SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો ૨૨ સમુદ્રપાલની કથામાં સંબોધ - ડૉ. રેખા વોરા -જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનોજ્યારે બધા ગ્રહો ઉચ્ચ સ્થાને હતા ત્યારે રાણીએ સુંદર બાળકને જન્મ આપ્યો. પુત્રજન્મની ખુશાલીમાં (ક્ર. ૪ થી ૬) તળપદી રીતે ઉજવાયેલો પ્રસંગ તે સમયના જન્મમહોત્સવની પ્રથાનો અચૂક અણસાર આપે છે. કર્તાની વિદ્વતા તથા જાણપણાની સાક્ષી પૂરે છે. ભવ્યાતિભવ્ય મહોત્સવ જોઈ સ્વર્ગના અધિપતિ ઈન્દ્ર મહારાજ પણ આશ્ચર્યચકિત થયા. દસમે દિવસે રાણીએ દેહશુદ્ધિ કરી, પરિવારજનોને ભોજન કરાવી સંતુષ્ટ કર્યા. ભૂવાઓએ બાળકનું નામકરણ કર્યું. બાળકનું નામ સુગ્રીવકુમાર રાખ્યું. ધાવમાતાઓ વડે લાલનપાલન થતાં, વિદ્યાભ્યાસ કરી સુગ્રીવકુમારે ૨૦ વર્ષની વયે ઘણી કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. અમરસેન રાજાએ સદ્દગુરુના સંગથી સંસાર અસાર જાણી દીક્ષા લીધી. સુગ્રીવકુમાર સૂર્યની જેમ શૂરવીરતાથી દીપતા હતા. તેમણે પૂર્વકૃત સંસ્કારથી ખૂબ પુણ્યોપાર્જન કર્યું. અનુક્રમે ૮૪,૦૦૦ વર્ષ વ્યતીત થતાં શ્રી યુગમંધર જિનેશ્વર પાસે ધર્મદેશના શ્રવણ કરી. જિનવાણીમાં ચિત્ત ચોંટી જતાં પુત્રને રાજકાજ સોંપી શ્રમણધર્મ અંગીકાર કર્યો. એક લાખ પૂર્વનું શુદ્ધ સંયમ પાળી પરમપદ પામ્યા. ઢાળ : ૨૧ કાવ્યના અંતે સામાન્યતઃ કવિનો પરિચય, એમના ગુરુનો નામોલ્લેખ, ગ્રંથની રચનાતાલ અને ફળશ્રુતિ છે. આમ, વિદ્વાન કર્તાએ જૈન ધાર્મિક અને દાર્શનિક સિદ્ધાંતોને ગેય પદો દ્વારા સરળ બનાવીને સુંદર રજૂઆત કરી છે. સામાન્ય માનવ પણ તેને સરળતાથી હૃદયંગમ બનાવી શકે છે. તપ ધર્મનો મહિમા વર્ણવતી આ કૃતિ કવિના ઉદ્દેશને ફળીભૂત થતી જોઈ શકાય છે. | (જૈન દર્શનના વિદ્વાન ડૉ. ભાનુબહેન સશાહ (સત્રા) એ શ્રાવકકવિ ઋષભદાસની રચના સુમિત્ર રાજશ્રી રાસ પર મહાનિબંધ લખી Ph.D. કર્યું છે. હસ્તલિખિત ગ્રંથોના સંશોધનકાર્યમાં ખૂબ રસ ધરાવે છે.) - ૧૦૨ આગમમાં ઉત્તરાધ્યયન સૂત્ર, વાંચો વરસમાં એકવાર, જ્ઞાનનો દીપ અંતરે પ્રગટશે, દૂર થશે અંધકાર.” પરમકૃપાળુ પરમાત્મા મહાવીરના ઉપલબ્ધ સૂત્રોના બે વિભાગ પડે છેઃ(૧) અંગ પ્રવિષ્ટ :- આ સૂત્રોનું ગૂંથન ગણધર ભગવંતોએ કર્યું છે. (૨) અંગ બાહ્ય :- આ સૂત્રોનું ગૂંથન ગણધરો અને પૂર્વાચાર્યોએ કર્યું છે. આ બંને પ્રકારના સૂત્રોમાં પ્રભુ મહાવીર અને પૂર્વવર્તી તીર્થંકર પરમાત્માઓના આત્માનુભવનું જ દર્શન થાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ અંગબાહ્ય પ્રકારનું સૂત્ર છે. જેમનું ગોત્ર અગ્નિ વૈશ્યાયન હતું તેવા પ્રભુ મહાવીરના પાંચમાં ગણધર સુધર્માસ્વામીએ આ ઉત્તરાધ્યયન સૂત્ર તેમના શિષ્ય જંબુસ્વામીને સંબોધીને કહેલું છે. “સમયે ગામ મા પમાયણ, વાસન મહાવીરે અવમવધ્યાર્થ’ ઈત્યાદિ સૂત્રો વારંવાર આવે છે. જે પરથી જણાય છે - ૧૦૩
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy