SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ T શિક્ષણમાં જ્ઞાનના ઉપયોજનને પ્રોત્સાહન. T શિક્ષણમાં જાતીયતાના ............... દૂર કરવા. ઇ-લર્નિગ સાથે તકનિકી આધારિત શિક્ષણની જરૂરિયાત ઊભી કરવી. વૈશ્વિક સ્તરે ભારતીય યુનિવર્સિટીઓને સ્થાન મળે તે માટે. યુવાધનને પરદેશ જતું રોકવા. 3 પ્રાથમિક - માધ્યમિક - ઉચ્ચશિક્ષણનું વિવિધ પ્રકારનું નિયમન કરતી યોજનાઓમાં એકસૂત્રતા જાળવવા. ભારતનાં દરેક રાજ્ય વચ્ચે શિક્ષણ અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન થાય તેવા કાર્યક્રમોના અમલ માટે. 2 વિદ્યાર્થીઓને વિવિધ વિષયો ઉપરાંત ભવિષ્યમાં મદદરૂપ થાય તેવા શાળામાં વર્ગખંડ બહારના અનુભવો પ્રાપ્ત થાય, તેનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ, અને આ બાબતનો ઉલ્લેખ વિવિધ શિક્ષણ પંચોએ ખાસ ભાર મૂકીને કરેલ છે. તે શાળામાં એવો અભ્યાસક્રમ દાખલ થવો જોઈએ કે તેમાં વ્યક્તિમાં - વિદ્યાર્થીમાં રહેલી વ્યક્તિગત ભિન્નતાને સંતોષ મળે. બાળકને શાળામાં આવે ત્યારે તેને શૈક્ષણિક - અનુભવો ઉપરાંત વિવિધ શક્તિઓનો જે તેનામાં ભરપૂરમાત્રામાં રહેલી છે, તેનો ઉપયોગ થવો જોઈએ. T શિક્ષણનાં સ્તરો વચ્ચેના સંબંધો મજબૂત કરવા. વ્યાવસાયિક સજ્જતા મજબૂત બનાવવી. 0 સમાન ફી માળખું. T શિક્ષણમાં સંશોધનો વધે તેવા પ્રયત્નો. T શિક્ષણનું સાર્વત્રીકરણ (પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચશિક્ષણ) પરીક્ષાપદ્ધતિ સુધારણા. - શિક્ષણની વાત થાય એટલે સતત ઉન્નતિ તરફ આગળ વધવું. શૈક્ષણિકક્ષેત્રે પરિવર્તનો આવતા રહે છે. ખાસ કરીને અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તક. અગાઉના અભ્યાસક્રમની જૂના અભ્યાસક્રમની સાથે સરખામણી કરીએ તો અગાઉ જે અધ્યયનક્ષેત્ર હતાં, તેને બદલે હવે પ્રવૃત્તિ આધારિત અભ્યાસક્રમ જોવા મળે છે.. ૯૮ CA આદર્શ કેળવણીનું ઉપનિષદ | પ્રવર્તમાન અભ્યાસક્રમની ખામીઓ : તે પ્રવર્તમાન અભ્યાસક્રમ વર્ષોથી એક જ પ્રકારનો ચલાવવામાં આવે છે, તેમાં નવીનતા જોવા મળતી નથી. થિઅરી આધારિત જ્ઞાન અપાય છે ક્યાંય તે જ્ઞાનનો વાસ્તવમાં વિનિયોગ થઈ શકતો નથી. અભ્યાસક્રમ આધારિત પરીક્ષાનું મૂલ્યાંકન થાય છે, જે અયોગ્ય છે વિદ્યાર્થીનું વર્ષ દરમિયાન સતત મૂલ્યાંકન થવું જરૂરી છે, જેથી તેના મનમાંથી પરીક્ષાનો ડર દૂર થાય. અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીને ફક્ત શૈક્ષણિક-જ્ઞાનનો અનુભવ થાય છે. સાથે અનેક જીવન ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સમગ્ર દેશમાં સમાન માળખાનો અભાવ જોવા મળે છે. અભ્યાસક્રમના જુદા-જુદા વિષયો વચ્ચે સ્વાભાવિક સંબંધ જળવાતો ન હોવાથી અભ્યાસક્રમની કઠિનતા અને તેનો ભાર વધી જાય. આ વિષયોનો વિદ્યાર્થીના ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવન સાથે અનુબંધ - સંબંધ યોજવામાં આવ્યો નથી. તે અભ્યાસક્રમમાં હાલના વ્યક્તિગત તફાવતોને પહોંચી વળાતું નથી. વિદ્યાર્થીમાં વ્યક્તિગ તફાવતોને પહોંચી વળાતું નથી. વિદ્યાર્થીમાં વ્યક્તિગત શોખ, રસ અને વિશિષ્ટ અભિરુચિ હોય છે. વર્તમાન અભ્યાસક્રમથી આ પ્રકારના વ્યક્તિગત તફાવતોની સંભાળ બહુ જ ઓછી લઈ શકાય છે. અભ્યાસક્રમ આ તફાવતોને અનુરૂપ હોવો જોઈએ. 2 ચાલુ અભ્યાસક્રમમાં અમુક વિષયોમાં યુનિટ ઓછાં કરવાં જોઈએ; એટલે કે વિષયવસ્તુનું ભારણ ખૂબ હોવાથી અભ્યાસક્રમના હેતુઓ સિદ્ધ થતા નથી. ખૂબીઓ : અભ્યાસક્રમાં ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે છે. 0 રાષ્ટ્રીય-સામાજિક લક્ષ્યાંકોની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. T શિક્ષણમાં આવી રહેલા અદ્યતન પ્રવાહોનું તેમાં હવે પ્રતિબિંબ જોવા મળે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ એ ૯૯ ]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy