SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો યોગી મળ્યા. એમને રસકૂપિકામાંથી રસ જોઈતો હતો એટલે કોઈ પુરુષની શોધમાં હતા. તેમણે ચારુદત્તને કહ્યું કે તું મને કૂવામાંથી રસ કાઢી આપીશ તો અર્ધા ભાગ તને આપીશ. ચારુદત્ત તૈયાર થયો એટલે યોગીએ એને રસકૂપિકામાંથી રસ લેવા માટે માંચી પર બેસાડીને કૂવામાં ઉતાર્યો. રસનો કુંભ ભરીને ચારુદત્ત ઉપર આવ્યો. યોગીએ એના હાથમાંથી કુંભ લઈને માંચી સહિત એને કૂવામાં ધકેલી દીધો અને પોતે નાસી ગયો. એ કૂવામાં બીજો પણ એક પુરુષ હતો, જે મૃત્યુ સન્મુખ જઈ રહ્યો હતો. એને ચારુદત્તે નવકારમંત્ર સંભળાવ્યો. ત્રીજે દિવસે એક ચંદન ઘો કૂવામાં રસ પીવા આવી. એને જોતાં જ ચારુદત્તમાં બુદ્ધિસંચાર થયો અને એ ઘોના પૂંછડે વળગી પડ્યો. એના સહારે કષ્ટ વેઠીને બહાર નીકળી આવ્યો. ત્યાંથી નીકળીને આગળ વધતાં કર્મયોગે રસ્તામાં તેના મામાના પુત્ર રૂદ્રદત્ત સાથે મુલાકાત થઈ ગઈ.. તેની પરિસ્થિતિ જાણીને રૂદ્રદત્તે તેને કહ્યું કે આપણે બે ઘેટાં લઈને સુવર્ણદ્વીપ જઈએ. ચારુદત્તને એ વાત યોગ્ય લાગતા સંમતિ આપી એટલે બે ઘેટાં લઈને સમુદ્રકિનારે આવ્યા. પછી રૂદ્રદત્તે કહ્યું કે આ બે ઘેટાને હણીને તેના ચર્મની અંદર છરી લઈને પેસીએ. પછી જયારે અહીં ભારંડ પક્ષી આવશે તે માંસની લાલચે ઘેટામાં રહેલા આપણને ઘેટું સમજી ઉપાડીને સુવર્ણદ્વીપ લઈ જશે એટલે આપણે ચામડાને ચીરીને બહાર નીકળીને ત્યાંથી સુવર્ણ લઈ આવીશું. ચારુદત્તને વધ કરવાવાળી વાત કરી નહિ એટલે તેણે કહ્યું, “આપણાથી જીવનો વધ કેવી રીતે થાય ?” એટલામાં તો રૂદ્રદત્તે શસ્ત્રના એક ઝાટકે ઘેટાંને મારી નાંખ્યું. પછી જેવો બીજાને મારવા જતો હતો ત્યાં ચારુદત્તે ઘેટાંને - ૧૪૮ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો - નવકારમંત્ર સંભળાવ્યો. ઘેટાંએ અનશન ગ્રહણ કર્યું. પછી બંને જણા તે ઘેટાંની ચર્મની ધમણમાં પ્રવેશ્યા, ત્યાં જ ભાખંડ પક્ષી તે ધમણ લઈને આકાશમાં ઉડ્યું. પરંતુ, રસ્તામાં બીજા ભાખંડ પક્ષી સાથે યુદ્ધ થતાં તેના મુખમાંથી ચારુદત્તવાળી ધમણ એક સરોવરમાં પડી ગઈ. એમાંથી ચારુદત્ત બહાર નીકળીને ભ્રમણ કરતો હતો ત્યાં એક ચારણમુનિનો ભેટો થયો. તેમને યથાવિધિ વંદન કરીને તેમની પાસે બેઠો ત્યારે મુનિએ પૂછ્યું કે, “હે ભદ્ર આ નિર્જન સ્થળમાં તું ક્યાંથી આવ્યો ?' ચારુદત્તે પ્રત્યુત્તરમાં પોતાની વીતકકથા કહી, જે સાંભળીને મુનિએ એને દિશાઓની મર્યાદા કરવાવાળું છઠું દિગ્વિરતિ વ્રત સમજાવીને બોધ આપ્યો. ચારુદત્તે સમજણ સહિત તે વ્રત ગ્રહણ કર્યું. એ અરસામાં કોઈ દેવે ત્યાં આવીને પ્રથમ ચારુદત્તને, પછી મુનિને વંદના કરી. ત્યાં વંદનાર્થે આવેલા વિદ્યાધરે આ જોઈને પેલા દેવને પૂછ્યું કે હે દેવ ! તમે સાધુને બદલે પ્રથમ ગૃહસ્થને કેમ નમ્યા? આ સાંભળીને દેવે કહ્યું કે, “પૂર્વે પિપ્પલાદ નામે બ્રહ્મર્ષિ ઘણા લોકોને યજ્ઞ કરાવી, પાપમય શસ્ત્રો પ્રરૂપીને નરકે ગયા હતા, તે પિપ્પલાદ ઋષિ નરકમાંથી નીકળી પાંચ ભવ સુધી બકરા થયા. તે પાંચે ભવમાં યજ્ઞમાં જ હોમાયો. છટ્ટે ભવે પણ બકરો થયા પણ તે ભવમાં મરતી વખતે આ ચારુદત્તે અનશન કરાવી નવકારમંત્ર સંભળાવ્યો. તેના મહિમાથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. તે દેવ હું છું. અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને આ મારા ગુરુએ આપેલા નવકારમંત્રનો મહિમા કહેવા અને ઉપકારી ગુરુને વંદવા હું અહીં આવ્યો. એટલે મેં તેમને પ્રથમ વંદના કરીને પછી સાધુને વંદના કરી છે.” પૂર્વોક્ત હકીક્ત સાંભળીને ચારુદત્તે વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી અને અનેક પ્રકારની તપસ્યા કરીને તે સ્વર્ગે ગયો. ૧૪૯
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy