SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં ક્ષુધા - તૃષા – શીત - તાપ - ડાંસ - મચ્છ૨ - નિષદ્યા વગેરે પરિષદો આવે છે પણ સાધુ - સાધ્વી, ભગવંતો પરિષહની સામે ઝઝૂમતા હોય છે. પરિષહ ન આવે કે આવેલ પરિષહને જલ્દી દૂર કરી દેવો એવો ભાવ મુનિ સેવતા નથી. કોઈપણ પ્રદેશમાં વિચરતા જૈન સાધુ-સાધ્વીજીના જીવનમાં અનેક પ્રકાર પરિષદો આવતાં જ હોય, પણ તેને હસતાં-હસતાં સહન કરી આત્મસ્થ રહેતા હોય છે. નિસર્ગજન્ય કષ્ટો તે પરિષહ અને દેવ-માનવ કે પશુ કૃત આવતી પીડા તે ઉપસર્ગ. જૂના સમયમાં ઉપસર્ગો આવતા તેમ આ યુગમાં પણ અનેક કારણો બને છે. સાધક જીવનમાં ઉપસર્ગો આવવાના અને તેનો સામનો કરવો પડે છે. અજાણ્યો પ્રદેશ, પ્રજામાં અજ્ઞાનતા, માંસાહારી જીવનશૈલી આવા કારણોથી જદા જુદા ઉપસર્ગો આવે છે. જો કે આ કાળમાં સાધ્વીજીઓ માટે વિહારનો પ્રશ્ન બહુ વિચારણીય છે. સંસ્કાર વિહીન ગ્રામીણ પ્રજા કે જંગલી જાતિઓ ઘણો ત્રાસ આપે, જેમાં સાધ્વીજીઓને ટકી રહેવું એ કપરું કાર્ય છે. માટે સાધ્વીજીઓનું સં-રક્ષણ કરવું એ સમાજનું મુખ્ય કર્તવ્ય થઈ પડે છે. અસ્તુ...! ૨૩ મા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથ સાથે કમઠ અનેક ભવોથી જોડાયેલો હતો. ભવોભવ ભિન્ન - ભિન્ન સંબંધે મળતો રહ્યો, પણ તેની વેરભાવના શાંત થઈ નહીં. દરેક ભવમાં પાર્શ્વનાથ પ્રભુના આત્માને તેણે ઉપસર્ગ આપ્યા, પણ પ્રભુએ સદા સહનશીલતા દાખવી. જેમ – જેમ કમઠ દ્વારા ઉપસર્ગ વધતા ગયા તેમ – તેમ પ્રભુની અંતર્ધ્યાનની સાધના ઊંચી ચઢતી ગઈ. એટલું જ નહીં, પણ પ્રભુની આંતરિક પ્રબળતાનો અલૌકિક પ્રભાવ બાહ્ય ક્ષેત્રમાં પણ ફેલાયો. પ્રભુ પાર્શ્વના દેહથી નીકળતા આભામંડળની જયોત વધુ ને વધુ ચમકવા લાગી. કમઠ થોડો સમય (૩૧) -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તો હતાશ થઈ ગયો, પણ હજુ અંતરના વેરની જવાળા બુઝાણી નો'તી. તેથી શાંત થતો નથી, પણ પાર્શ્વનાથ પ્રભુના ઘાતી કર્મ ચૂર-ચૂર થવા લાગ્યા અને પ્રભુ કૃપક શ્રેણીએ ચડવા માંડ્યા. અહીં એક સિદ્ધાંત પ્રગટ થાય છે - ઉપસર્ગ નિર્જરા. જૈન સાહિત્ય તેમજ અન્ય સાહિત્યમાં પણ સંતોને, અવતારોને, સામાન્ય જનસમૂહને તથા સમગ્ર પ્રાણી વર્ગને ઉપસર્ગ થયાના વર્ણન છે. ક્યારેક બન્ને પક્ષે વેરભાવ ઉછળતો હોય, તો બન્નેનું અહિત થાય છે, દુર્ગતિ પણ થાય છે. પણ જો એક પક્ષીય વેર હોય તો સંત આત્માનું તો કંઈ બગડતું નથી, પણ વેરથી જલતો પ્રાણી વેર-ઝેરથી રોમે-રોમે સળગતો રહે છે. દુબુદ્ધિથી કરવામાં આવેલો ઉપસર્ગ તેના માટે દુર્ગતિનું કારણ થાય છે અને સંતના માટે નિર્જરાનો હેતુ તથા સદ્ગતિનું કારણ છે. તેઓ પરિણામે આત્મદર્શી બની જાય છે. પ્રભુ પાર્શ્વનાથના આ ઉપસર્ગ પ્રસંગમાં આવું જ બન્યું છે. કમઠના પશે દુર્બુદ્ધિ છે, એ વેરથી ભરેલો છે, પણ પ્રભુ અત્યંત શાંત-શીતલ ભાવમાં છે. તેથી તેઓને આ ઉપસર્ગ આત્મશુદ્ધિનું કારણ બની જાય છે. આમ, ભગવાન પાર્શ્વનાથનું ચરિત્ર ઉપસર્ગ નિર્જરાનું એક અનુપમ ઉદાહરણ છે. તેવી જ રીતે ગજસુકુમાર, સુદર્શન શેઠ, ધર્મરુચિ અણગાર ગુણચન્દ્ર કેવળી આદિ સેંકડો મહાપુરુષો સમભાવથી ઉપસર્ગ સહન કરી પરમ નિર્જરા કરતાં – કરતાં મોક્ષ મંઝિલને પામી ગયા. સાધનાનું અંતિમ લક્ષ્ય છે મુક્તિ. આત્મા કર્મોદયને આધીન હોય છે, ત્યાં સુધી સંસારની વૃદ્ધિ થતી રહે છે. કર્મોનો ઉપશમ – ક્ષયોપશમ વર્તે છે ત્યારે સાધનામાર્ગની શરૂઆત થાય છે અને જ્યારે કર્મો ક્ષાયિકભાવને ભજે છે ત્યારે સર્વથા કર્મરહિત થઈ, શાશ્વત સિદ્ધિ રૂપ મોક્ષને પામે છે. (૩૨)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy