SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પર્વત જેવડા મોટા દોષોને તો જોતા નથી. લોકોને પોતાના દોષ જોવા માટે એક પણ નેત્ર નથી અને પરના દોષ જોવા માટે લાખ નેત્રો હોય છે તે વાત સત્ય છે.” ઈત્યાદિ બબડતો તે દત્ત સાધુ પોતાની ઓરડીમાં ચાલ્યો ગયો. ગુરુએ તો તેના પર કાંઈ પણ કોપ કર્યો નહીં, પરંતુ નગરની અધિષ્ઠાયક દેવીએ તેના પર કોપ કર્યો, અને તે કુશિષ્યને શિખામણ આપવા માટે મધ્ય રાત્રે ગાઢ અંધકાર અને જળની વૃષ્ટિ વિકુર્તી, તથા વાયુથી ઉડાડી ઉડાડીને કાંકરા સહિત ધૂળ તેના શરીર પર નાખવા લાગી. તેથી તે ભય પામી ગુરુને મોટે સ્વરે બોલાવવા લાગ્યો. ગુરુએ તેને ભય પામેલો જાણી કહ્યું કે – “હે વત્સ ! અહીં આવ.” તેણે કહ્યું કે - “હું કાંઈ પણ માર્ગ જોઈ શકતો નથી.” ત્યારે ગુરુએ પોતાના હાથની આંગળી થુંકવાળી કરીને તેને દેખાડી, તેથી દીવાની જયોત જેવો તેનો પ્રકાશ જોઈ તે કુશિષ્ય વિચાર્યું કે - “ગુરુ તો રાત્રે દીવો પણ રાખે છે.” આવો તેનો વિચાર અવધિજ્ઞાન વડે જાણી તે દેવી તેની સન્મુખ આવી તેનો તિરસ્કાર કરી કઠોર વાણીથી બોલી કે - “ચંદ્ર જેવા ઉજજવલ ચારિત્ર ગુણવાળા ગુરુને વિષે પણ તું દોષનો આરોપ કરે છે, તેથી તારા જેવો દુર્જન બીજો કોઈ નથી.” ઈત્યાદિ ઘણી રીતે તેની નિર્ભર્જના કરી. તેથી તે ભય પામી ગુરુના પગમાં પડ્યો. ગુરુએ ધીરજ આપી. પછી દેવી અદૃશ્ય થઈ. ગુરુએ તેને પોતાનો નવ કલ્પી વિહાર વિગેરે સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી દત્ત નિઃશંક થયો. આ રીતે સંગમસૂરિની જેમ બીજા સાધુઓએ પણ ચર્યા પરિષહ સહન કરવો. ઉપસર્ગ: ઉપસર્ગ શબ્દ ‘૩૫' ઉપસર્ગવાળા જ્ઞ' ધાતુથી બનેલો છે. તેનો અર્થ વિજ્ઞ, હાનિ, વ્યાધિ, બીમારી કે આફત થાય છે, પરંતુ જૈન સાહિત્યમાં તે (૧૫૯) – ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) બીજા વડે કરાયેલા ઉપદ્રવના અર્થમાં વપરાય છે. તેની વ્યાખ્યા ‘ઝીવ ૩૫ચતે સવંધ્યતે વિમ: સદ યરમાત્ સ ૩૫સf:” જેના વડે કરીને જીવ, પીડા વગેરે સાથે સંબંધવાળો થાય, તે ઉપસર્ગ કહેવાય. પ્રતિકૂળ પરિષહ પૂર્વસંચિત કર્મબંધનથી, કષાય ઉત્પન્ન થવાથી, પરસ્પર વેરઝેરની વૃત્તિ, માનહાનિ કે મોહનીય કર્મોની સૂક્ષ્મ દશાના કારણે, અણગમાની કે વેર લેવાની વૃત્તિના કારણે કોઈપણ ભવમાં ઉદયમાં આવે છે. સ્વેચ્છાએ કે પોતાની મરજી વિરુદ્ધ પરિષદોમાં કે ઉપસર્ગમાં સહન કરવાની વાત છે, જે સંવર ધર્મ પ્રધાન છે. અહીં જે કથાનક આપવામાં આવેલ છે તે સુકોશલમુનિને ભૂચર - જંગલી પ્રાણી દ્વારા મરણાંત ઉપસર્ગ આવે છે. રસપાન કરીએ આ ધર્મકથાનકનું. સુકોશલ મુનિ: જે પ્રાણી વાઘ, સિંહ, પ્રમુખ જનાવરોના ઉપસર્ગોને સહન કરે છે, તે પ્રાણી સુકોશલમુનિની પેઠે શિવપદને પામે છે. પૂર્વે અયોધ્યા નામે નગરમાં ઈવાકુવંશનો કીર્તિધર નામે ન્યાયી રાજા રાજય કરતો હતો. તેને સહદેવી નામે રાણી હતી. તેમને સુકોશલ નામે પુત્ર થયો. તે અનુક્રમે ધર્મશાસ્ત્ર અને કર્મશાસ્ત્ર પ્રમુખ શીખ્યો. એકદા શ્રી ધર્મઘોષ નામે આચાર્ય ત્યાં પધાર્યા. રાજા પ્રમુખ ધર્મ સાંભળવાને ગયા. ગુરુએ ઉપદેશ આપ્યો કે, “જે પ્રાણી આર્યદેશ, ઉત્તમકુળ, રૂપ, બળ, આયુષ્ય, બુદ્ધિ અને આવું દુર્લભ મનુષ્યપણું પામીને ધર્મકાર્ય કરતા નથી, તે મૂર્ખ પ્રાણી સમુદ્રમાં વહાણ ડૂબે તેમ સંસારમાં જ ખેંચી જાય છે. વળી, જયાં સુધી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત નથી થઈ, શરીરમાં રોગ નથી આવ્યો અને ઈન્દ્રિયો પણ હીન નથી થઈ, ત્યાં સુધીમાં ધર્મ આચરવો. વિષયભોગ (૧૬૦)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy