SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો કયા આચાર્ય સાથે છે એ વિવાદનો વિષય છે. એક કાલકાચાર્યના શિષ્યો પ્રમાદી થઈ ગયા હતા માટે તેઓ બધા શિષ્યોને છોડી સુવર્ણપુર (સુમાત્રા) જવા માટે નીકળી ગયા. સુવર્ણપુરમાં સાગરચંદ્ર નામના આચાર્ય બિરાજમાન હતા. સાગરચંદ્ર પોતે આ કાલકાચાર્યના પ્રશિષ્ય હતા. ગુરુ મહારાજે પોતાનો પરિચય છુપાવ્યો, પરંતુ જ્ઞાનવૃદ્ધ, આયુવૃદ્ધ ગુરુને તેઓ ઓળખી ગયા. પ્રમાદી શિષ્યોને જ્યારે જાણ થઈ કે ગુરુદેવ તેમને છોડીને ગયા છે ત્યારે સર્વ શિષ્યો નાની નાની ટોળી કરીને સ્વર્ણપુર પ્રયાણ કરે છે. લોકો કાલકાચાર્યને જ ઓળખે છે. માટે કુતૂહલવશ થઈ પૂછે છે કે, “કાલકાચાર્ય કોણ છે ?” અહીં ઉત્તર થોડો હાસ્યાસ્પદ ઉદ્ભવે છે. આગળની ટોળી કહે છે કે “પાછળ આવે છે.” જ્યારે પાછળની ટોળી કહે છે કે “આગળ ગયા.” અંતે સર્વ મળે છે. અહીં અગત્યની વાત એ છે કે ગુરુ ભગવંતોનો ભારત દેશની બહાર સુમાત્રા ટાપુ સુધી વિહાર હતો. આ કાલકાચાર્ય બીજા હોવા સંભવે છે. વીર નિર્વાણ પછી ૪૫૩ મે વર્ષે થયેલ કાલકાચાર્યની કથા નીચે મુજબ છેઃ મગધ દેશના ધારાવાસનગરના રાજા વજસિંહ અને રાણી સુરસુંદરીને બે સંતાનો હતા – કાલક અને સરસ્વતી. બાળપણથી જ કાલકકુમાર અશ્વપરીક્ષા અને બાણ ચલાવવાની કળામાં ખૂબ નિપુણ હતા. કાલકકુમારે એક વાર આચાર્ય ગુણાકસૂરિનું વ્યાખ્યાન સાંભળ્યું. વ્યાખ્યાન શ્રવણ કરતાં તેમને સંસારની અસારતાનું દર્શન થયું. માતાપિતાની આજ્ઞા લઈ તેમણે ગુરુ પાસે દીક્ષા લીધી. ભાઈનો વૈરાગ્યભાવ જોઈ સરસ્વતીએ પણ દીક્ષા અંગીકાર કરી. સમય જતાં ગુરુ મહારાજે કાલકની યોગ્યતા જોઈ આચાર્ય પદવી આપી. વિહાર દરમ્યાન તેઓ એક વાર ઉજ્જૈન નગરમાં આવ્યા. કાલકાચાર્ય (૮૧) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ત્યાં રોજ વ્યાખ્યાન આપવા લાગ્યા. ત્યાંના રાજા ગર્દભીલની નજર વ્યાખ્યાન સાંભળવા આવતી સ્વરૂપવાન સાધ્વી સરસ્વતી પર પડી. તેણે સાધ્વીને સેવકો દ્વારા બળજબરીથી ઉપડાવી મહેલમાં કેદ કરી દીધી. આચાર્યને અન્ય સાધ્વીઓ દ્વારા આવી પડેલા સંકટની જાણ થઈ. ઘટનાની ગંભીરતા લક્ષમાં લઈ આચાર્યશ્રીએ ત્વરિત જૈનસંઘને એકત્રિત કર્યો. સંઘ, રાજા સમક્ષ યોગ્ય ભેટસોગાદ સાથે પહોંચીને વિનયપૂર્વક સાધ્વીને મુક્ત કરવા વિનંતી કરી. સંઘની વાત ધ્યાનમાં નહીં લેતા કાલકાચાર્યે પોતે જઈને પણ સાધ્વીને છોડાવવાની કોશિશો કરી જોઈ. સર્વ પ્રયત્ન વ્યર્થ જતાં આચાર્યશ્રીએ ગચ્છનો ભાર યોગ્ય સમર્થ વિદ્વાન સાધુને સોંપી ભરૂચ થઈ સૌરાષ્ટ્રને માર્ગે સિંધુ નદીને તીરે આવેલા પાર્શ્વકુલ દેશમાં ગયા. અહીં શક રાજાઓ રાજ્ય કરતા હતા. કાલકાચાર્ય રાજદરબારમાં ગયા અને રાજાને પોતાની જ્યોતિષ અને નિમિત્ત શાસ્ત્રોની વિદ્યાઓથી ખુશ કર્યા. રાજાએ આગમનનું કારણ પૂછતાં, સર્વ હકીકત કહી સંભળાવી. શકરાજાઓ પોતાના લશ્કર સહિત આચાર્યની સાથે આવવા સજ્જ થયા. આચાર્યશ્રીના બે ભાણેજો રાજા બળમિત્ર અને રાજા ભાનુમિત્ર પણ ભરૂચથી જોડાયા. કાલકાચાર્ય તથા શકરાજાઓએ સૌરાષ્ટ્રમાં ઢંકગિરિમાં પડાવ નાખ્યો હતો. માળવા પહોંચતા જ કાલકાચાર્ય એક દૂત દ્વારા સાધ્વીને મુક્ત કરવા સંદેશ મોકલે છે, “હે રાજન્ ! હજુ પણ સરસ્વતીને મુક્ત કર કારણકે ઘણું તાણવાથી તૂટી જાય છે.” ગર્દભીલ રાજાએ સંદેશની અવગણના કરી અને ઉજ્જૈનના કિલ્લાની બહાર લડત આપવા માટે સૈન્ય સજ્જ કર્યું. શકરાજા અને ગર્દભીલના સૈનિકો યુદ્ધ કરવા લાગ્યા. શકરાજાના લશ્કરને વિજયી થતાં જોઈ ગર્દભીલ રાજા કિલ્લામાં સુરક્ષિત સ્થાન પર આસન (૮૨)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy