SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો અવંતિ નગરીમાં વિક્રમ રાજાના રાજયમાં દેવસિયા નામે બ્રાહ્મણનો સિદ્ધસેન નામે પુત્ર હતો. તે અતુલ વિદ્યાબળ વડે આખાય જગતને તૃણ સમાન માનતો હતો. વાદ-વિવાદમાં નિપુણ એવા સિદ્ધસેને પ્રતિજ્ઞા કરી કે વાદમાં એને જે જિતે તેનો એ શિષ્ય થાય. વૃદ્ધવાદીનું નામ સાંભળી તેઓની સાથે વાદ કરવાના ઇચ્છાથી સિદ્ધસેન બ્રાહ્મણ એ જયાં વિચરી રહ્યા હતા તે તરફ ગયા અને રસ્તામાં વૃદ્ધવાદીને વાદ માટે લલકાર્યા. વૃદ્ધવાદીએ કહ્યું, “રાજયસભા વિના ન્યાય (જય-પરાજય) કોણ આપશે ?” તો સિદ્ધસેને ત્યાં હાજર રહેલા ઘેટાં બકરાં ચરાવનાર ગોવાળિયાઓ જ વાદમાં સાક્ષી થશે' એમ કહ્યું. વૃદ્ધવાદી સંમત થયા અને સિદ્ધસેનને પૂર્વપક્ષ રજૂ કરવાનું કહ્યું . સિદ્ધસેને સંસ્કૃત ભાષામાં અલંકાર ભરેલા કાવ્યો ગાયા, પરંતુ ગોવાળિયા તે ભાષા સમજવા જેટલું ઊંચું જ્ઞાન ધરાવતા ન હતા. તેથી તેમણે સિદ્ધસેનને કહ્યું, “અમને કાંઈ સમજાયું નથી.” એના પછી સમયજ્ઞ એવા વૃદ્ધવાદી કેડ ઉપર કપડું બાંધીને ગોવાળિયાની જ ભાષામાં રાસડો ગાતા નાચવા લાગ્યા, ‘કોઈ પ્રાણીને મારવો નહિ, કોઈનું ધન ચોરવું નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ.... ઈત્યાદિ.” આ સાંભળી ગોવાળિયાઓએ ખુશ થઈ વૃદ્ધવાદી તરફ ન્યાય આપ્યો. સિદ્ધસેનને પોતાની ભૂલ સમજાઈ અને વૃદ્ધવાદીસૂરિને દીક્ષા આપી પોતાનો શિષ્ય બનાવવાની વિનંતી કરી. વૃદ્ધવાદીસૂરિએ એમને દીક્ષા આપી કુમુદચંદ્ર નામ આપ્યું. થોડા જ સમયમાં તેઓ જૈનાગમોનો અભ્યાસ કરી મહાવિદ્વાન થયા ત્યારે ગુરુએ એમને સૂરિપદ આપી એમનું નામ ‘સિદ્ધસેનદિવાકરસૂરિ’ રાખ્યું. વિહાર કરતા તેઓ ઉજજૈની નગરીમાં પધાર્યા. પોતાના જ્ઞાનથી ત્યાંના વિક્રમ રાજા પર પ્રભાવ પાડ્યો. રાજાએ ક્રોડ સોનામહોરો જિનમંદિરમાં, જીણોદ્ધારમાં વાપરી. ત્યાંથી ચિત્રકૂટ નગરીમાં - જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો વિદ્યાઓથી ભરપૂર એવા પુસ્તકોમાંથી બે વિદ્યા એમને પ્રાપ્ત થઈ. ત્યાંથી કુમારપુર નગરે આવી ત્યાંના શ્રીદેવ રાજાને પ્રતિબોધી જિનશાસનનો અનુરાગી બનાવ્યો. એકવાર સિદ્ધસેને દિવાકરસૂરિએ શ્રીદેવ રાજાને એના સીમાડાના શત્રુ રાજાઓના આક્રમણ સામે જિતાડ્યો. એટલે રાજા સૂરિનો પરમ ભક્ત થયો. રાજકીય માન-સન્માન મળવાથી સિદ્ધસેનસૂરિ અને તેમનો પરિવાર ચારિત્રમાં શિથિલ થયા. તેમના શિથિલાચારથી શ્રાવક ઉપાશ્રયમાં આવતા બંધ થયા. આ પ્રમાણે સિદ્ધસેનસૂરિના શિથિલાચારની વાતો સાંભળી તેમને પ્રતિબોધવા તેમના ગુરુ વૃદ્ધવાદિસૂરિ એકલા કુમારપુર નગરે આવ્યા. ઋદ્ધિગારવથી આસક્ત થયેલા સિદ્ધસેનજીએ ગુરુને ઓળખ્યા નહીં. પરંતુ ગુરુએ એક શ્લોક અને એનો અર્થ સંભળાવીને તેમને પ્રતિબોધ્યા. સિદ્ધસેનજીને પણ ગુરુના શિક્ષાથી પોતાની ભૂલ સમજાઈ. ક્ષમા માગી પોતાના દુશ્ચારિત્રની આલોચના કરી અને વૃદ્ધવાદીસૂરિ સાથે વિહાર કર્યો. તેઓએ અન્ય અન્ય સૂરિવરો પાસેથી ઘણું શ્રુતજ્ઞાન મેળવ્યું અને શ્રુતધર થયા. એક વખત સિદ્ધસેનસૂરિએ સંઘને કહ્યું કે, “જો સંઘની આજ્ઞમાં હોય તો સર્વ સિદ્ધાંત ગ્રંથ જે પ્રાકૃતમાં છે તે સંસ્કૃત ભાષામાં રૂપાંતર કરું.” સંઘે કહ્યું, “આવું બોલવું એ પણ પાપ છે, કારણ સર્વ અક્ષરોના સંયોજનને જાણનારા એવા ગણધર ભગવંતો શું આ સિદ્ધાંત સંસ્કૃત ભાષામાં રચી શકતા ન હતા ? પરંતુ ચારિત્રની ઇચ્છાવાળા એવા બાલ-વૃદ્ધ અને સ્ત્રી તથા અજ્ઞાની જીવોના અનુગ્રહ માટે તત્ત્વજ્ઞ પુરુષોએ આ સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં રચ્યા છે. પરંતુ આ પ્રમાણે બોલતા તમે પારાંચિત નામના પ્રાયશ્ચિત્તને યોગ્ય છે.” સિદ્ધસેનજીએ પોતાની ભૂલ કબૂલી લીધી, પરંતુ સંઘયણ અને બુદ્ધિબલના અભાવે પારાંચિત પ્રાયશ્ચિત્ત વિચ્છેદ પામેલું હોવાથી તેને અનુસરનારું બાર ૧૨૮ ૧૨૯
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy