SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો નીકળીને ત્રણ સંવાડામાં ચપળતા, ચંચળતારહિત ભિક્ષા માટે ઉચ્ચ-નિમ્નમધ્યમ કુળોમાં ફરવા લાગ્યા. અહીં ગોચરી માટે સંત-સતીઓએ ક્યારે અને કેવી રીતે નીકળવું તેનું સુંદર અને વિધિવત્ વર્ણન છે. તે સમયમાં સાધુ પ્રાયઃ ત્રીજા પ્રહરમાં ગોચરી જતા અને એક ટંક (સમય) ભોજન કરતા. છ મુનિઓની ગોચરી એક મુનિ પણ લાવી શકે છે, પરંતુ વિશિષ્ટતપસાધના, અભિગ્રહ ધારણ સ્વતંત્ર ગોચરીમાં શક્ય બની શકે છે. બે સંત સાથે જવામાં એક સંત ગોચરી અને બીજા પાણી ગ્રહણ કરી શકે છે. આજે આહાર તો પ્રાયઃ કરીને ગૃહસ્થના ઘરેથી ગવેષણા કરી સાધુ લાવે છે પણ પાણી તો ઉપાશ્રયના રસોડેથી જ વહોરતા સાધુસાધ્વીની સંખ્યા વધારે છે. તેમાં કદાચ શ્રાવકોની બેદરકારી છે અને સાધુસાધ્વીના નબળાં સંઘયણને દોષ આપી શકાય. તેમ છતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવના બહાના આગળ ન ધરીને સૂઝતાં-અસૂઝતાની ગવેષણા કરી ઘરેઘરેથી કલ્પનીય પાણી વહોરનાર સાધુ-સાધ્વી ધન્યવાદને પાત્ર જરૂર છે !!! ત્રણ સંઘાડામાંથી એક સંઘાડો (બે મુનિનો) ફરતાં ફરતાં રાજા વસુદેવના મહારાણી દેવકીના મહેલમાં પધાર્યા. તે સમયે દેવકી પ્રસન્નચિત્ત થયા. પ્રફુલ્લિત હૃદયે આસનથી ઊભા થઈને સાત-આઠ પગલાં સામે ગયા. વંદન નમસ્કાર કરી રસોઈઘર હતું ત્યાં આવ્યા. સિંહકેસર લાડવાઓનો થાળ ભરી મુનિઓને વહોરાવ્યા. ફરી વંદન-નમસ્કાર કરી તેઓને વિદાય કર્યા. પ્રથમ સંઘાડો ગયા બાદ બીજો સંઘાડો આવ્યો. ફરી તે જ રીતે લાડવા વહોરાવી વિદાય આપી. અહીં ગોચરી અર્થે સાધુ પધારે ત્યારે શ્રાવકનો વિનય કેવો હોય તે દર્શાવ્યું છે કે સાધુને આવતાં જુએ કે તરત જ આસનથી ઊભા થવું અને તેમની સન્મુખ જવું તે શ્રાવકનો વિશિષ્ટ વ્યવહાર છે. + ૧૫૬ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ત્યાર પછી ત્રીજો સંઘાડો દેવકીમાતાના ઘરે આવ્યો. ફરી તે જ રીતે પ્રસન્નચિત્તે ગોચરી વહોરાવ્યા પછી દેવકીમાતા બોલ્યા, “દેવાનુપ્રિયો ! કૃષ્ણ વાસુદેવની પ્રત્યક્ષ સ્વર્ગપુરી સમાન દ્વારકા નગરીમાં શ્રમણ નિગ્રંથોને ગોચરી હેતુ ફરતાં શું આહાર-પાણી પ્રાપ્ત નથી થતાં ? કે જે કુળોમાંથી એણે પહેલાં આહાર-પાણી લીધાં છે તે જ કુળોમાં પુનઃ પુનઃ આવવું પડે છે?” અહીં દેવકી માતાની વિશાળતા અને વિવેકનું દર્શન થાય છે. બધાંને વિધિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવથી વહોરાવ્યા પછી તેઓ નમ્રતાથી પૂછે છે. સાચા શ્રાવક સાધુના અમ્માપિયા કહેવાય છે, તે સંતોને ક્યારેક જિજ્ઞાસા કે શંકાના સમાધાન માટે પ્રશ્ન પૂછીને જાગૃત રાખી શકે છે. રખેને ! કોઈ દોષ ન રહી જાય ! દેવકી માતાના પ્રશ્નથી મુનિ વિસ્તારથી, પ્રેમથી જવાબ આપે છે, આપ કહો તેમ નથી. વાસ્તવમાં અમે છ સહોદર ભાઈઓ છીએ. એક સમાન દેખાઈએ છીએ. બન્નેના ત્રણ સંઘાડામાં ગોચરી કરતાં ત્રણેય સંઘાડા તમારા ઘરે આવ્યા હોય તેમ લાગે છે. અમે પહેલાં બે સંવાડાના મુનિ નથી.” મુનિએ પણ બહુ વિવેકપૂર્ણ ભાષામાં પ્રત્યુત્તર આપ્યો. જેની કોઈ તિથિ નથી એવા અતિથિ-અણગાર છે. કોઈપણ જાતના સંદેશા વગર, ગોચરીના ૪૨૪૭-૯૬ દોષને ટાળીને આહાર-પાણી લેતાં સંત-સતીઓ આગમકાલીન આચારની પરંપરાને જાળવી વ્રતની વફાદારી રાખે છે એ જ મહાવીરના શાસનને ૨૧,૦૦૦ વર્ષ જીવંત રાખશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રમણોએ વિદાય લીધી પણ દેવકીના મનમાં ઉહાપોહ જાગ્યો કે, પોલાસપુર નગરમાં અતિમુક્ત, કંસના ભાઈ હતા. જેમણે લધુવયમાં સંયમ ગ્રહણ કર્યો હતો. જે સમયે કંસની પત્ની જીવયશા દેવકીના વિવાહોત્સવ પ્રસંગે આનંદપ્રમોદ કરી રહી હતી, તે સમયે કંસના નાના ભાઈ અતિમુક્ત અણગાર ગોચરી માટે પધાર્યા. રંગરાગમાં મસ્ત જીવયશાએ પોતાના દિયર ૧૫e.
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy