SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આત્મામાં રહેલા આત્માના ગુણોની કૃષતા ઉત્પન્ન કરે તેને કષાય કહેવાય છે. કષાયના પચ્ચખાણ કરવાથી આત્મા મજબૂત બને છે. આત્મા આત્મામાં રહેવા લાગે ત્યારે એને પર પ્રત્યે રાગ પણ ન થાય અને ષ પણ ન થાય. પર પ્રત્યે રાગ કે દ્વેષ ન થવાં, તેને કહેવાય છે વીતરાગતા.” વીતરાગ શબ્દ કહ્યો પણ વિતદ્વેષ શબ્દ ન કહ્યો, કેમ ? રાગ માતા છે અને દ્વેષ તેનું બાળક છે. ઈંડું જ ન હોય તો મરઘીની કોઈ શક્યતા નથી. આત્મા રાગ કરે ત્યારે જ આત્મામાં દ્વેષ જન્મી શકે છે. સૂકું વૃક્ષ ક્યારેય જન્મ ન લે. હંમેશાં લીલુંછમ વૃક્ષ જન્મ અને લીલાછમ વૃક્ષમાં ક્યારેય આગ ન લાગે. લીલું જયારે સૂકું થાય ત્યારે તેમાં આગ લાગે. તેવી રીતે રાગ જ્યારે રાગ રહેતો નથી ત્યારે દ્વેષ બની જતો હોય છે અને તે દ્વેષને આગ કહેવાય છે. ક્યાંય પણ સીધેસીધો વૈષ જન્મતો નથી. રાગ વગરનો દ્વેષ ક્યારેય જન્મતો નથી. રાગને જીતી લો, મૂળને કાપી નાખો, થડ ગયા વગર રહેવાનું નથી, પણ ફળને કાપશો તો ફરી પાછું ઊગ્યા વગર રહેશે નહીં. પરમાત્માએ રાગને બધા દોષોનો જનક કહ્યો છે. બધા દોષોનું મૂળ કારણ બતાવેલું છે. રાગ ન થાય તો વ્યક્તિને દ્વેષ, અહમ્, કપટ, ઈર્ષા, ખટપટ કંઈ જન્મવાનું નથી. એવો એક પણ અવગુણ બતાવો જ્યાં રાગ ન હોય. એવું એક પાપ બતાવો જે રાગ વગરનું હોય. આપણને તિરસ્કાર શા માટે જન્મે છે? આપણને બીજાનું સારું કાર્ય ગમે છે માટે આનું ખરાબ કાર્ય આપણને ગમતું નથી. રાગ વગરનો તિરસ્કાર ક્યારેય જન્મે જ નહીં. ક્યાંક રાગ હોય, સારું ગમતું હોય તો જ ખરાબ ન ગમતું હોય. જગતનાં બધાં જ પાપના મૂળમાં રાગ, રાગ અને રાગ જ પડેલો હોય છે. रागो य दोसो वि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयंति ।। રાગ અને દ્વેષ બન્નેને સમજવા હોય તો ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં રાગ-દ્વેષ શબ્દ ઉપર વિશાળ વ્યાખ્યા બતાવી છે. આખું અધ્યયન તેના પર છે. વ્યક્તિ કષાયના પચ્ચખાણ કરે ત્યારે શું કરે ? આત્માના અવગુણો નીકળે છે ત્યારે જ આત્માના ગુણોની પ્રાપ્તિ થાય છે. અવગુણોની નીચે આપણા ગુણો દબાઈ ગયા છે. અવગુણોને કાઢ્યા એટલે ગુણ તો પહેલા જ છે એટલે તેને બહાર નીકળવું પડે. કષાયના પચ્ચખાણ કરે તેને વીતરાગભાવની પ્રાપ્તિ થાય છે. એક કલાક માટે ગુસ્સો નહીં કરવાનો, આવા પચ્ચખાણથી શો લાભ થાય ? એક મોટા સરોવરની અંદર લીલ જામેલી હતી અને સરોવરની અંદર જેટલાં કાચબા, માછલાં હતા તે ઘોર અંધકારની વચ્ચે રહેતા હતા. ક્યાંકથી
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy