SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન કથાનકોમાં સદ્ભાધના સ્પંદનો આપી નવદંપતીના લગ્નજીવનની મંગળકામના કરવામાં આવે છે, એ જ જુગજૂની પરંપરાને અનુસરી ભીમરાજાએ ભાટચારણો અને વાચકોને દાન આપી ખુશ કર્યા. તેમણે નવદંપતીને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા. ઢાળ : ૧૫ નવવધૂઓ સાથે વરદત્તકુમારનું નગરમાં ભવ્યાતિભવ્ય સામૈયા સાથે આગમન થયું. પ્રણાલિકાનુસાર સો વહુવારુઓને સાસુએ પગે પડામણીમાં કંકણ, કુંડળ આદિ વસ્તુઓ ભેટમાં આપી. પુત્રને રાજયનો ભાર સોંપી વૃદ્ધાવસ્થા થતાં રાજવી અજિતસેન દીક્ષિત થયા. વરદત્તકુમાર રાજા થયા. તેમણે રાજ્યના સીમાડા વધાર્યા. અંતે પિતાને પગલે પગલે ચાલી મુનિપણું અંગીકાર કર્યું. ઢાળ : ૧૬ ગુણમંજરીના સૌંદર્યનું દીર્ઘવર્ણન, જેમાં શૃંગારરસ ખીલી ઊઠ્યો છે. ઉપમા, ઉન્મેક્ષા જેવા અલંકારો વિખરાયેલાં મોતીની જેમ સંપૂર્ણ ઢાળમાં અહીં તહીં વેરાયેલ જોવા મળે છે. ઢાળ : ૧૭ અને ૧૮ વાડિલપુરના રાજવી જિનચંદ સાથે ગુણમંજરીના વિવાહ થયા. અહીં લગ્નવિધિ અને ચોરીનું વર્ણન સંસારથી વિરક્ત થયેલા સાધુ કવિ દ્વારા સુરેખ થયું છે. તેમાં તે સમયની પરંપરાનો અણસાર છતો થાય છે. સાસુએ ગુણમંજરીને ‘ફૂલી આંગણમેં ફિરૈ’ એવા આશીર્વાદ આપ્યા. જે ‘દૂધો નાવ, પૂતો ફલો” એ કહેવતને ચરિતાર્થ કરે છે. વરદત્ત મુનિ સમ્યપણે સંયમનું પાલન કરી વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રની પુષ્પકલાવતી વિજયની પુંડરીકિણી નગરીમાં અમરસેન રાજાની પટરાણી ગુણવંતીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. આ પુત્રનું નામ સુરસેન રાખ્યું. બાર વર્ષની વયે ૧૦૮ કન્યાઓ સાથે વિવાહ થયા. અમરસેન રાજાએ રાજયનો ભાર સુરસેનને સોંપી ગૃહત્યાગ કર્યો. -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોઢાળ : ૧૯ રાજવી સુરસેન ગુણિયલ અને ધર્મપ્રિય હતા. તેઓ ગુરુ આજ્ઞાને ‘તહતુ’ કરી સ્વીકારનારા અને ગુરુના આદેશને અનુસરનારા હતા. એકદા નગરમાં તીર્થંકર શ્રી સીમંધરસ્વામી તેમના શિષ્ય પરિવાર સાથે પધાર્યા ત્યારે રાજવી સુરસેન ચતુરંગી સેના સાથે, પ્રમોદ સહિત રાજવી ઠાઠમાઠપૂર્વક, નગરજનો સહિત પરમાત્માના દર્શન-વંદનાર્થે ઉદ્યાનમાં આવ્યા. પાંચ અભિગમ સાચવી, કેવળજ્ઞાનીનો વિનય કરી તેઓ ઉચિત સ્થાને પર્ષદામાં બેઠા. પ્રસંગોપાત કવિરાજે કાવ્ય કંડિકામાં કરેલું વર્ણન શ્રી ઉવવાઈ સૂત્રમાં આગમકારના વર્ણનની ઝાંખી કરાવે છે. શ્રી સીમંધર જિનેશ્વરે અમૃત સમાન મધુર દેશના આપી. “ચોર્યાશી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરતાં જીવે ઘણી માયા કરી છે. તેથી તેને ભવરોગ લાગુ પડ્યો છે. આ ભવાટનમાં જીવે ઘણીવાર પુત્ર, પત્ની, પતિ, મિત્ર આદિ સંબંધો બાંધી પાપકર્મ આચર્યા છે. જે શુભાશુભ કર્મ કરે છે તેને સુખ-દુ:ખ મળે છે, તેથી સદા સુક્ષ્મ કરો. જ્ઞાનપંચમી તપ કરો. જે માનવી એકચિત્તે જ્ઞાનપંચમીની આરાધના કરશે તે વરદત્તની જેમ વ્યાધિ ટાળી સમાધિ મેળવશે.” આ સાંભળી રાજવી સુરસેનના હૃદયમાં ‘વરદત્ત કોણ હતો ?” એનો વૃત્તાંત સાંભળવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. ત્યારે શ્રી સીમંધર સ્વામીએ વરદત્તના પૂર્વભવની કથા અથથી ઇતિ સુધીની કહી. પોતાના જ પૂર્વભવોને સાંભળી રાજવી સુરસેન પ્રતિબોધ પામ્યા. તેઓ ૧૦,OOO વર્ષનું રાજયસુખ ભોગવી, પુત્રને કારભાર સોંપી તીર્થકર ભગવંત પાસે દીક્ષિત થયા. તેઓ ૧,OOO વર્ષનું ચારિત્ર પાળી કેવળજ્ઞાની બની સિદ્ધ-બુદ્ધ-મુક્ત થયા. ઢાળ : ૨૦જિનેશ્વર ભગવંતે ગુણમંજરીનો અવદાત કહ્યો. જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રની રમણિક વિજયના અમરસેન મહારાયની ગુણવાન અને શીલવાન ભામિની અમરવતીની કુક્ષિમાં ગુણમંજરીનો આત્મા અવતર્યો. - ૧૦૦ ૧૦૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy