SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સાગરચંદ્રની કથા (શ્રમણોપાસક બન્યા સમભાવસાધક) - ડૉ. અભય દોશી -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ) નાના સતીજીઓ તથા શ્રાવકો વારંવાર ચેકીંગ માટે વિનંતી કરતા હતા પરંતુ તેમના મક્કમ મનનો એક જ જવાબ હતો કે કદાચ નિદાન કરાવીએ તો પણ શું ? તેનાથી દર્દ ઘટવાનું નથી. મારે ઉપચાર કરવા જ નથી. પ્રતિકાર કર્યા વિના ઉદયભાવનો સ્વીકાર કરવો તે જ મારી સાધના છે. આટ-આટલી અશાતામાં તેઓએ ક્યારેય બ્લડ કે યુરીન ટેસ્ટ કરાવ્યું ન હતું, B.P. મપાવ્યું ન હતું. વિજાતીય ડૉક્ટરનો સ્પર્શ કે એલોપેથી ટ્રીટમેન્ટ લીધી ન હતી, દેઢ મનોબળે આ વેદનાને જીવનના અંતિમ શ્વાસ સુધી સહન કરી. જેમ જેમ અશાતા વધતી ગઈ તેમ તેમ તેમની જાગૃતિ વધતી ગઈ સમરાંગણે ગયેલો યોદ્ધો વિજયને વરવા સતત ઝઝૂમી રહ્યો હોય, તેમ જાણે આત્મસંગ્રામે ચઢેલા સમર્થ સેનાની કર્મ સામે જાણે જંગ માંડીને બેઠા હોય તેવી અભુત ખુમારી સાથે રોગ પરિષદને સહર્ષ સ્વીકાર્યો અને તેમાં અખંડ સમભાવ કેળવી પરિષહ વિજેતા બની ગયા. આ પંચમકાળમાં આવા વિરલ વ્યક્તિત્વને નજરે નિહાળીએ, તેઓનું તપોપૂત સાધક જીવન સાક્ષાત્ અનુભવીએ ત્યારે નતમસ્તક થઈ જવાય અને અંતરનાદ થાય કે હે પરમકૃપાળુ પરમાત્મા ! આજે ભલે આપ સાક્ષાત્ નથી, તેમ છતાં આપનું શાસન અને આપની આજ્ઞાની આરાધના આજે પણ જીવંત અને જવલંત છે. એટલું જ નહીં, પાંચમા આરાના અંત સુધી તે જીવંત રહેશે તેવી શ્રદ્ધા દેઢતમ બની જાય છે. ત્રિકાલ વંદન હો... ઉપસર્ગ - પરિષહ વિજેતા તે પ્રભુ વીરને... ત્રિકાલ અનુમોદન હો... પ્રભુ વીરની પરંપરાના શૂરવીર સંતોની સાધનાને... (ડ. અભયભાઈએ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય વિષય પર સંશોધન કરી Ph.D. કરેલ છે. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષા છે. તેમના ત્રણ પુસ્તકો પ્રગટ થયા છે.) નેમિનાથ ભગવાનના સમયની વાત છે. દ્વારિકા નગરીમાં કૃષ્ણ મહારાજાનું રાજય પ્રવર્તતું હતું. દ્વારિકા નગરીમાં તેમના મોટાભાઈ બલદેવનો પણ નિવાસ હતો. બંને ભાઈઓ વચ્ચે અતૂટ પ્રીતિ હતી. બંનેના વિશાળ મહાલયો બાજુબાજુમાં જ શોભી રહ્યા હતા. દ્વારિકાની એકબાજુ સમુદ્ર ઘૂઘવે... બીજી બાજુ ગોમતી નદીના જળ દ્વારિકાના ચરણો પર અભિષેક કરે. રાજાપ્રજા સૌ આનંદમય હતા. બલભદ્રનો એક પૌત્ર હતો. એનું નામ સાગરચંદ્ર હતું. રૂપ-રૂપનો ભંડાર સાગરચંદ્ર કૃષ્ણના પુત્ર સાંબને અતિપ્રિય હતો. સાંબ પોતાની નટખટ વૃત્તિઓ માટે દ્વારિકા નગરીમાં વિખ્યાત હતો. આ નગરમાં એક ધનવાન શેઠ રહેતા હતા. તેમની કમલમેલા નામની સુંદર કન્યા હતી. કન્યાના વેવિશાળ ઉગ્રસેન રાજાના પુત્ર નભસેન સાથે થયા હતા. નારદજી એકવાર દ્વારિકા નગરીમાં ભ્રમણ કરતા હતા, ત્યારે તેમણે આ રૂપવતી કન્યા જોઈ. તેમને થયું કે આ રૂપવતી કન્યા તો સાગરચંદ્રને માટે જ યોગ્ય છે. રતિ અને કામદેવ જેવી જોડી બની શકે એવા આ યુગલ એકઠા કેમ ન થાય ? કૌતુકપ્રિય નારદે બલરામના મહેલમાં પ્રવેશ કર્યો. સાગરચંદ્ર મહાલયની બહાર આવેલા ઉદ્યાનમાં સાગરના મોજાઓ જોઈ રહ્યો હતો. નારદ (૪૪) (૪૩)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy