SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો(નામ આગમમાંથી જાણવા) મૂળ, અર્થને ગ્રંથ તથા પ્રયોગ દ્વારા સિદ્ધ કરાવી અને શીખવાડી. અહીં સુધી શૈશવ અને શૈક્ષણિક જીવનનું વર્ણન છે. બાળકના સંસ્કાર ઘડતરનો કોલ ગર્ભાવસ્થાથી લઈ આઠ વર્ષ સુધીનો છે. એ સંસ્કાર ઘડતરમાં ઘરનું વાતાવરણ, માતાપિતાની જાગૃતિ વધુ જવાબદાર બને છે. પ્રાયઃ આઠ વર્ષની ઉંમરનું ઘરના સંસ્કારથી ઘડાયેલું બાળક બહારના વાતાવરણમાં જાય તો પણ તેનામાં પ્રાયઃ કુસંસ્કાર પ્રવેશી શકતા નથી. જયારે આજે વિદેશી વાયરાથી રંગાયેલી માતા પોતાના બાળકને સર્વશ્રેષ્ઠ બનાવવાની હોડમાં અને લ્હાયમાં, બાળક હજુ બોલતા પણ ન શીખ્યું હોય ત્યાં તેને પ્લેહાઉસ કે નર્સરીમાં બેસાડી દે છે. બાહ્ય વિદ્યાભ્યાસની યોગ્યતાનો પ્રારંભિક કાળ સાતિરેક આઠ વર્ષનો છે. અનેકસેનકુમારનો યૌવનાવસ્થામાં પ્રવેશ થતાં સમાન વય, સમાન ત્વચા, રૂપ, ગુણ તથા સમાન ઈભ્યકુળની ૩૨ ઈભ્ય કન્યાઓ સાથે એક જ દિવસે માતાપિતાએ વિવાહ કરાવ્યો. વિવાહ બાદ નાગગાથાપતિએ અનેકસેનને પ્રીતિદાનમાં ૩૨ કરોડ સુવર્ણ-રજતથી લઈ તમામ ભોગોપભોગની સામગ્રી આપી. અનેકસેનકુમારે તે બત્રીસ પત્નીઓમાં વિભાજિત કરી વહેંચી દીધી. અહીં નોંધનીય બાબત એ છે કે વિવાહ હંમેશાં સમાન કુળાચાર સંપન્ન સાથે જ કરવામાં આવે છે. આજે પ્રેમલગ્નની ઘેલછાએ આંતરજાતીય વિવાહમાં મોટાભાગે પાછળથી ઉદ્ભવતા પ્રશ્નો અને સમસ્યાઓ જીવન વેરવિખેર કરી નાંખે છે. તે જ ભક્િલપુર નગરીના શ્રીવન નામના ઉદ્યાનમાં ભગવાન અરિષ્ટનેમિ (૨૨ મા તીર્થંકર) પધાર્યા, જનસમૂહ ધર્મોપદેશ સુણવા જઈ રહ્યો હતો. તેનો કોલાહલ સાંભળી કારણ પૂછ્યું અને તેઓ પણ ભગવાન સમીપે -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો આવ્યા. પ્રવચન પ્રભાવથી વૈરાગ્ય જાગ્યો અને પ્રભુના ચરણોમાં દીક્ષિત થયા. અઢળક સંપત્તિના ધણી હોવા છતાં, વૈભવની છોળમાં માણવા છતાં, ૩૨-૩૨ સુંદર પત્નીઓ હોવા છતાં એ બધું છોડીને દીક્ષા લેવી એ અપૂર્વ વાત છે. કારણ કે પુણ્ય કર્મના ઉદયમાં આત્માને સુખ દેવાનો સ્વભાવ નથી. મોહરાજા પાપની ગોળી મારી ધર્મ કરતાં અટકાવે કાં તો પુણ્યનો ગોળ આપી, લલચાવી, પોતાના પાસમાં જકડે છે. પણ તેના સકંજામાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય ધર્મ છે. આ જ રીતે અનેકસેનકુમારથી લઈ શત્રુસેન કુમારનું જાણવું. અહંત અરિષ્ટનેમિ ભગવાનના ૬ અંતેવાસી અણગાર સહોદર ભાઈ હતા. તેઓ એક સમાન આકારવાળા, સમાન ત્વચાવાળા તથા સમવયસ્ક જણાતા હતા, નળકુબેર સમાન શોભતા હતા. દીક્ષાને દિવસે જ ભગવાનને વંદન-નમસ્કાર કરીને જીવનપર્યત નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ તપસ્યા કરવાની અનુજ્ઞા માંગી. છઠ્ઠ તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. વિચરતા વિચરતા એકદા છએ અણગારો ભગવાન સાથે દ્વારકા નગરીમાં પધાર્યા. એક સમયે છઠ્ઠના પારણાના દિવસે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરી, બીજા પ્રહરમાં ધ્યાન કર્યું, ત્રીજા પ્રહરમાં કાયિક અને માનસિક ચપળતાથી રહિત થઈને મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું, પાત્ર વસ્ત્રોનું પ્રતિલેખન કર્યું, પ્રતિલેખન કરીને પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરીને પાત્રોને ઝોળીમાં રાખ્યાં, તે લઈને ભગવાન પાસે વંદન નમસ્કાર કરીને બોલ્યા કે હે ભગવન્ ! આપની આજ્ઞા હોય તો અમે તો છઠ્ઠના પારણા માટે બન્નેના ત્રણ સંઘાડાએ દ્વારકા નગરીમાં ભિક્ષા હેતુ ગમન કરવા ઇચ્છીએ છીએ. ભગવાન બોલ્યા – ૩ સુk વેવાઈપિયા ! મા પડવંધં કરે - જેમ આપને સુખ ઊપજે તેમ પ્રતિબંધ વિના કરો. છએ મુનિ પ્રભુની અનુજ્ઞા પામી, વંદન-નમસ્કાર કરી બહાર ૧૫૫ * ૧૫૪
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy