SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો તીર્થંકર મહાવીરની માસી હતી. એક વાર તે વનમાં ઝુલા ઝુલતી હતી ત્યારે કોઈ કામાતુર વિદ્યાધર તેને ઉઠાવીને લઈ ગયો. તે વિદ્યાધરની સ્ત્રીએ જ્યારે તેને જોઈ તો પત્નીના ભયથી તે વિદ્યાધર માર્ગમાં ભયંકર વનમાં ચંદનાને છોડીને ભાગી ગયો. ત્યાં કોઈભીલે ચંદનાને પકડી લીધી અને ધનના લોભમાં તેને વૃષભદત્ત શેઠને વેચી દીધી. ઉપસર્ગ : સતી ચંદનાને પ્રતિકૂળ ઉપસર્ગ થયો. મૂલા શેઠાણી દ્વારા સતી ચંદનાને ઉપસર્ગ થયા. ચંદના એક રાજકુમારી હતા. કર્મયોગે રાજ્યમાં લૂંટ ચાલી અને રાજવી પિતા મૃત્યુ પામ્યા. ચંદનાને ભર બજારમાં વેચી દેવામાં આવી. મૂલા શેઠાણી ચંદનાને જોઈ અને દ્વેષથી બળતા રહેતા અને શંકિત રહેતા હતા. મૂલા શેઠાણી દ્વારા તેને કષ્ટ આપવાના પ્રયત્નો થતા. સતી ચંદનાને દાસી બનાવી, પગમાં બેડી નાખી, મસ્તક મુંડાવી અને ભોંયરામાં પૂરી દીધી. રુદન કરતા હતા. તેમને ભોજનમાં સૂપડાના ખૂણાં જેટલા અડદના બાકળા આપ્યા. અહીંયા સતી ચંદનાનું દઢ મનોબળ જોવા મળે છે. વિવિધ પ્રતિકૂળતાઓ, ઉપસદ આવવા છતાં સમતાપૂર્વક સહતા પોતાની લક્ષ્ય સિદ્ધિમાં લાગ્યા રહ્યા. પરિષહ : પરિષહ શ્રમણ જીવનમાં બહુ ઉપયોગી છે. શ્રમણ જીવનનો સાધના માર્ગ તલવારની ધાર પર ચાલવા સમાન છે. ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે, ‘માર્ગવ્યવન નિર્ઝરાર્થ પરિોઢવ્યા: પરિષા: ।' પોતાના માર્ગથી ન ડગતા તથા કર્મોની નિર્જરાને માટે ભૂખ-તરસ આદિ જે દુ:ખ, કષ્ટ કે વિઘ્ન સહન કરવામાં આવે તેને પરિષહ કહેવામાં આવે છે. (૧૪૧) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો પરિષહ ઉપર ચિલાતપુત્ર મુનિની કથા રાજગૃહમાં શ્રેણિક નામના રાજા હતા. તેમણે ભીલરાજ યમદંડની પુત્રી તિલકવતી સાથે લગ્ન કર્યા. યથા સમયે પટરાણી તિલકવતીએ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ચિલાતપુત્ર રાખવામાં આવ્યું. ચિલાતપુત્રનું પાલન રાજઘરાનાની જેમ થતું હતું છતાં તેના લક્ષણ જંગલી લોકોના જેવા જ દેખાતા હતા. સ્વાધ્યાયમાં તેનું મન લાગતું નહોતું. હિંસક પ્રવૃત્તિ, શિકાર કરવો, મજાક-મશ્કરી કરવી તેમજ આવારાગર્દીમાં તેને વિશેષ રુચિ હતી. રાજાએ ચિલાતપુત્રને ઉત્તરાધિકારી બનાવ્યા. ચિલાતપુત્ર રાજસિંહાસન પર બેઠા. પૂરા રાજ્યમાં તેમનું અને તેમની માતા તિલકવતીનું શાસન ચાલવા લાગ્યું. તેમણે પોતાનું ધ્યાન ભોગવિલાસમાં આપવા માંડ્યું. બેરોકટોક તે પોતાની હવસનો શિકાર ભોલીભાલી છોકરીઓને બનાવવા લાગ્યો. આથી પ્રજા તેના જુલમથી કંટાળી અને કાંચીપુર કુમાર શ્રેણિક પાસે ગયા. કુમાર શ્રેણિક પોતાના સૈનિકોની સાથે રાજગૃહી પહોંચ્યા. તેમના આગમનના સમાચારથી પ્રજા ખુશ થઈ, પરંતુ ચિલાતપુત્ર ચિંતિત થઈ ગયા. તે ભયભીત થઈ પ્રાણોની રક્ષા માટે જંગલમાં ભાગ્યા. જંગલના નિવાસીઓને ધમકાવીને તે શાસક બની ગયો, અને એશોઆરામથી પોતાના કિલ્લામાં રહેવા લાગ્યો. ચિલાતપુત્રના મિત્રએ તેના મામા રુદ્રદત્તને પોતાની પુત્રી સુભદ્રાને ચિલાતપુત્ર સાથે પરણાવવા કહ્યું, પરંતુ રુદ્રદત્તે ના પાડી. આથી એક દિવસ રાત્રિના સમયે ચિલાતપુત્રે રાજગૃહી નગરીમાં પહોંચી રુદ્રદત્તના ઘેરથી સુભદ્રાનું અપહરણ કર્યું, પરંતુ સુભદ્રાને લઈને ભાગવામાં તે સફળ થઈ શકે તેમ નહોતો. તેથી તેને નીચે પછાડી દીધી. તેની દુષ્ટતાએ સુભદ્રાની કતલ કરી નાખી. તેને (૧૪૨)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy