SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ઝાંઝરિયા મુનિની કથા - ડૉ. રતનબેન ખીમજી છાડવા (મુંબઈ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રત વિચાર રાસ' પર સંશોધન કરીPh.D. કર્યું છે. જૂની લિપિ ઉકેલવામાં અને હસ્તપ્રતોના સંશોધનમાં રસ છે. મુંબઈ મહાસંઘના ધાર્મિક શિક્ષણ બોર્ડમાં પ્રવૃત છે.) માનવ વાતપ્રિય પ્રાણી છે. વાર્તા કહેવી અને સાંભળવી તેને ગમે છે. શૈશવકાળથી લઈને જીવનસંધ્યાના સમય સુધી ભિન્ન ભિન્ન પ્રકારની કથાવાર્તાઓનો આનંદ લે છે. તેમાં પણ ધર્મકથા તો ઉપદેશનું પ્રબળ સાધન છે. માટે જ ભારતના બધા ધાર્મિક ગ્રંથોએ કથાઓનો મુખ્ય આધાર લીધો છે. જૈનદર્શને પણ ધર્મકથાને ઉપદેશનું પ્રધાન અંગ માન્યું છે. જૈનાચાર્યોએ સમગ્ર જૈનસાહિત્યને ચાર વિભાગમાં વિભક્ત કરી એમાં ધર્મકથાનુયોગને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. સામાન્ય જીવો પણ ધર્મકથા સાંભળીને ધર્મકથાના રસે રંગાય, તેમને ઉચ્ચપાત્રો પ્રત્યે ભક્તિ જન્મે તે ધર્મકથાનું સામાન્ય જનઉપકારી ફળ છે. જૈનકથા સાહિત્ય વિવિધ પ્રકારે લખાયેલું છે. તેમાં ઉત્તમ પુરુષોના કથાનકો મુખ્ય છે. આ કથાનકોમાં તેમના જીવનમાં કેવા કેવા પરિષહો કે ઉપસર્ગો આવે છે અને તેઓ તેનો પરિષહજય કેવી રીતે મેળવે છે વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. | ‘પરિષહ’ નો સામાન્ય અર્થ ચારે બાજુથી આવનારા કષ્ટોને સમતાપૂર્વક સહન કરવા એવો થાય. ‘ઈરસહ્ય તિ રિવ૮: I’ જે સહન કરે તે પરિષહ છે. આગમ આદિ શાસ્ત્રોમાં બાવીસ પ્રકારના પરિષદોનો ઉલ્લેખ જોવા મળે (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સુખ-દુ:ખમાં તુલ્ય મનોવૃત્તિ કેળવવા માટે પરિષહ એ સાધુની કસોટી છે. સંયમી સાધક સંયમદૂષિત ન થાય અને પૂર્વસંચિત કર્મોની નિર્જરા થાય એ ભાવનાથી ભૂખ – તરસ, ઠંડી આદિકષ્ટોને સમભાવપૂર્વક સહન કરે તે ‘પરિષહ જય’ છે. જે ભિક્ષુ આ પરિષદોથી સ્વયં પરાજિત બન્યા વગર તેને જીતે તે મોક્ષમાર્ગથી કદી પણ વિચલિત થતો નથી અને કર્મોની નિર્જરા કરી પોતાનું કલ્યાણ કરે છે. આમ, પરિષહ સાધકનું અમૃત છે. તેનો સમભાવ તેને અધ્યાત્મમાર્ગમાં આગળ લઈ જાય છે. જૈનાગમોમાં આવા અનેક કથાનકો આલેખાયા છે. તેમાંની એક જૈન કથા એટલે ‘ઝાંઝરિયા મુનિ' ની કથા. આ કથાના માધ્યમ દ્વારા બાળસુલભ શ્રોતાજનોને બોધ આપવામાં આવ્યો છે કે ગમે તેવા પરિષહ કે ઉપસર્ગ આવે તો પણ સંયમી સાધક સમભાવપૂર્વક સહન કરી પરિષહવિજેતા બની સંયમમાર્ગમાં આગળ વધે છે. સેંકડો વર્ષ પહેલાની આ વાત છે. મદનબ્રહ્મ નામે એક રાજકુમાર હતા. યુવાન વયમાં આવતા તેમના લગ્ન બત્રીસ બત્રીસ સુંદર રાજકન્યાઓ સાથે થયા અને તેઓ સ્વર્ગ જેવું સુખ ભોગવતા ભોગવતાસમય વ્યતીત કરતા હતા. એકવાર રાજયમાં ઈન્દ્રોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. લોકો પણ આ ઉત્સવમાં ભાગ લેવા સુંદર વસ્ત્રો પરિધાન કરી ઉદ્યાનમાં ભેગા થયા હતા. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ આનંદ - કિલ્લોલ કરી રહ્યા હતા. રાજકુમાર મદનબ્રહ્મ પણ પોતાની બત્રીસ રાણીઓ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યા હતા. રાણીઓ સાથે આનંદમગ્ન બની જલાદિ ક્રીડાઓ કરી રહ્યા હતા ત્યારે તેમની દૃષ્ટિ એક ત્યાગી મુનિવર પર પડી. મુનિની શાંત અને (૯૪) (૯૩)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy