SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જર્મનીમાં ૧૯૩૭માં ફ્રોબેલ કિન્ડર ગાર્ટન (બાલ વિહાર) એટલે બાળકોનો બાગ એવો મુક્ત અને સ્વતંત્ર વાતાવરણમાં નાનાં ભૂલકાંને અનૌપચારિક શિક્ષણનો વિચાર આપ્યો, પરંતુ શિક્ષણનું વ્યાવસાયિક કરનારાઓએ રમતાં, નાચતાં, કુદતાં નિર્દોષ બાળકોને કે. જી.ની કેદમાં પૂરી દીધાં ને તે શૈશવનું વિસ્મય છીનવી લીધું. આધુનિક શિક્ષણની પાટલી પર બેઠેલાં બાળકો એટલે જાણે ટાંચણીથી ચિટકાડેલાં પતંગિયાં. ૧૯૪૭માં ભારતવર્ષને અંગ્રેજો સ્વરાજ આપીને ચાલ્યા ગયા. ૧૮૩૫માં લૉર્ડ મેકોલે ભારત માટે એક શિક્ષણનીતિનું બીજ રોપ્યું હતું. પોણા બસ્સો વર્ષ પછીય વિષવૃક્ષનાં કડવાં ફળ આજે પણ આપણે આરોગીએ છીએ. આઝાદી મળ્યાને અડસઠ વર્ષ થયાં. શિક્ષણ સુધારણા માટે ત્રણ શિક્ષણ પંચ અને પાંચ સમિતિઓ નીમવામાં આવ્યાં, છતાં શાળા અને કૉલેજોમાં પ્રવેશ મેળવવા માટેની કેપિટેશન ફી, ટ્યુશન, પ્રાઇવેટ ક્લાસીસ, પરીક્ષામાં ચોરી, પરીક્ષાપદ્ધતિનાં અનિષ્ટો વગેરે ગેરરીતિઓમાંથી શિક્ષણક્ષેત્રને મુક્તિ મળી નથી. ૧૯૯૯માં ‘ભાર વિનાનું ભણતર” નામક યશપાલ કમિટીનો રિપોર્ટ આવ્યો. ૧૨ વર્ષ થયાં છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. બાળકોની સ્કૂલબૅગનો ભાર વધતો જાય છે ને સાથે વાલીઓ પર ફીનો ભાર વધતો જાય છે. કવિ મુકેશ જોષી કહે છે કે - બાળશિક્ષણના પ્રથમ શ્વાસે જ લ્યો હાંફી જતા, હાથ બદલાવ્યા છતાંય માંડ દફતર ઊંચકે, મમ્મી જેવી મમ્મીના પણ હાથ એ થાકી જતા.” વળી કૃષ્ણ દવે તો ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે - ગોવર્ધન નહિ લે, આ બાળકનું દફતર ઊંચકાશે ? અરે ! એક જ પળમાં મોરપીંછના રંગો ઊતરી જશે.” નિશાળ વિશાળ અને રળિયામણી બને, શાળા “ઘરશાળા’ બને એટલે બાળકને શાળામાં પણ ઘર જેવું વાતાવરણ ને હૂંફ મળે તો બાળકને શાળામાં ૫૪ ///// આદર્શ કેળવણીને ઉપનિષદ] આવવા ઝંખના થશે, નિશાળે જવા થનગનાટથી પગ ઊપડશે, પરંતુ અહીં તો શિક્ષણચિંતક વિલિયમ બ્રેકર કહે છે તેમ - બાળકો શાળામાં આવે છે. પોતાની જાતને કેળવણી આપવા નહિ, પોતે જાણે લાકડાનાં પાટિયાં હોય તેમ આવીને એ શિક્ષક પાસે પડતું મૂકે છે અને કહે છે કે - ‘લો હવે આમાંથી ફર્નિચર બનાવો.’ આવાં નિર્જીવ પાટિયાં જોઈએ, ત્યારે કરસનદાસ માણેકની કાવ્યપંક્તિઓ જરૂર યાદ આવે - ખીલું ખીલું કરતાં માસૂમ ગુલસુમ શિક્ષકને સોપાણા, કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણા, વસંત, વર્ષા ગ્રીષ્મ-શરદના ભેદ બધાય ભુલાણા, જીવન મોહ તણા લઘુતમમાં પ્રગતિપદ છેદાણા, હર્ષ ઝરણ લાખો હૈયાના ઝબક્યા ત્યાં જ જલાણા , લાખ ગુલાબી સ્મિત ભાવિના વણવિકલ્યા જ સુકાણા , તે દિન આંસુ ભીના રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં.” કેળવણીને આપણે સાચા અર્થમાં સમજવી પડશે. કાકા કાલેલકર કેળવણીને સ્વતંત્ર રાજરાણી સાથે સરખાવી છે - “એ સત્તાની દાસી કે કાયદાની કિંકરી નથી. સર્વથા પ્રકારનાં બંધનોથી મુક્તિ અપાવે અને જીવન વધારે ઉન્નત અને બળવાન બનાવે તે જ સાચી કેળવણી છે. બહારથી અને અંદરથી વ્યક્તિ આખે ને આખી બદલાઈ જાય, કેળવણી એ રૂપાંતરની પ્રક્રિયા છે. મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે. સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે. કેળવણી ખરું કામ વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરવાનું છે.' આર્ષદર્શન, મુક્તિ, અંતપ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ, આચાર્ય વિનોબાજી “આ પાંચ તત્ત્વોના પવિત્ર રસાયણ પંચશીલ દ્વારા ભણતર, ગણતર અને ઘડતરની કેળવણી બનાવવાની વાત કરે છે. વ્યક્તિને કેળવે તે જ ખરી કેળવણી કહેવાય.” શિક્ષણ કે કેળવણીની સામાન્ય સમજ આપણામાં એવી હોય છે કે - મારા બાળકને મારે એવું શિક્ષણ આપવું છે કે તેને મોટી અને ઊંચી ડિગ્રી મળે અને એ ડિગ્રી પણ એવી હોય કે તેને સમાજમાં માન-મોભો તો મળે, ખૂબ જ શ્રીમંત કુટુંબની રૂપાળી કન્યા મળે કે ખૂબ જ શ્રીમંત કુટુંબનો આદર્શ કેળવણીનું ઉપનિષદ , આ પપ |
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy