SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો ૧૭ શ્રી સનતકુમાર ચક્રવર્તીની કથામાં સદ્ધોધના સ્પંદનો -જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો વર્ષ સુધી ગુપ્તવેશમાં રહેવાવાળું પ્રાયશ્ચિત્ત એમણે લીધું. ગચ્છનો ત્યાગ કરી, વિવિધ તપ, જપ, ધ્યાનાદિ આચરતા આઠ વર્ષ બાદ ઉજૈની નગરીમાં મહાકાલના મંદિરમાં આવ્યા. પારાંચિત તપને યોગ્ય તપને સેવતા એ, મૌનને કારણે લોકો પૂછવા છતાં કાંઈ બોલતા નથી. તેથી લોકોએ રાજાને નિવેદન કર્યું કે કોઈ પરદેશી મંદિરમાં રહેવા છતાં મહાદેવને પ્રણામ કરતો નથી. આશ્ચર્ય અને ક્રોધ સાથે રાજાએ સિદ્ધસેનસૂરિ મહાદેવને પ્રણામ ન કરવાનું કારણ પૂછ્યું. સિદ્ધસેનસૂરિએ અત્યારે જિનશાસનની પ્રભાવના કરવા યોગ્ય અવસર જાણી રાજાને કહ્યું, “મારી સ્તુતિ આ મહાદેવ સહી શકશે નહીં.'' રાજાએ વધારે ગુસ્સે થઈ કહ્યું, “જે થવાનું હોય તે થાય પણ તમે મહાદેવને પ્રણામ અને સ્તુતિ કરો.” ત્યારે સૂરિએ જિનગુણથી ગર્ભિત એવા બત્રીસ બત્રીસ શ્લોક રચવા લાગ્યા અને અત્યંત પ્રભાવશાળી એવા “કલ્યાણમંદિર સ્તોત્ર' ની રચના કરી. જે રચતા શિવલિંગમાંથી અગ્નિની જવાલાઓ નીકળી અને એના મધ્યમાંથી અપ્રતિમ સૌંદર્યવાળી એવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ. આ દશ્ય જો ઈ રાજા અને લોકોએ પાર્શ્વનાથ પ્રભુનો અને જિનશાસનનો જયજયકાર કર્યો. સૂરિજીએ રાજાને ધર્મોપદેશ આપી જૈન ધર્મનો અનુરાગી બનાવ્યો. આવી રીતે સિદ્ધસેનસૂરિએ જિનશાસનની પ્રભાવના કરી એટલે સંઘે પણ પારાંચિત પ્રાયશ્ચિત્તના બાકી રહેલ ચાર વર્ષના પ્રાયશ્ચિત્તની ક્ષમા આપી અને ઘણા બહુમાનપૂર્વક સૂરિજીને નગરપ્રવેશ કરાવ્યો. તેઓએ સંમતિપ્રકરણ, બત્રીસ બત્રીસિકો આદિ સુંદર કાવ્યરચનાઓ દ્વારા જિનશાસનની પ્રભાવના કરી એટલે તેઓ આઠમા કવિ પ્રભાવક કહેવાયા. - મિતેશભાઈ એ. શાહ જૈન દર્શન અનુસાર ચાર અનુયોગ પૈકી ધર્મકથાનુયોગનું પણ મહત્ત્વનું સ્થાન છે. પ્રથમાનુયોગ (ધર્મકથાનુયોગ) માં મુખ્યત્વે ૬૩ શલાકા પુરુષ (૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ બળભદ્ર, ૯ નારાયણ તથા ૯ પ્રતિનારાયણ) ના જીવનચરિત્રનું વર્ણન આવે છે. શ્રી પદ્મપુરાણ, શ્રી હરિવંશપુરાણ, શ્રી આદિપુરાણ, શ્રી ઉત્તરપુરાણ, શ્રી પ્રદ્યુમ્નકુમાર ચરિત્ર વગેરે ગ્રંથો ધર્મકથાનુયોગ અંતર્ગત આવે છે. પ્રથમાનુયોગના અધ્યયનથી પરલોક તેમજ પાપ-પુણ્ય તત્ત્વની શ્રદ્ધા દેઢ થાય છે. સૂક્ષ્મ અને દૂરવર્તી પદાર્થોનું જ્ઞાન થાય છે. ૬૩ શલાકા પુરુષો પૈકી ચોથા ચક્રવર્તી શ્રી સનતકુમાર શ્રી ધર્મનાથ તથા શ્રી શાંતિનાથ તીર્થંકરના આંતરામાં થઈ ગયા. તેઓ વીતશોક નગરના રાજા અનંતવીર્ય તથા તેઓની મહારાણી સીતાના પુત્ર હતા. તેઓએ છે ખંડને વશ કરી ચક્રવર્તી પદને ધારણ કર્યું હતું. ચક્રવર્તીની વિભૂતિ આ પ્રમાણે | (મુંબઈ સ્થિત રશ્મિબહેને જૈનદર્શનમાં યોગ વિષય પર સંશોધન કરી પી.એચ.ડી. કરેલ છે. તેમના ચાર પુસ્તકો પ્રગટ થયા છે. જ્ઞાનસત્રોમાં તેઓ અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે.) - ૧૩૦ - ૧૩૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy