SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.” સનતકુમારની પરીક્ષા કરવા દેવ વૈદ્યનું રૂપ ધારણ કરીને આવ્યો. તેણે જોયું કે સનતકુમારનું સમગ્ર શરીર રોગોનું ઘર બની ગયું છે, છતાં તેઓ સુમેરુ સમાન નિશ્ચલ બનીને તપ કરી રહ્યા છે. છતાં સનતકુમારની પરીક્ષા કરવા તે દેવે કહ્યું કે હું કુશળ રાજવૈદ છું; તમારી કાયા રોગોનો ભોગ બનેલી છે; જો આપની ઇચ્છા હોય તો તત્કાળ તે રોગોને દૂર કરી દઉં. શરીર પ્રત્યે નિઃસ્પૃહ તે મહાત્મા બોલ્યા, “હે વૈદ ! કર્મરૂપી રોગ મહા ઉન્મત્ત છે. એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ ભલે રહ્યો !” દેવતાએ કહ્યું કે એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. દેવ દ્રવ્યરોગ ભલે ટાળી શકે, પણ ભાવરોગ ટાળવાની તેની શક્તિ નથી. ભાવરોગ ટાળવા તો વ્યવહારથી સત્ દેવ-ગુરુધર્મનું શરણ અને નિશ્ચયથી શુદ્ધાત્માનું શરણ સ્વીકારવું જરૂરી છે. પછી સનતકુમાર સાધુએ પોતાની લબ્ધિના બળ વડે ઘૂંકવાળી અંગુલિ કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગનો નાશ થયો. દેવ મુનિના ગુણાનુવાદ કરી સ્વસ્થાનકે ગયો. સનતકુમાર ચક્રવર્તીનું ચરિત્ર અશુચિ ભાવનાને દેઢ કરે છે. તેઓએ ૧૮ જેટલા મહારોગોને ૭00 વર્ષ સુધી સમભાવે સહન કર્યા. -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - અજ્ઞાની જીવ શરીરના મોહમાં ઉન્મત્ત બનીને રાતદિવસ તેની સેવા કરે છે. જ્યારે શરીર છોડવાનો વખત આવે છે ત્યારે ભયંકર વિલાપ કરે છે. સડી જાય, ગળી જાય, પડી જાય, મળી જાય, વીખરાઈ જાય એવો શરીરનો સ્વભાવ છે. જ્યારે હું (આત્મા) અખંડ, અવિનાશી, અજન્મા, અજર, અમર, અમૂર્તિક, શુદ્ધ, જ્ઞાતાદેષ્ટા, પરમાનંદમય સપદાર્થ છું. જો શરીરના સ્વરૂપનો બરાબર વિચાર કરવામાં આવે તો કોઈ પણ બુદ્ધિમાન અશુચિ, મલિન અને ગ્લાનિ ઉપજાવે તેવા શરીરની સંગતિ પસંદ ન કરે. ઔદારિક શરીરની ઉત્પત્તિનું કારણ માતાપિતાનું અત્યંત મલિન રજવીર્ય છે. આ શરીર રસ, રુધિર, માંસ, ચરબી, હાડકાં, મજજા અને વીર્ય એ સાત ધાતુઓનું બનેલું છે. વાત, પિત્ત, શ્લેષ્મ, શિરા, સ્નાયુ, ચામડી અને ઉદરાગ્નિ - આ સાત ઉપધાતુઓના આધારે શરીર ટકી રહે છે. બે કર્ણછિદ્ર, બે આંખ, બે નાકનાં છિદ્ર, એક મુખ, લિંગ અને ગુદા - આ નવદ્વારથી નિરંતર ગંદકી જ વહે છે. અજ્ઞાની જીવ માને છે કે શરીર સ્થિર છે, પરંતુ તે અસ્થિર છે. શરીરમાં જૂના પરમાણુ ખરતા રહે છે અને નવા આવીને મળતા રહે છે. શરીર પુદ્ગલ છે. પુરણ અને ગલન તેનો સ્વભાવ છે. જેમ દૂધ અને પાણીનો સંબંધ છે તેમ આત્માનો શરીર સાથે સંબંધ છે. (શરીર અને આત્માનો એકક્ષેત્રાવહગાહ સંબંધ છે.) રક્તપિત્ત જેવા સદૈવ લોહીપરુથી ગદગદતા મહારોગોની ઉત્પત્તિ શરીરમાં છે. પળમાં વણસી જવાનો શરીરનો સ્વભાવ છે. શરીરના પ્રત્યેક રોમમાં પોણા બન્ને રોગનો નિવાસ છે. તેવા સાડા ત્રણ કરોડ રોમયુક્ત કાયામાં પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર પાંચસો ચોરાસી (૫,૬૮,૯૯, ૫૮૪) જેટલા રોગો શરીરમાં ઊપજવા યોગ્ય છે. + ૧૩૦ “ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.” - શ્રીમદ્ રાજચંદ્રજી + ૧૩૬ +
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy