SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - તેની પાસે આવી કમલમેલાના રૂપ-ગુણના ખૂબ વખાણ કર્યા. નારદના વખાણ સાંભળી યુવાવસ્થામાં પહોંચેલા સાગરચંદ્રના હૃદયમાં સહજ રીતે જ કમલમેલા માટે અનુરાગ જાગ્યો. કોઈકની બનેલી પ્રિયાને કેમ પામી શકાય એ પ્રશ્ન સાગરચંદ્રની ઊંઘ હરામ થઈ ગઈ. નારદે કમલમેલા પાસે જઈ સાગરચંદ્રના વખાણ કર્યા. નારદના મુખે સાગરચંદ્રના રૂપ-ગુણનું વર્ણન સાંભળી કમલમેલા પણ સાગરચંદ્ર માટે અનુરાગવંતી બની. કમલમેલાએ સાગરચંદ્રને ગુપ્ત રીતે સંકેત મોકલાવ્યો. કમલમેલાને પણ પોતાના પ્રત્યે પ્રેમ ધારણ કરનારી જાણીને સાગરચંદ્ર પ્રસન્ન થઈ ગયો, પરંતુ હવે કમલમેલાની સાથે મિલન કેમ કરવું તેની ચિંતા તેને સતાવી રહી હતી. | મિત્રના વર્તનમાં અસ્વાભાવિક ફેરફાર જોઈ સાંબે વારંવાર પ્રશ્ન પૂછ્યા. પોતાનાથી વયમાં વડીલ અને સંબંધે કાકા જેવા સાંબ આગળ સાગરચંદ્રા ઝડપથી બોલી ન શક્યો, પરંતુ ગમે તેમ તોય... સાગરચંદ્ર અને સાંબ પરમમિત્ર હતા. વિપત્તિના સમયે, દિલની મૂંઝવણને સમયે મિત્ર જ મિત્ર આગળ હૈયું ખોલીને વાત કરી શકે. સાગરચંદ્ર પોતાના હૃદયમાં જાગેલી કમલમેલાની પ્યાસની વાત કરી. સાથે જ કમલમેલાનું હૃદય પણ મને મળવા આતુર છે એ વાત પણ જણાવી. સાંબના વડીલભાઈ પ્રદ્યુમ્નનો ઉછેર વિદ્યાધરોના ઘરમાં થયો હતો. બાળપણમાં કોઈ વ્યંતરદેવે પ્રદ્યુમ્નનું અપહરણ કરીને વનમાં મૂક્યો હતો. ત્યાંથી વિદ્યાધરોના હાથમાં આવવાથી પ્રદ્યુમ્નને બાલ્યવયથી જ પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓની સિદ્ધિ મળી હતી. સાંબ અને પ્રદ્યુમ્ન બન્ને ભાઈઓ વચ્ચે વિશેષ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સ્નેહ હતો, આથી પ્રદ્યુમ્ન સાંબને આ વિદ્યાઓ આપી હતી. સાંબ વિચારવા માંડ્યો; ભાઈએ આપેલી આ વિદ્યાઓ આ મારા પ્રાણસમાન મિત્રને ન આપું તો શું કામનું? સાંબે આ વિદ્યાઓ તેમજ તેના સિદ્ધિના ઉપાયો સાગરચંદ્રને આપ્યા. સાગરચંદ્ર આ વિદ્યાઓની સહાયથી કમલમેલાનું અપહરણ કર્યું. બંને પ્રેમમગ્ન આત્માઓએ તાત્કાલિક વિવાહ કર્યા. આ બાજુ દ્વારિકા નગરીમાં હાહાકાર મચી ગયો. કમલમેલાના પિતા ધનદત્ત શેઠ પોતાની દીકરીની શોધમાં પડ્યા. કૃષ્ણમહારાજ જેવા ન્યાયપ્રિય રાજાના રાજયમાં આવો કાળો કેર ? શું નગરના સૌ ચોકીદારો - રક્ષકો ઊંઘી ગયા હતા? એવી બૂમાબૂમ થવા માંડી. ધનદત્ત શેઠની સાથે નભસેનના પિતા રાજા ઉગ્રસેન પણ જોડાયા. મથુરાના રાજવી અને શ્રીકૃષ્ણના સસરા પણ પોતાની પુત્રવધૂના અદૃશ્ય થવાના સમાચારથી ખૂબ વ્યથિત હતા. તેઓ નવમા વાસુદેવ કૃષ્ણ પાસે ફરિયાદ કરવા પહોંચી ગયા. તેમણે માર્ગમાં ક્રીડા કરતા સાગરચંદ્ર અને કમલમેલાના યુગલને જોયું. રાજકુટુંબીઓ જ આવો અન્યાય કરે એવી વ્યથાભરી ફરિયાદ થઈ. કૃષ્ણમહારાજ પોતે સૈન્ય લઈ સાગરચંદ્રને પકડવા માટે આવ્યા. સાગરચંદ્રની સહાયમાં રૂપપરિવર્તન કરી સાંબ પણ યુદ્ધમાં જોડાયો. એક બાજુ વાસુદેવનું સૈન્ય અને બીજી બાજુ પ્રજ્ઞપ્તિવિદ્યાની સહાયથી ઊભું થયેલું શાંબનું સૈન્ય. લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. દ્વારિકાનગરીમાં આ આંતરિક યુદ્ધ સૌ વ્યગ્ર હતા. ત્યાં કૃષ્ણમહારાજે એક સવારે વિદ્યાધર યુગલ સમા સાગરચંદ્ર અને કમલમેલાને જોયા. જાણે આદિકવિએ જોઈ હોય એવી ક્રૌંચ અને ક્રૌંચીની જોડી. એકબીજા વિના તરફડી-તરફડીને મરી જાય એવા જળચર પક્ષી જેવા (૪૬) (૪૫)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy