SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો આચાર્ય કાલકની શૌર્યકથા - ડૉ. રેણુકા પોરવાલ (જૈન દર્શનના અભ્યાસુ ડૉ. રેણુકાબહેને આચાર્ય બુદ્ધિસાગરજીના જીવન અને સાહિત્ય પર સંશોધન કરી Ph.D. કરેલ છે. તેઓને જૈન ઈતિહાસ, શિલ્પ અને શિલાલેખોના સંશોધન કાર્યમાં વિશેષ રુચિ છે. ‘જૈન જગત' મહિલા વિભાગના સંપાદન કાર્યમાં સેવા આપે છે.) પ્રભુ મહાવીરની પાટ પરંપરામાં થયેલા મહાન વીર દૂરંદેશી પ્રભાવક આચાર્યોમાં શ્રી કાલકનું નામ ઘણું જ વિશિષ્ટ અને અનોખું છે. કાલકાચાર્યોના વીરતાભર્યા કથાનકો ઘણી હસ્તપ્રતોમાં જળવાયેલા છે. કલ્પસૂત્ર ઉપરાંત પણ ઘણા શાસ્ત્રોની પ્રતોમાં સૂત્રને અંતે પૂરવણીમાં તેમના જીવન સંબંધી ઘણી હકીકતોનું આલેખન જોવા મળે છે. તેમની શૌર્યકથાના પ્રસંગોનું ચિત્રણ દેરાસરની દીવાલો પર ભીંતીચિત્ર અને મ્યુરલ કળાના સ્વરૂપમાં નીરખી શકાય છે. હસ્તપ્રતોના ચિત્રકામ ‘મિનિએચર પેઈન્ટિંગ' ના નામે ઓળખાય છે. એમાં આચાર્ય કાલકની ઉજ્જૈનના રાજા ગર્દભીલ સાથેની મુલાકાતો અને યુદ્ધના પ્રસંગ સમયે ગર્દભની ભૂમિકા ઘણી અસરકારક રીતે ચિત્રિત કરેલી હોય છે. થાણના મુનિસુવ્રતસ્વામીના જિનાલયમાં આ કથાના પ્રસંગોની રજૂઆત ઘણી પ્રભાવશાળી રૂપે અંકિત થયેલી છે. કાલકાચાર્યના નામોલ્લેખવાળા ત્રણ સમર્થ આચાર્યો અલગ અલગ સમયગાળામાં થઈ ગયા. એ સર્વને જુદા તારવવા માટે એક હસ્તપ્રતના શ્લોકનો આધાર લઈ શકાય. શ્લોક છે - "तिसथपणवीस इंदो, चउसयतिपन्ने सरस्सईगहिआ । नवसय तिनवइ वीरा चउत्थिय जो कालगायरिया ॥” (૭૯) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો અર્થ :- મહાવીર નિર્વાણથી ૩૨૫ વર્ષે ઈન્દ્ર પ્રતિબોધક, ૪૫૩ વર્ષે સરસ્વતીને માટે યુદ્ધ કરનાર અને ૯૯૩ વર્ષે પાંચમની ચોથ કરનાર કાલગઆયરિયા (કાલકાચાર્ય) થયા. ઉપરોક્ત ત્રણ કાલકાચાર્યમાં, પ્રથમ કાલકાચાર્ય મહાવીર નિર્વાણથી ૩૨૫ વર્ષે થયા હતા. તેઓ વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષમાં ઘણા જ નિપુણ હતા. તેમણે ઈન્દ્ર મહારાજને નિગોદનું સ્વરૂપ સમજાવ્યું. ઈન્દ્ર મહારાજ બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા હતા. ઈન્દ્ર ખુશ થયા અને આચાર્યને પોતાનો હાથ બતાવી પ્રશ્ન કર્યો, “મહારાજ ! મારું આયુષ્ય કેટલું ? જો થોડું હોય તો હું ત્વરિત સાધના કરી લઉં?” આચાર્યશ્રી બ્રાહ્મણનો હાથ જોતાં જ રહ્યા. એની લાંબી આયુષ્યરેખા તેમણે જોઈ અને કહ્યું, “હે ઈન્દ્રદેવ, ધર્મતામોસ્તુ I’’ ઈન્દ્રદેવ ગુરુદેવને વંદન કરી સ્વસ્થાને ગયા. બીજા કાલકાચાર્ય વીર નિર્વાણ સંવત ૪૫૩ માં થયા; જેમણે સાધ્વી સરસ્વતીને રાજા ગર્દભીલના કેદખાનામાંથી છોડાવી. આ પ્રસંગ ઉજ્જૈન નગરમાં થયો હતો, જેને વિશે વિગતવાર આ જ લેખમાં ચર્ચા કરીશું. ત્રીજા કાલકાચાર્ય વીર નિર્વાણ ૯૯૩ માં વર્ષે પ્રતિષ્ઠાનપુરમાં (આજનું પૈઠણ) થઈ ગયા. ત્યાં શકરાજા શાલિવાહન અથવા સાતવાહન રાજ્ય કરતો હતો. પર્યુષણ પર્વ નજીક આવતા આચાર્યે રાજાને ભાદ્રપદ શુક્લ પંચમીએ પધારવા નિમંત્રણ આપ્યું. તે દિવસે રાજા કુલક્રમાનુસાર ઈન્દ્ર મહોત્સવમાં ભાગ લેવાના હતા માટે પંચમીએ પધારવા માટેની પોતાની અસમર્થતા બતાવી. આ પ્રસંગે રાજાની હાજરીની અગત્યતા જણાતા કાલકાચાર્યે પાંચમની રાત્રિનું ઉલ્લંઘન ન થાય માટે એક દિવસ વહેલી સંવત્સરી કરી. એ જ પ્રમાણે પૂર્ણિમાને બદલે ચૌમાસી કરી. આ પ્રમાણેની પ્રવૃત્તિ ત્યારબાદ થઈ. ઉપરોક્ત ત્રણ કાલકાચાર્યમાં એક વધુ પ્રસંગ આવે છે. એનો મેળ (૮૦)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy