SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો પ્રભુએ બતાવેલ પૂર્વભવની ઘટના ઢંઢણ મુનિને જાણવામાં આવી. અંતરાય કર્મ અલાભ પરિષહ બનીને વિચલિત કરવા આવ્યું છે, પણ મુનિ જાગૃત છે. કર્મને જીતવા માટે એક આકરો અભિગ્રહ ધારણ કરવાની પ્રભુ પાસે આજ્ઞા માગે છે. મળતાં જ પોતાનો અભિગ્રહ પ્રગટ કરે છે, ‘હું આજથી પલબ્ધિ નહીં કરું એટલે કે કોઈની લાવેલી ગૌચરી નહીં વાપરું. મને મારી લબ્ધિ દ્વારા અર્થાત્ મારી પુણ્યાઈથી ગૌચરી મળશે તો જ વાપરીશ.' હંમેશાં ગૌચરી માટે પધારે છે પણ અભિગ્રહ પૂરો થતો નથી. અંતરાય તૂટી નથી. મુનિ વૈર્ય સાથે સ્વ સ્વરૂપમાં રમણ કરે છે. વળી એક ઘટના ઘટી. પ્રભુ નેમનાથની દેશના સભામાં ઉપસ્થિત કૃષ્ણ મહારાજા ભગવાનને પૂછે છે, “પ્રભો ! આપના આટલા સાધુઓમાં દુષ્કર સાધના કરનાર કયા મુનિ છે?” નેમનાથ પ્રભુએ ઉત્તર આપતાં જણાવ્યું કે, “બધા જ મુનિઓ દુષ્કર સાધના કરે છે પણ તેમાંયે ઢંઢણમુનિ સર્વથી અધિક છે. તેઓનો કઠિન અભિગ્રહ લાંબા સમયથી ચાલે છે.” ત્યારબાદ શ્રીકૃષ્ણ પ્રભુને વંદન કરી સ્વસ્થાને જઈ રહ્યા હતા. તેમણે રસ્તામાં ઢંઢણમુનિને ગૌચરી માટે જતા જોયા. હાથી પરથી ઉતરી ભક્તિભાવે મુનિને વંદન – નમસ્કાર કર્યા. આ દેશ્ય નજીકમાં રહેતા એક ભક્તિમાન શ્રાવકે જોયું. એમના અંતરમાં મુનિ પ્રત્યે માન જાગ્યું. અહો ! કૃષ્ણ વાસુદેવ પોતે જે મુનિને વંદન કરે, તે મુનિ કેવા ચારિત્રશીલ હશે? કારણ કૃષ્ણ વાસુદેવ તીર્થંકર પરમાત્માના તથ્યો તથા સિદ્ધાંતોના પરમ જાણકાર હતા. તેઓ જયાં યોગ્ય હોય ત્યાં જ વંદન કરે, તેથી જ એ શ્રાવક પણ મુનિ પ્રત્યે આકર્ષાયા. તેઓ તરત મુનિ સમીપે ગયા. વંદન - નમસ્કાર કરી પોતાના આવાસે પધારવા વિનંતી કરી. (૨૯) -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મુનિને અત્યંત શ્રદ્ધા - ભક્તિથી મોદક વહોરાવ્યા. મુનિ ગૌચરી લઈ જ્યાં પ્રભુ નેમનાથ બિરાજતા હતા ત્યાં આવ્યા. સવિનય પ્રભુને ગૌચરી બતાવી પ્રશ્ન કર્યો, “પ્રભો ! આજે મને ગૌચરી મળી છે શું મારું અંતરાય કર્મ ખપી ગયું?” પ્રભુએ જવાબ આપ્યો, “ના, મુનિ ! હજુ તમારું અંતરાય કર્મ બાકી છે, આજે તમને ગૌચરી મળી તે તમારી લબ્ધિથી નથી પણ કૃષ્ણ વાસુદેવ તમને નમસ્કાર કરતા હતા તે જોઈ શેઠે તમને આહારથી પ્રતિલાભિત કર્યા છે. તેથી આ ગૌચરી કૃષ્ણ વાસુદેવની લબ્ધિની છે.” આ સાંભળી ઢંઢણ મુનિને ખેદ ન થયો. તેઓ વિચારે છે કે, પરલબ્ધિનો આહાર મને ન ખપે. મારે અભિગ્રહ છે કે મારા લબ્ધિનો આહાર મળે તો જ કરવો. તેથી હું આ આહાર ગ્રહણ નહીં કરું. આમ જાણી તેઓ આહાર પરઠવા ગયા. પ્રાસુક ભૂમિનું પડિલેહણ કરી મોદક પરઠી દીધા. પરઠતા જ તેમનું ચિત્ત ચિતને ચડી ગયું – પૂર્વોપાર્જિત કર્મો કેટલા નિકાચિત હોય છે કે તેનો ક્ષય થવો અતિ-અતિ કઠિન છે. તેઓ પોતાની જાતને સંબોધીને કહે છે, “હે જીવ! તેં આવા કર્મ કરતાં વિચાર કેમ ન કર્યો ? તારા અવિચારી ક્રૂર કાર્ય દ્વારા જ ચીકણા કર્મો બંધાયા. હવે ચેતી જા. આશ્રવના દ્વાર બંધ કર અને સર્વ પ્રકારે સંવરભાવમાં સ્થિત થા !” આમ સ્વયં સાથે જ સંવાદ કરતાં-કરતાં ઊંડા ચિંતનમાં ઉતરી ગયા અને શુકલ ધ્યાનમાં મગ્ન થતાં ઢંઢણ મુનિના ચાર ઘાતી કર્મનો ક્ષય થયો, કેવળજ્ઞાન પ્રગટ થયું, વીતરાગતાને વરી ગયા. ધન્ય મુનિવર ! આવેલા પરિષહથી ક્ષોભ ન પામતાં, મનને યુભિત ન કરતાં, પોતાના કરેલા કર્મોના ઉદયને શાંત ભાવે સ્વીકાર કરી, સમત્વની સાધના દ્વારા સિદ્ધિ પામ્યા. આજના આ યુગમાં પણ પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વી ભગવંતોને (૩૦)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy