SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) યત્ન કર્યો એટલે તેણે પ્રાણત્યાગ કર્યા અને વસુમતિને બજારમાં વેચવા નીકળ્યો. દૈવયોગે ધનાવહ શેઠ ત્યાં આવી ચઢ્યા. તેમણે સુભટની ઇચ્છા પ્રમાણે તેને મૂલ્ય આપી બાળાને પોતાને ઘેર લઈ આવ્યા અને મૂલા શેઠાણીને કહ્યું, પ્રિયા ! આ કન્યા આપણી દુહિતા છે. તેનું પ્રયત્ન પૂર્વક પુષ્પની જેમ લાલન પાલન કરવું.” તેના ચંદન જેવા શીતળ વિનય વચન અને શીલથી રંજિત થયેલા શ્રેષ્ઠીએ પરિવાર સાથે મળીને તેનું નામ ચંદના રાખ્યું. પરંતુ મૂલા શેઠાણી શંકાશીલ હતી. તેમાં એક દિવસ શેઠ ગ્રીષ્મઋતુમાં તાપથી પીડિત થઈને દુકાનેથી ઘેર આવ્યા, તે વખતે તેમના પગને ધોનારો કોઈ સેવક હાજર નહોતો. તેથી ચંદના પિતૃભક્તિથી શેઠના પગ ધોવા પ્રવર્તી. તે વખતે તેનો કેશપાશ અંગની શિથિલતાથી છૂટી જઈને જલપંકિલ ભૂમિમાં પડ્યો. એટલે આ પુત્રીનો કેશપાશ ભૂમિના કાદવથી મલિન ન થાય. એવું ધારી શેઠે સહજ સ્વભાવે યષ્ટિથી તેને ઊંચો કર્યો અને પછી આદરથી બાંધી લીધો. આ દેશ્ય મૂળા શેઠાણીએ જોયું, એટલે એની શંકા દેઢ થઈ. મૂલા શેઠાણી વ્યાધિની જેમ મૂળમાંથી જ બાળાનો ઉચ્છેદ કરવા વિચારવા લાગી, અને તેવા સમયની રાહ જોવા લાગી. એક વખત શેઠ બહારગામ ગયા હતા, ત્યારે મૂલા શેઠાણીએ એક વાળંદને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું, પછી તેના પગમાં બેડી નાખી ક્રોધાવેશમાં ચંદનાને ઘણું તાડન કર્યું અને ઘરના એક ઓરડામાં પૂરી કમાડા બંધ કરી દીધા. ચંદના પ્રભુનું સ્મરણ કરતી જ રહી અને ત્રણ દિવસનો અઠ્ઠમ તપ માંડી દીધો. બહારગામથી શેઠે આવી એક વૃદ્ધ દાસી મારફત હકીકત જાણી આથી ધનાવહ શેઠે ચંદનાને જયાં પૂરી હતી તે ઘરનું દ્વાર ઉઘાડ્યું. ત્યાં સુધા - તૃષાથી પીડિત, બેડીથી બાંધી દીધેલી, ભિક્ષુકીની જેમ માથે મુંડિત (૧૩૯) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કરેલી અને જેના નેત્રકમળ અશ્રુથી પૂરિત છે એવી ચંદનાને અવલોકી. ત્યારે શેઠ લુહારને તેડવા ગયા અને તેને બહાર બેસાડી સૂપડામાં બાકુના પારણા નિમિત્તે આપ્યા. અહીં ચંદના વહોરાવવાની ભાવના કરે છે અને વીર પ્રભુને જુએ છે. ચંદના આવકારે છે. પ્રભુને ૧૩ શરતનો અભિગ્રહ હતો. દાસી ભાવે રાયકી શિર-મુંડિત નિગડિત પયથી રે; ઘર ઉંબર રહી અડદ સુપડમાં, રૂદતી દે જો કરથી. ઉંબરામાં બેઠી હોય, એક પગ અંદર અને એક પગ બહાર હોય, ભાવે કરી રાજપુત્રી હોય, પણ દાસપણું પામી હોય, પગમાં બેડી હોય, મસ્તક મુંડાવેલું હોય, રુદન કરતી હોય, અઠ્ઠમવાળી હોય, સૂપડાના ખૂણામાં બાકુળા હોય અને ભિક્ષાકાળ વ્યતીત થયો હોય તો વહોરવું. ચંદનબાળાના મુખ પર પ્રભુને વહોરાવવાનો લાભ મળ્યો તેનો અપૂર્વ આનંદ હતો પણ પ્રભુની શરત અધૂરી રહી હતી, એટલે પ્રભુ પાછા ફર્યા. તરત ચંદનબાળાની આંખમાં અશ્રુ સરી પડ્યા. એટલે તમામ શરત પૂરી થઈ અને બાકુળા વહોર્યા. તરત જ બેડી તૂટી ગઈ અને વાળ ઊગી નીકળ્યા. પ્રભુએ પાંચ માસ અને પચ્ચીસ દિને પારણું કર્યું હતું. રાજા શતાનિક પણ દોડતા આવ્યા. મૂળા શેઠાણીનો રોષ પણ ઊતરી ગયો. બધું સુવર્ણ સાત ક્ષેત્રમાં વાપરી ચંદનબાળાએ દીક્ષા લીધી. એક વખત ચંદનબાળા અને મૃગાવતી પ્રભુની દેશના સાંભળવા ગયા ત્યારે ચંદનબાળા સૂર્યાસ્ત સમય પારખી ઉપાશ્રયે ગયા. જ્યારે મૃગાવતી સમય ચૂકી ગયા તેને ચંદનબાળાએ ઠપકો આપ્યો. મૃગાવતી આત્મનિંદા કરતાં કેવળજ્ઞાન પામ્યા અને તે રાતે સર્પને જોઈ ચંદનબાળાનો હાથ ખસેડ્યો, ત્યારે ચંદનબાળાએ કેવળીને ખમાવ્યા. ત્યાં જ ચંદનબાળાને પણ કેવળજ્ઞાન થયું. અન્ય એક કથા પ્રમાણે સતી ચંદના ચટક રાજાની પુત્રી હતી, અને (૧૪૦)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy