SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો ૨૧ કવિશ્રી ઋષભસાગરજી કૃત વરદત્ત - ગુણમંજરીની ચોપાઈ - કથાનક - ડૉ. ભાનુબેન જે. શાહ (સત્રા) - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોપ્રિયપાત્ર એવા ગજસુકુમારનો જન્મ તથા તેમના પરિષદની કથા છે. આખી ધર્મકથામાં સંયોગ અને વિયોગ સંકળાયેલા છે. છ ભાઈનો જન્મ થતાં માનવભવનો સંયોગ થયો પણ માતા દેવકીનો વિયોગ થયો. જો દેવકીમાતાનો સંયોગ રહેત તો જીવથી વિયોગ થવું પડત ! ભલે દેવકીમાતાનો વિયોગ થયો પણ પરસ્પર ભાઈઓનો સંયોગ જ રહ્યો. કારણ કે ભાઈઓના પરસ્પરના પુણ્ય હતા કે છયે ભાઈઓ છૂટા ન પડ્યા. હવે છએ ભાઈઓ દીક્ષા લીધી ત્યારે સુલસામાનો વિયોગ થયો, પણ પરમાત્માનો સંયોગ થયો, ૩૨ પત્નીનો વિયોગ થયો પણ પ્રવચનમાતા (પસમિતિ + ૩ ગુપ્તિ - દીક્ષા) નો સંયોગ થયો. દેવકીમાતા અને છયે દીકરાઓનો વિયોગ આશરે ૯૯૦-૯૯૧ વર્ષે સંયોગમાં પલટાયો. આમ, સંયોગ-વિયોગ તો પગમાં ખૂંચેલા પથ્થર જેવા છે. જે પથ્થર ખૂંચેલો હોય તેને ખેંચવો – ઉખેડવો પડે પણ જે ખૂંચેલો નથી તેને હાથેથી ઉપાડી બાજુએ મૂકાય. એવું હકારાત્મક અને સકારાત્મક વલણ જ જીવને ન્યાલ કરી દે છે. અંતે, યે મુનિરાજોએ ૧૪ પૂર્વનું અધ્યયન કર્યું, ૨૦ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કર્યું; એક માસની સંલેખના દ્વારા સર્વ કર્મનો ક્ષય કરી શત્રુંજય પર્વત પર સિદ્ધગતિને પામ્યા અને છેલ્લે, શરીર તથા સંસારનો વિયોગ થતાં સિદ્ધનો સંયોગ થયો. આમ, આ કથામાંથી બોધનું અમૃત, આચારની સમજણ, વિચારની દિશા, ધર્મની પ્રેરણા, ભક્તિના પાઠ શીખવા મળે છે. આગમમાં દર્શાવાયેલી એક પણ ક્રિયા નાની કે નમાલી નથી તો એક પણ કથા ઉપદેશવિહીન નથી, એક પણ વચન ખોખલું નથી, એક પણ આચાર વ્યર્થ નથી, એક પણ સમાચારી વિંધ્યા નથી. જ્ઞાન સાથે ક્રિયાનો સમન્વય જ મોક્ષ આપશે. (ડૉ. કેતકીબહેને ગુણસ્થાનક પર સંશોધન કરી અને Ph.D. ની ડિગ્રી મેળવી છે. તેઓ જૈન શિક્ષણ અને સાધુ-સંતોની વૈયાવચ્ચમાં ખૂબ રસ લે છે.) - ૧૬૦ - પ્રસ્તુત મહામૂલી કૃતિના શીર્ષકમાં ‘ચોપાઈ' શબ્દનો પ્રયોગ થયો છે. વાસ્તવમાં ચોપાઈ છંદ સોળ માત્રાનો છે. ૨૧ ઢાળમાં અક્ષરદેહ પામેલી આ દીર્ઘ રચના ચોપાઈ છંદમાં રચાયેલી નથી. તેના ચાર ચરણને કારણે ચોપાઈ નામાભિધાન આલેખાયું છે. આ ચોપાઈનું માળખું રાસની જેમ દુહાઢાળ, દુહા-ઢાળ એ પ્રકારે રચાયું છે. આ ગેય કૃતિ વિવિધ દેશીઓ અને રાગરાગિણીથી રસપ્રદ બની છે. મધ્યકાલીન સાહિત્યના ઉદ્યાનમાં અનેક સાહિત્ય કુસુમો ખીલ્યાં છે. તેમાંથી જ્ઞાનપંચમીનું માહાભ્ય દર્શાવતી આ ઐતિહાસિક કથાની હસ્તપ્રત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર કોબા (ગાંધીનગર) થી હાથવગી થઈ છે. હસ્તપ્રત પરિચય :- ગ્રંથ ક્રમાંક - ૦૧૩૪૦, પત્ર સંખ્યા - ૩૦, પ્રતનું માપ – ૨૭ x ૧૨ સે.મી. પ્રતિ પત્ર ઉપર ૧૧ પંક્તિઓ છે. પ્રતિ - ૧૬૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy