SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો ‘આયના-એ-અકબરી’ નામના અબુલ ફઝલે લખેલ પુસ્તકમાં ઉલ્લેખ મળે છે કે અકબર મહારાજાએ ૧૪૦ પ્રબુદ્ધ જ્ઞાની તથા આત્મજ્ઞાની લોકોને પોતાના રાજ્યમાં વસાવી, વિશિષ્ટ માન સંપ્રદાન કરેલ. તેમાં પણ ૨૧ આત્મજ્ઞાનીઓને અલગ તારવીને તેઓને સર્વોચ્ચ ઈલ્કાબ આપેલ, તેમાં આચાર્યપ્રવર પૂજ્યશ્રી વિજયહીરસૂરીશ્વરજીને સમાવિષ્ટ કરેલ. આવા ઉત્તમ ચરિત્રનો જગતને પરિચય કરાવનાર હતું પૂય સૂરિજી મહારાજનું સમ્યક્ત્વ સત્ત્વ અને રાજાનું સ્વયંનું ઉદારતાવાદી તત્ત્વ. આજે રાજકીયધારામાં આ સત્ત્વ ખૂટતું જણાય છે. (૪) ‘અકબર પ્રતિબોધક' પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજયહીરસૂરીશ્વરજીની યશસ્વી પુરુષાર્થ ગાથામાંથી અનુભૂત થતા સદ્બોધના સ્પંદનો ઃ પાલનપુરના જૈન ઓશવાલ જ્ઞાતિમાં ઈ.સ. ૧૫૨૬ માં જન્મેલ બાળક હીરાજી તેના માતા-પિતા નાથીબાઈ તથા કુંબારજી (કુમાશાહ) બાળપણમાં જ વિદેહી થતાં બે મોટી બહેનોના હાથે સુઉછેર પામેલ. ૧૩ વર્ષની બાલીવયે જૈનાચાર્ય પૂજ્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજીના શિષ્ય બનવા ઈ.સ. ૧૫૪૦ માં દીક્ષા અંગીકાર કરી બન્યા - મુનિશ્રી હીરહવિજયજી મહારાજ. દેવગિરમાં સંસ્થાપિત સંસ્કૃત જ્ઞાનકેન્દ્રમાં સંસ્કૃતનો ૧૦ વર્ષનો અભ્યાસ કરતા ઈ.સ. ૧૫૫૧ માં નાડલાઈમાં ‘પંડિત’ ની ઉપાધિ પામ્યા. તપશ્ચાત્ ઈ.સ. ૧૫૫૨ માં ઉપાધ્યાય ને ૧૫૫૩ માં રાજસ્થાનના સિરોહીમાં તેઓ સૂરિપદવીના ધારક બન્યા. ઈ.સ. ૧૫૫૬ માં જ્યારે તેઓ નીચે ૨૦૦૦ શિષ્યો સંસ્કૃત ભણીને તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓના ગુરુદેવ કાળ પામતા શ્વેતાંબર તપગચ્છના અગ્રણી આચાર્ય તરીકે તેઓને ઘોષિત કરાયા. કર જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો ત્યાર બાદ આશરે ૨૬ વર્ષ પછી ઈ.સ. ૧૫૮૨ માં શહેનશાહ અકબરે આમંત્રિત કર્યા ત્યારથી ઈ.સ. ૧૫૯૫ સુધી એટલે કે જીવનના અંતપર્યંત તેઓ સમ્રાટ અકબરના અધ્યાત્મગુરુ બની રહ્યા. અકબરની જીવનગાથાનું નિરૂપણ કરનાર શ્રી વિનસન્ટ સ્મિથ લખે છે કે સૂરિજીમહારાજ પ્રત્યે તેઓ એટલા તો આદર ને સન્માન અનુભવતા કે તેઓ સમીપ ઘણો લાંબો સમય રહી વિહાર કરવા છતાં સમ્રાટ અકબર તેઓને વારંવાર આગ્રહ કરતા કે તેઓ પોતાની પાસે ફરીથી રહેવા પધારે. આ વિનંતીને માન આપવા સૂરિજીને તેમના શિષ્ય મુનિ શાંતિચંદ્રવિજયજીને દિલ્હી રાજ્યમાં રોકેલ હતા, જેઓએ તે પછી શિષ્યો મુનિ ભાનુચંદ્રવિજયજી તથા મુનિ સિદ્ધિચંદ્રવિજયજીને દરબારમાં પ્રતિબોધ કરવા મોકલેલ. વળી છેલ્લે તેઓએ ઈ.સ. ૧૫૯૩ થી ૧૫૯૫ વચ્ચે તેઓના શિષ્ય આચાર્યવર શ્રી વિજયસેનસૂરીશ્વરજીને પણ દિલ્હી-આગ્રા વગેરે રાજ્યોમાં મોકલીને સમ્રાટને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડેલ. આમ, જ્ઞાની, ધ્યાની, તપસ્વી, ઉદારચરિત અને જેઓના પંચાચારના મનોહર ઉદ્યાનમાં વિહરતા સમ્રાટ અકબરના જીવનમાં ય આકાશી પરિવર્તન લાવનાર મહાન સૂરિજીના જીવનમાંથી આ સાંપ્રતકાળે ય આજીવન આચમન લઈ શકાય તેટલા સદ્બોધના સ્પંદનો મેળવી શકાય છે. (રાજકોટ સ્થિત જૈન દર્શનના અભ્યાસુ ભારતીબહેનના ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં ‘પારસમણિ’ ગ્રંથ જૈન શ્રુત સંપદાને સમૃદ્ધ કરે છે. તેઓ પ્રોફેશનલ ડીઝાઈનર ટીમનું નેતૃત્વ કરે છે.) 93
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy