SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરતો રહેવા લાગ્યો. એક વખત મધ્યરાત્રિએ કામદેવ શ્રમણોપાસકને તેના ધ્યાનમાંથી ચલિત કરવા માટે એક મિથ્યાત્વી અને માયાવી દેવ, પિશાચનું રૂપ લઈ ધારદાર ખુલ્લી તલવાર સાથે આવ્યો. તું ધર્મ-પુણ્ય-સ્વર્ગ-મોક્ષનો અભિલાષી છે; એટલે તું તારા આ શીલ, વ્રત, નિયંત્રણ, ત્યાગ તથા પૌષધોપવાસમાંથી ચલિત કે થાય નહીં, તેનો ભંગ કે પરિત્યાગ કરે નહીં; પરંતુ આજે આ બધું જો છોડી નહીં દે, તો આ તલવારથી તારા ટુકડેટુકડા કરી નાખીશ, અને દુ:ખથી પરવશપણે પીડિત થઈ તું અકાળે જ મરી જઈશ.” એમ બે ત્રણ વાર કહેવા છતાં કામદેવે જયારે કાંઈ જ ગણકાર્યું નહીં, ત્યારે તે દેવ કામદેવ શ્રમણોપાસકના તરવારથી ટુકડેટુકડા કરી નાખવા પ્રવૃત્ત થયો. પરંતુ કામદેવે તે બળતા અંગારાના જેવી અસહ્ય વેદના જરા પણ ક્ષોભ પામ્યા વિના સહન કરી લીધી, દેવે પેલું પિચાશરૂપ તજી, એક મોટા દિવ્ય હાથીનું રૂપ લીધું. તે દિવ્ય હાથીએ પણ કામદેવને શીલવ્રતમાંથી ચલિત કરવા સૂંઢ વડે પકડ્યો, આકાશમાં ઊંચો ઉછાળ્યો, પોતાના તીણ દંતશૂળો વડે ઝીલ્યો, અને પછી જમીન ઉપર નાખી ત્રણ વાર પગ વડે રોલી નાખ્યો; પરંતુ કામદેવ પોતાના ધ્યાનમાંથી ડગ્યો નહીં. ત્યારે થાકીને તે દેવે પૌષધશાળામાંથી બહાર જઈ, એક મોટા તીક્ષ્ણ ઝેરી સાપનું રૂપ લીધું. લુહારની ધમણની પેઠે ફૂંફાડા મારતા, તથા અતિશય તીવ્ર રોષવાળા સર્વે કામદેવને ચલિત કરવા તેના શરીર ઉપર સડસડાટ ચડી જઈ, પોતાના (૬૩) -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પૂંછડી તરફના ભાગ વડે તેના ગળા ઉપર ત્રણ વાર ભરડો દીધો અને પછી વિષપૂર્ણ તીક્ષ્ણ દાઢથી તેના હૈયા ઉપર ડંખ માર્યા, પરંતુ કામદેવ પોતાના ધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યારે થાકીને સાપનું રૂપ તજી દઈ, તેણે પોતાનું દિવ્ય દેવ રૂપ ધારણ કર્યું. તે દેવે કામદેવની પૌષધશાળામાં આવી, અંતરિક્ષમાં ઊભા રહી કામદેવને કહ્યું, “હે શ્રમણોપાસક કામદેવ ! તને ધન્ય છે ! હે દેવાનુપ્રિય! મેળવવાનું બધું તને મળી ચૂક્યું છે, તું કૃતાર્થ છે, તારા બધા શુભલક્ષણો ફળીભૂત થયા છે તથા મનુષ્યજન્મ અને જીવનનું બધું ફળ તે બરાબર પ્રાપ્ત કર્યું છે, કારણ કે, તેં જૈન સિદ્ધાંતમાં આ પ્રકારનો આદર-વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. એક વાર દેવેન્દ્ર દેવરાજ ચોરાસી હજાર સામાનિકો તથા બીજા પણ અનેક દેવ-દેવીથી વીંટળાઈને ઈન્દ્રાસન ઉપર બેઠેલો હતો. તે વખતે તે એમ બોલ્યો કે, જંબુદ્વીપમાં ભારતવર્ષમાં આવેલી ચંપાનગરીમાં કામદેવ શ્રમણોપાસક પૌષધશાળામાં પૌષધવ્રત પાળતો, બ્રહ્મચર્ય ધારણ કરી, દાભને સંથારે રહેલો છે; તેને કોઈ દેવ, દાનવ કે ગંધર્વ વગેરે જૈન સિદ્ધાંતમાંથી ચળાવી શકે તેમ નથી. ઈન્દ્રનું એ વચન સહન ન કરતો, તેના બોલને અફળ કરવા તથા તને ક્ષોભ પમાડવા હું અહીં આવ્યો હતો. પરંતુ ઈન્દ્ર કહ્યા મુજબની જ ઋદ્ધિ તને બરાબર પ્રાપ્ત થયેલી છે. હે દેવાનુપ્રિય ! હું મારા અપરાધની વારંવાર ક્ષમા માગું છું. હું બીજીવાર આવો અપરાધ નહીં કરું.” આમ કહી, પગે લાગી, તે દેવ વારંવાર ક્ષમા માગતો ચાલ્યો ગયો. કામદેવ શ્રાવકે ત્યારબાદ પોતાને બાધારહિત થયેલો જાણી, પોતાનું વ્રત શાસ્ત્ર અનુસાર, આચાર અનુસાર, માર્ગ અનુસાર તથા જેવું હોય તેવું બરાબર પાળ્યું, શોભાવ્યું અને ચાલુ રાખ્યું. (૬૪)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy