SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જૈન કથા સાહિત્યમાં પરિષહ અને ઉપસર્ગ પ્રધાન કથાઓ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા - એમ ચતુર્વિધ સંઘને ઉપસર્ગો નડે છે. દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યંચ (પ્રાણી, પશુ, પંખી) કૃત ઉપસર્ગો આવે ત્યારે મહાન આત્માઓ સમભાવથી આવા ઉપસર્ગો સહન કરી કર્મનો ક્ષય કરે છે. સાધના જીવનમાં બાવીસ પ્રકારના પરિષહો આવે છે. પરિષહપ્રધાન કથાઓમાં મહાન આત્માઓ કઈ રીતે સમતાભાવે પરિષહ સહન કરે છે તે વાંચતા આપણા જીવનમાં અનન્ય પ્રેરણા મળે છે. આમ જૈન કથાનકો સબોધના સ્પંદનોથી છલોછલ ભરાયેલા છે, જે માનવને નીતિ અને સદાચારી જીવન માટે પ્રેરક બળ પૂરું પાડનાર છે અને આત્મોત્થાન કરાવનાર છે. સમતાના મેરુ-કુરઘડુ - ડૉ. ગુલાબ દેઢિયા (ગુણવંતભાઈએ સી.એ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ શૈક્ષણિક, ધાર્મિક અને આરોગ્યને લગતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમના લખેલા અને સંપાદિત થયેલા ૬૦ પુસ્તકો પ્રગટ થયા છે. જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે. જૈન વિશ્વકોશ, ગુજરાત વિશ્વકોશ અને જૈન આગમ મીશન સાથે જોડાયેલા છે.) મનને ચંચળ ભલે કહીએ પણ મન તો ક્યાં ને ક્યાં બંધાયું હોય છે. મનનો કબજો લઈ લે છે કોઈ વિચાર, કોઈનો ઠપકો, કોઈકે કરેલ વખાણ, કોઈ પ્રસંગ, કોઈના કઠણ વેણ, કોઈ જૂની યાદ. મન એ વાતને ઘૂંટ્યા કરે છે. આજે મારા મનનો કબજો કુરઘડુ મુનિએ લીધો છે. ભિક્ષા વહોરવા જતા, ભાત વહોરીને આવતા, અન્ય તપસ્વી મુનિઓને વિનયપૂર્વક પૂછતા, તિરસ્કારનો ભોગ બનતા, ભાતના પાત્રમાં તપસ્વી સાધુઓનું થુંકવું, મધ્યાહ્નનો તડકો, ઉપાશ્રયની શાંતિ બધું ચિત્રવત્ દેખાયા કરે છે. વાર્તા શરૂ થાય છે દૃષ્ટિવિષ સર્પથી. જેની દૃષ્ટિના ઝેરથી જોનારા મરણને શરણ થાય. આ સર્પને જાતિસ્મરણજ્ઞાન થવાથી આ દૃષ્ટિવિષપણાની ભયંકરતા યાદ આવી. કોઈનો ઘાત ન થાય માટે મોટું દરમાં જ રાખવા લાગ્યો. પૂંછડી દરની બહાર. - ૪૨ - - ૪૩ -
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy