SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જાણ્યું કે શ્રાવક બન્યા પછી રાજા રાજ્યકારભાર પ્રત્યે દુર્લક્ષ સેવે છે તેથી પુત્રને રાજાનું કાસળ કાઢવાનું કહ્યું, પુત્ર સંમત ન થતા રાણી સ્વયં પતિને મારવાની તક શોધવા લાગી. કોઈપણ શસ્ત્રપ્રયોગ, અગ્નિપ્રયોગ, વિષપ્રયોગ કે મંત્રપ્રયોગથી રાજાને મારવાનું વિચારવા લાગી. એકદા રાજાને છઠ્ઠ (બે ઉપવાસ) ના પારણાનો દિવસ હતો. અશનાદિ ચારેય આહારમાં, વસ્ત્ર, માળા, અલંકારોમાં રાણીએ વિષપ્રયોગ કર્યો. રાજાને વસ્ત્રપરિધાન તથા ભોજનથી તુરંત ઝેર ચડવા લાગ્યું, વેદના થવા લાગી, નસેનસ તૂટવા લાગી. સાંધે સાંધા છૂટા પડવા લાગ્યા. રાજાએ જાણ્યું કે આ મારણાંતિક ઉપસર્ગ આપનાર મારી પત્ની સૂરિમંતા જ છે, છતાં મનથી પણ દ્વેષ ન કર્યો. પરંતુ પૌષધશાળામાં ગયા, ભૂમિનું પ્રમાર્જન, પડિલેહણ કરી પૂર્વાભિમુખ પર્યકાસને બેસી હાથ જોડી બોલ્યા, “નમોત્થણે ... અરિહંતાણં.. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક કેશીકુમાર શ્રમણને મારા વંદન નમસ્કાર !” ૧૮ પાપસ્થાનક તથા ચારેય આહારના ત્યાગપૂર્વક યાવતજીવન સંથારો પચ્ચખી લીધો. ૮૪ લાખ જીવાયોનિના જીવો સાથે ખમતખામણાં કર્યા, આલોચના કરી, પાપોનું મનોમન પ્રાયશ્ચિત્ત કરી સમતાભાવે આયુષ્ય પૂર્ણ કરી સૂર્યાભવિમાનમાં ૪ પલ્યોપમની સ્થિતિએ દેવ થયા. તે સ્થિતિ પૂર્ણ થતાં, મહાવિદેહ ક્ષેત્રમાં દૃઢપ્રતિજ્ઞ નામે ઉત્પન્ન થઈ, ધર્મ પામી, સંયમ પાળી, કેવળી પર્યાયે વિચરી સિદ્ધ, બુદ્ધિ, મુક્ત થશે, પરિનિર્વાણને પામશે. પોતાના સ્વજન તરફથી આવેલા ઉપસર્ગને પ્રદેશી રાજાએ સમતાભાવે સહ્યો. આવા મારણાંતિક ઉપસર્ગને સહેવામાં ધીરતા જોઈએ. “ધીરતા’ શબ્દમાં ‘વીરતા’ શબ્દ સમાયેલો છે. ધીરતા રાખો પણ વીરતાપૂર્વકની ! અથવા એમ કહી શકાય કે, જેનામાં વીરતા હોય તે જ ધીરતા રાખી શકે. ધીરતામાં મનોબળની મુખ્યતા છે, પણ શારીરિક બળ - વીરતા હોય તે જ ધીરતા - વૈર્ય (૧). -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) રાખી શકે. સમતા અને ક્ષમતા આ બે શબ્દો છે. ઉપસર્ગો, પરિષહ સહેવામાં શારીરિક ક્ષમતા હોય તો જ મનથી સમતા રહે. દુ:ખ કે કષ્ટો કોને નથી આવ્યા ? આદિનાથ પ્રભુને વર્ષાન્ત ભિક્ષા (આહાર) મળી, ભગવાન મહાવીર પર તો ઉપસર્ગોની ઝડી વરસી, ભગવાન પાર્શ્વનાથને મેઘમાલી દેવે વરસાદનો ઉપસર્ગ આપ્યો. આનંદ, કામદેવ શ્રાવકને દેવકૃત ઉપસર્ગો આવ્યા. મેતાર્યમુનિ, ગજસુકુમાર મુનિ, ખંધક અણગાર આદિ કેટલાય મહાપુરુષોએ ઉપસર્ગો સહ્યા છે ! કેટલાને યાદ કરીએ ? અને કોને ભૂલીએ ? ભૂલવા જેવા તો કોઈ જ નથી. ટૂંકમાં, એ બધા મજબૂત મનના માનવીઓ હતા, આપત્તિ વખતે અજબગજબનું બૈર્ય રાખી શક્યા. આત્મકલ્યાણ સાધી ગયા. ધન્ય છે એ મહાન આત્માઓને !!! “મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહિ, ભલે ભાંગી પડે એ બ્રહ્માંડ રે જી; વિપત્તિ પડે પણ વણસે નહિ રે, સોઈ હરિજનના પરમાણ રે જી... મેરુ તો ડગે પણ...” (ગંગાસતી) ઉપસર્ગ - પરિષહ પ્રધાન જિનધર્મને આચરનારા એ સત્પષોને, મહપુરુષોને ત્રિકાળ વંદન કરી તેમના જેવી સહનશીલતાને આપણા જીવનમાં પામીએ એવી ભાવના સાથે... હું મારી કલમને વિરામ આપું છું. (૨)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy