દર્શાવી શકાય : વિષયવસ્તુ – હેતુઓ + વિશ્લેષણ – પદ્ધતિ - મૂલ્યાંકન અન્ય દેશોની સરખામણીએ જોઈએ તો પ્રાચીન સમયમાં આપણી શિક્ષણસંસ્થાઓની કીર્તિ દેશ-વિદેશમાં પથરાયેલ હતી. ઉદા., નાલંદા, તક્ષશિલા જેના મૂળમાં તેનો મજબૂત અભ્યાસક્રમ હતો. ટૂંકમાં, વિદ્યાર્થીના સર્વાગી વિકાસ માટે શાળા, સમાજશિક્ષકો અસરકારક છે, તેટલો જ અભ્યાસક્રમ પણ અસરકારક જોવા મળે છે. અંતમાં હું સમાપન કરતા કહીશ કે - નૈતિકતા વિનાનો વેપાર 2 ચરિત્રવિનાનું શિક્ષણ 2 વિવેક વગરનો આનંદ 0 સિદ્ધાંતો વિનાનું રાજકારણ માનવતા વિનાનો સમાજ મહેનત વિનાની સંપત્તિ સેવા વિનાની પૂજા યોગ્ય અભ્યાસક્રમ વિનાનું શિક્ષણ સંદર્ભસૂચિ: (૧) ભટ્ટ મણિશંકર રત્નજી (૧૯૭૦) શિક્ષણનો ઇતિહાસ (૨) દેસાઈ અને અન્ય (૧૯૮૪) અભ્યાસક્રમના સિદ્ધાંતો અને સંરચના (૩) શાસ્ત્રી જયેન્દ્રભાઈ (૧૯૯૧) કેળવણીના તાત્ત્વિક આધારો (૪) જોષી હરિપ્રસાદ એ (૨૦૦૦) શૈક્ષણિક તત્ત્વજ્ઞાન (૫) ડૉ. રમેશચંદ્ર જી. કોઠારી (૨૦૦૬) ઓરીક્રેશ (સુધાબહેન શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ - (જિ. જામનગર)ની શૈક્ષણિક સંસ્થાઓમાં સેક્રેટરી તરીકે સેવાઓ આપે છે.) ઉપસંહાર : આજે મીડિયા ઇન્ટરનેટ અને પ્રચારનાં માધ્યમોના લીધે વિશ્વમાં બનતી તમામ ઘટનાઓથી વ્યક્તિ માહિતગાર બનતો જાય છે. અભ્યાસક્રમના નિર્ધારણ સમયે ખાસ તો વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક બને તેવો હોવો જોઈએ કોઠારીપંચ તે સંદર્ભમાં જ જણાવે છે કે - “ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.” ૧૦૦ / A આદર્શ કેળવણીનું ઉપનિષદ] આદર્શ કેળવણીનું ઉપનિષદ ,
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy