SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો વિદેશી માલ આવતો બંધ થાય તો વિદેશના વ્યાપાર કરવા માટેના બંદરો-પોર્ટ મેળવવા માટે થતા ખટરાગ, વિશ્વયુદ્ધ વગેરે બંધ થાય. વિશ્વયુદ્ધો બંધ થાય તો અણુબોંબ, હાઈડ્રોજન જેવા વિષારી બોમ્બોને બદલે માનવહિતની તથા શાંતિવર્ધક શોધ થવા પામે. આ રીતે અબજો રૂપિયાઓનો નાશ અટકે, જે જનહિત માટે વાપરી શકાય. આ વ્રત તૃષ્ણા ટૂંકાવવા માટે અને અપરિગ્રહની દૃઢતા માટે જરૂરી છે. (ડૉ. પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કરી Ph.D. કર્યું છે. મહાસંઘના ધાર્મિક શિક્ષણ બોર્ડમાં ઉપપ્રમુખ છે. હસ્તલિખિત પ્રતોના સંશોધન કાર્યમાં રસ ધરાવે છે.) --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જેમ ચારુદત્તે દિગ્વિરતિ વ્રત નહોતું લીધું તેને કારણે અનેક સ્થાને ભમી ભમીને દુઃખી થયો, તેમ જે પ્રાણી તે વ્રત ગ્રહણ નહીં કરે તો દુ:ખી થશે. માટે ભવ્યજીવોએ આ વ્રત ગ્રહણ કરવું. સર્બોધ સ્પંદન:- આજે માનવીની લાલસાઓ દિવસે ન વધે એટલી રાત્રે વધે છે. જેને કારણે તે દેશના એક રાજયમાંથી બીજા રાજ્યમાં તેમજ દેશ-વિદેશમાં દોડાદોડ કરે છે. ક્યારે વ્યાપારાર્થે, પ્રદર્શનાર્થે કે પર્યટણાર્થે ફર્યા કરે છે. માણેક માટે બર્મા જશે તો હીરા માટે એન્ટવર્પ કે આફ્રિકા જશે. વળી, ચાઈના તો બધા પ્રકારની કટલરી માટે આંટા માર્યા કરશે. એક દિશામાંથી બીજી દિશામાં દોડાદોડ કરનારને ઘડીભર પણ નિરાંતે બેસીને દોડાદોડના ધ્યેય વિચારવાની ફુરસદ પણ નથી મળતી. એ જે ક્ષેત્રમાં જાય ત્યાંના વેપારધંધા પર પોતાની કાબેલિયતને કારણે વર્ચસ્વ જમાવી દે છે. તેથી ત્યાંના વતનીઓના ધંધા-રોજગાર છીનવાઈ જાય છે, જેથી અહિંસા વ્રતના અતિચાર લાગે છે. વળી, તેમની પ્રવૃત્તિથી પરદેશી વ્યાપારીઓ અને તે દેશના વતનીઓ વચ્ચે ઘર્ષણ, વૈમનસ્ય આદિ ઉત્પન્ન થાય છે. જો દિશાની મર્યાદા બાંધી હોય તો જે તે દેશોમાં જવાનો પ્રસંગ જ ઉદ્દભવતો નથી અને સંઘર્ષથી બચી જવાય છે. દિશાની મર્યાદાને કારણે ચાઈના-આફ્રિકા વગેરે દેશોમાંથી માલ મંગાવી શકાય નહિ તેમ માલ મોકલી પણ શકાય નહિ. તેમજ બીજા દેશો પર આધાર રાખવાની વૃત્તિ દૂર થાય અને પોતાના દેશને ઉત્પાદનની બાબતમાં સ્વતંત્ર કરવાની વૃત્તિ જાગે. આજકાલ ચાઈનાના માલની બોલબાલા થાય છે તેના કારણે આપણા જ કારીગરો બેકાર થાય છે. માટે જ નરેન્દ્ર મોદીએ ‘મેક ઈન ઈન્ડિયા” નું જે સૂત્ર આપ્યું છે તે આ વ્રતની પુષ્ટિ કરે એવું છે. + ૧૫૦ ૧૫૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy