SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પંક્તિમાં ૩૦ થી ૩૫ અક્ષરો મુદ્રિત છે. પ્રત્યેક પત્રના મધ્ય ભાગમાં ચોખંડા જેવી જગ્યા વચ્ચે કોરી છે, પરંતુ તે આકાર અનિશ્ચિત છે. આ ચોખંડામાં ઉપર-નીચે, જમણી-ડાબી બાજુએ એક એક અક્ષર સુઘડ રીતે મુદ્રિત છે. પત્રની બન્ને બાજુ દોઢ ઈંચનો હાંસિયો છે. હાંસિયામાં પત્રક્રમાંક અને કોઈ જગ્યાએ ખૂટતા પાઠ પાછળથી ઉમેરાયા છે. પ્રતની સ્થિતિ સામાન્ય છે. અક્ષરો મધ્યમ કદના અને સ્વચ્છ છે. પ્રત પ્રારંભ / ૬૦ // $ નમ: થી થયો છે. પ્રતના અંતે સુકાવવા ફરમાવેની શવનાય એવું લખ્યું છે. કર્તા અને રચનાતાલઃ- પ્રસ્તુત પદ્યકૃતિ સં. ૧૭૪૮ કારતક સુદ પંચમી, સોમવારે, આગ્રામાં રચાઈ છે. ઢાળ (૨૧) અનુસાર તપગચ્છના વિજયપ્રભસૂરિજીની પરંપરાના ચારિત્રસાગરજીના શિષ્ય કલ્યાણસાગરજીના શિષ્ય ઋધિસાગરજીના શિષ્ય ઋષભસાગરજીએ ‘કરમાદે’ નામની પવિત્ર અને ધર્મિષ્ઠ શ્રાવિકાના કહેવાથી તેમજ લોકકલ્યાણ માટે જ્ઞાનપંચમીનો મહિમા દર્શાવતી ઉપદેશ પ્રધાન રચનાનું ઝરણું પ્રગટતાં મૂલ્યવાન કૃતિનું કવન કર્યું છે. ફલશ્રુતિઃ- જૈન ધર્મનું પરમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. જ્ઞાન એ મોક્ષપ્રાપ્તિમાં જીવાદોરી સમાન છે. જ્ઞાનમાં અવરોધક જ્ઞાનાવરણીય કર્મ છે. તેને ખસેડવા જ્ઞાનપંચમીનો આરાધનાનો માર્ગ ખુલ્લો કરી પરમપદ પ્રાપ્તિ તરફ કવિરાજ દિશાચિંધણું કરે છે. કથાનાયક અને નાયિકાએ પૂર્વભવમાં જ્ઞાનની વિરાધના કરી તેનાં કડવાં ફળો ચાખ્યાં પરંતુ સદ્દનસીબે સદ્દગુરુનો ભેટો થતાં જ્ઞાનપંચમીની આરાધનામાં એવાં તો ઓળઘોળ થયાં કે શિવરમણીનાં સુખો મેળવીને જ રહ્યાં. કવિરાજે કથાની સાથે પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતનો ઉપદેશ ગૂંથી લીધો છે. શ્રીપાળ-મયણાસુંદરીની કથાની જેમ આ કથામાં તપ અગ્રસ્થાને છે. -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો કથાવસ્તુ :- ઢાળ : ૧ માં રચનાકારે મંગલાચરણમાં પાર્થ પ્રભુની સ્તવના કરી કથાનાયકના વતનનો પરિચય આપતાં પદ્મપુર નગરનું શબ્દચિત્ર ખડું કર્યું છે. તેઓ આટલેથી અટકતાં નથી, પરંતુ તે સમયની રાજનીતિ, જાહોજલાલી, વેપાર-વાણિજયનો અહેવાલ આપી પાઠકને પ્રાચીનકાળમાં દોરી જાય છે. અહીં કવિ પ્રતિભાનો ઉત્તમ પરિચય અભિપ્રેત થયો છે. કવિશ્રીની કલમ વર્ણનોમાં અતિશયોક્તિ વિના સ્વાભાવિક રીતે આસાનીથી વિહરી રસલહાણ કરાવે છે. પદ્મપુરના મહાપ્રતાપી રાજવી અજિતસેન અને પટરાણી યશોમતીનો કામદેવ જેવો સ્વરૂપવાન કુંવર એટલે કથાનાયક વરદત્તકુમાર ! કર્તવ્યશીલ માવિત્રોએ આઠ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે કલાચાર્ય પાસે મોકલ્યો. પ્રસંગોપાત કવિરાજ ઉપમા અલંકારમાં વિદ્યાનું મહત્ત્વ કંડારે છે. વિણ વિદ્યા બાલક બાકરો, કહીએ વલિ જેવો કાંકરો; નવિ શોભે તિણ સભા સ્વયંસ, શોભે ન બગ જિહાં બેઠા હંસ.” અનપઢની અવદશા દર્શાવી કવિરાજના હૃદયમાં ‘વિદ્વાન સર્વત્ર પૂક્યતે' એવો ભાવ છુપાયેલો છે. વિદ્યાધ્યયન પૂર્વે થતી તે કાળની રસમ પણ આશ્ચર્યજનક છે. રાજવી અજિતસેને પંડિતોને બોલાવી શુભ મુહૂર્ત શોધાવ્યું. ત્યારબાદ માતા શારદાનું પૂજન કરી વરદત્તકુમારને ચંચળ ઘોડા ઉપર બેસાડી, વાજિંત્રોના નાદ સાથે, હર્ષભેર નગરની સ્ત્રીઓના મંગળ ગીતો સાથે મોટા આડંબરપૂર્વક વ્યાસ નામના કલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ માટે મોકલ્યો. ઢાળ : ૨ કલાચાર્યે સૌ પ્રથમ વર્ણમાળાના અક્ષરોનો ઉચ્ચાર કરાવ્યો. પ્રતિદિન વરદત્ત કલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ માટે આવતો. કલાચાર્ય તનતોડ - ૧૬૩ - ૧૨ -
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy