SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો મુનિએ એક સ્થાને અધિકકાળ ન રહેતા માસ કલ્પની મર્યાદા પ્રમાણે (આઠ શેષ કાળના અને એક વર્ષાકાળના ચોમાસાનો એ રીતે) નવ કલ્પી વિહાર કરવો. પણ તેમાં આળસ ન કરવી. કોઈ ગામ કે નગર કે ઉપાશ્રયાદિ સ્થાનનો રાગ ન કરે અને પોતે એકલો વિચરવા માટે યોગ્ય હોય તો વિશેષ કર્મોની નિર્જરા માટે ગુરુની આજ્ઞા વિવિધ અભિગ્રહો કરીને એકલો વિચરે. વિશિષ્ટ યોગ્યતા જેનામાં હોય તે એકાકી વિચરી શકે. આવા વિશિષ્ટ આચાર્યશ્રી સંગમાચાર્યની સાપેક્ષ ચર્યા પરિષહનું કથાનક નીચે પ્રમાણે છે. સંગમાચાર્યની કથા : કોલ્લાક નામના નગરમાં સંગમ નામના આચાર્ય હતા, તે જિનાજ્ઞા પાળવામાં તત્પર તથા ઉત્સર્ગ અને અપવાદને જાણનાર હતા. તેમનું જંઘાબળ ક્ષીણ થવાથી નગરમાં જ નિયતવાસ કરી રહેલા હતા. એક વખત ત્યાં દુષ્કાળ પડવાથી પોતાના શિષ્ય સિંહ નામના આચાર્યને ગચ્છ સહિત દૂર દેશમાં મોકલી પોતે એકલા જ ત્યાં રહ્યા, તો પણ તે નગરમાં નવ ભાગની કલ્પના કરી આઠ માસના આઠ અને ચાતુર્માસનો એક એમ નવ કલ્પે રહેતા હતા. એક જ નગરમાં રહ્યા છતાં તેમણે નગર, શ્રાવક, કુળ, શય્યા અને આસન વિગેરે કોઈપણ ઠેકાણે પ્રતિબંધ એટલે મમતા કરી નહોતી. પરંતુ એક સ્થાનમાં વસીને સતત ગુણસ્થાનકમાં વૃદ્ધિ કરવાનો યત્ન કર્યો હતો. આવા તેમાંના ઉત્કૃષ્ટ ગુણ જોઈને તે નગરની અધિષ્ઠાતા દેવ-દેવી તેમની ભક્તિ કરવા લાગ્યા. એક વખત વર્ષાકાળ પૂર્ણ થયો ત્યારે સિંહસૂરિએ પોતાના દત્ત નામના શિષ્યને ગુરુ પાસે ખબર લેવા મોકલ્યો. તે ગુરુ પાસે આવ્યો, ત્યારે પોતાના વિહાર વખતે ગુરુ જે ઉપાશ્રયમાં હતા તે જ સ્થાને આજે પણ (બધે ફરીને (૧૫) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો આવેલા) ગુરુને રહેલા જોઈ કેવળ ઉત્સર્ગમાર્ગની જ રુચિવાળા તેણે વિચાર્યું કે - “આ સ્થવિર ગુરુ તો એકને એક જ ઠેકાણે નિરંતર રહે છે તેથી ઉઘુક્ત વિહારવાળા મારે એમની સાથે રહેવું યોગ્ય નથી.” એમ વિચારી તે સામેની ઓરડીમાં રહ્યો. પછી ગુરુ પાસે જઈને વાંદી સુખશાતા પૂછી. ગુરુએ પણ સિંહસૂરિ વિગેરે સર્વ ગચ્છની સુખશાતા પૂછી. પછી ગોચરીનો સમય થયો ત્યારે ગુરુ તેને સાથે લઈ ભિક્ષાચર્યા માટે નીકળ્યા. દુષ્કાળને લીધે ઘણું ફર્યા, તો પણ શિષ્યને ઇચ્છિત આહાર મળ્યો નહીં, એટલે શિષ્યે ક્રોધ પામી વિચાર્યું કે, “ગુરુ મને ખોટી રીતે આમ તેમ ભટકાવે છે, પણ પોતાના ભક્ત ગૃહસ્થોના ઘર બતાવતા નથી, તેથી સારો આહાર ક્યાંથી મળે ?” ગુરુએ તેનો ભાવ જાણી લીધો. તેથી કોઈ ગૃહસ્થીને ઘેર તેનો નાનો પુત્ર સર્વદા નિરંતર વ્યંતરના દોષથી રોતો હતો, ત્યાં જઈ ચપટી વગાડી તે વ્યંતરનો દોષ દૂર કરી તેને રોતો બંધ કર્યો. એટલે તે ઘરના સ્વામીએ પ્રસન્ન થઈ તેમને શ્રેષ્ઠ મોદક વહોરાવ્યા. તે શિષ્યને આપી ગુરુએ તેને થાકી ગયેલો જોઈ ઉપાશ્રયે મોકલ્યો અને પોતે અંત પ્રાંત કુળોમાં ભિક્ષા લેવા ગયા ત્યારે શિષ્યે વિચાર્યું કે – “ઘણો કાળ રખડાવીને છેવટે મને પોતાના એક જ ભક્તનું ઘર બતાવ્યું, હવે પોતે એકલા બીજા ભક્તોના ઘરોમાં જશે.” પછી ગુરુ પોતાને માટે અંતપ્રાંત આહાર લઈ ઉપાશ્રયમાં આવ્યા. બન્નેએ આહાર કર્યો. સાંજે પ્રતિક્રમણ વખતે ગુરુએ શિષ્યને કહ્યું કે - “હે વત્સ! આજની ભિક્ષાના દોષની આલોચના કર.” શિષ્ય બોલ્યો કે – “તમારી સાથે જ હું ભિક્ષાચર્યાએ આવ્યો હતો તો શી આલોચના કરું ?” ગુરુએ કહ્યું કે - “તે આજે ધાત્રી અને ચિકિત્સા પિંડનો આહાર કર્યો છે.” તે સાંભળી કોપથી તે બોલ્યો કે – “સરસવ જેટલા પરના દોષોને તમે જુઓ છો, અને પોતાના (૧૫૮)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy