SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) શ્રાવક કામદેવના ઉપસર્ગની કથા - ડૉ. પૂર્ણિમા એસ. મહેતા –ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ઉપર આવી શરીરને નહિ પરંતુ આત્માને મહત્ત્વ આપવાની વૃત્તિ જેમાં બાહ્યથી આંતર સુધીની યાત્રાનો અનુભવ થાય, તે ગતિ તરફનો આ માર્ગ છે. જે ઉપસર્ગને સમતાથી ખમી જાય છે તે મલયસુંદરી અને મહાબળની માફક તરી જાય છે. જૈન કથાસાહિત્ય જીવન અને મનુષ્યના સ્વભાવનું, વિવિધ કથારસનું આલેખન સુંદર રીતે કરે છે. તેમાં આવતી એક પછી એક કથા અને તેમાંથી નીકળતા બીજા કથારસના વહેણો, એ આ સર્જકોની વિશેષ કહી શકાય એવી સિદ્ધિ હતી. આવી અનેક કથા છતાં ભાવક ક્યાંય ગુંચવાય નહીં અને રસ અનુભવે એથી વધુ શું જોઈએ ? (ગુજરાત વિધાપીઠ સંચાલિત આંતરરાષ્ટ્રીય જૈન વિધા અધ્યયન કેન્દ્ર, અમદાવાદના ઈન્ચાર્જ છે અને જૈન સમોમાં અવારનવાર શોધપત્રો પ્રસ્તુત કરે છે.) ઉપાસકદશાંગના નામે પ્રખ્યાત ૭મા આગમ ગ્રંથના બીજા કામદેવ અધ્યયનમાં શ્રમણ ભગવાન મહાવીરના બીજા શ્રાવક તરીકે કામદેવની કથા સવિસ્તર વર્ણવાઈ છે. આર્ય જંબૂસ્વામીના પ્રશ્નના જવાબમાં ગણધર ભગવાન સુધર્માસ્વામીના શ્રીમુખે આ વાત મંડાઈ છે. ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજય કરતો હતો. ત્યાં કામદેવ નામે ગૃહસ્થ તેની ભદ્રા નામે ભાર્યા સાથે રહેતો હતો. તેની પાસે છ કરોડ (પાલી જેટલું) સોનું નિધિ તરીકે સંગ્રહમાં હતું; છ કરોડ વ્યાજે (ધંધામાં) તથા છ કરોડ ઘરના વ્યવહારમાં રોકાયેલા હતા. ઉપરાંત દસ હજાર ગાયના એક એવા છ વ્રજો હતા. એક વખત શ્રમણ ભગવાન મહાવીર વિચરણ કરતા ચંપાનગરીમાં આવ્યા અને ત્યાંના પૂર્ણભદ્ર ચૈત્યમાં ઊતર્યા. કામદેવ પણ સપરિવાર તેમને વંદન-નમસ્કાર કરવા ગયો. ભગવાનનું પ્રવચન સાંભળી કામદેવે પણ હૃષ્ટ, તૃપ્ત અને પ્રસન્ન થઈ, ભગવાન પાસેથી બાર પ્રકારનો ગૃહસ્થધર્મ સ્વીકાર્યો. કામદેવ શ્રાવકના વ્રત સ્વીકાર પછીના ૧૪ વર્ષ સુખરૂપે પસાર થયા. પંદરમાં વર્ષના મધ્યમાં તેણે પોતાના મોટા પુત્રને બધો વ્યવહાર ભાર સોંપી દીધો; અને પોતે પૌષધશાળામાં પૌષધોપવાસ કરતો, શ્રમણભગવાન મહાવીરે ( ૧) (૨)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy