SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જ્ઞાનીઓએ ચાર વિકથાનો ત્યાગ કરવા જણાવ્યું છે; જેમાં પાપહેતુભૂત સ્ત્રીપુરુષની કથા છે. એ જ રીતે રાજકથા અને દેશકથા કરવાથી નિંદા દ્વારા આત્મા અનર્થદંડથી દંડાય અને કર્મબંધન કરે છે, તો વળી ક્યારેક આધ્યાન કે રૌદ્રધ્યાનમાં ફસાઈ જાય છે. જયારે ભોજનકથામાં આસક્તિ અભિપ્રેત છે. આવી વિકથાનો, આરાધક આત્માઓએ ત્યાગ કરી માત્ર ધર્મકથાનો જ આશ્રય લેવો જોઈએ. આસક્તિ અને સંજ્ઞાઓને પાતળી પાડવા આ કથાનકો પાયાનું કામ કરે છે. શાસ્ત્રકાર પરામર્શીઓ, જૈન દાર્શનિકો, મુનિઓ કે જૈન સર્જક સાહિત્યકારો એમ દઢપણે માને છે કે સાહિત્ય અને કલાના સર્જનનો ઉદ્દેશ શુભતત્ત્વોના દર્શનનો હોય તો જ સાર્થક. કથા, કાવ્ય, સાહિત્ય, સંગીત અને લલિતકથાઓથી જીવન સભર બને છે. માટે અહીં જીવનમાં કલાની આવશ્યકતા જ નહિ, પરંતુ અનિવાર્યતા સ્વીકારાઈ છે, પરંતુ જીવનની સભરતા અને મધુરતાનું શું ? માત્ર કલ્પનામાં વિહાર કરવાથી જીવનમાં સભરતા અને મધુરતા આવી શકે ? સર્જનશક્તિ ખીલવવા માટે કલ્પનાના વિકાસની એક નિશ્ચિત હદ છે. એ સરહદ પાર કર્યા પછી નિરર્થક છે. કથા, કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે કલાઓ માત્ર ભક્તિ પ્રયોજનરૂપ ન હોય, સદાચારપ્રેરક ન હોય તો માત્ર કલ્પિત અને નિરર્થક બની રહેશે. જે સર્જનમાં નિજ સ્વરૂપને પામવાની ઝંખના નથી તે કૃતિ ઇન્દ્રિયોના મનોરંજન કરનારી નીવડે છે, જેનું પરિણામ ભોગ-ઉપભોગ અને તૃષ્ણા વધારનારું, રાગ-દ્વેષ ને સંસાર વધારનાર છે. સૂરદાસ, તુલસીદાસ, મીરાં, નરસિંહ, કબીર, આનંદઘનજી, શ્રીમદ્ રાજચંદ્રજી, પૂ. યશોવિજયજી, પૂ. હરિભદ્રસૂરિ, -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોકલિકાલ - સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, પૂ. કુંદકુંદાચાર્યનું સાહિત્ય આત્માર્થે હોવાથી ચિરંજીવ બની અમરત્વને પામ્યું. પ્રાચીન કે મધ્યકાલીન કથામંજુષા ખોલી સાહિત્યસર્જકો, કથાઓના શ્રદ્ધાતત્ત્વને અકબંધ રાખી સાંપ્રત પ્રવાહ પ્રમાણે આધુનિક-વૈજ્ઞાનિક અભિગમથી એ કથાઓ નવી પેઢી સમક્ષ રજૂ કરશે તો યુવાનોને ધર્માભિમુખ થવાની નવી દિશા મળશે. જૈન કથાનુયોગમાં શ્રાવક, શ્રાવિકા, સાધુ-સાધ્વી વગેરેના જીવનના આદર્શ પાસાનું નિરૂપણ તો કરવામાં આવે જ છે, પરંતુ જૈન કથાઓની વિશિષ્ટતા એ છે કે તે પશુપંખીનાં પાત્રોને, તેના જીવનના આદર્શને રજૂ કરી પ્રેરણા પૂરી પાડે છે. સિંહના જીવનનું પરિવર્તન થતાં તે ભૂખ્યા રહેવા છતાં હિંસા કરતો નથી. ચંડકૌશિક સર્પને જાતિસ્મરણ થતાં તે કીડીને પણ નુક્સાન કરતો નથી. આમ, જૈન કથાનુયોગની કથાઓનું જીવનઘડતરમાં મૂલ્યવાન યોગદાન રહ્યું છે. જૈન કથાસાહિત્ય ઉપદેશાત્મક અને ચરિત્રઘડતરમાં ઉપયોગી બને તેવું હોય છે. તેનો ઉદ્દેશ માત્ર કથા સાહિત્ય રચવાનો કે મનોરંજનનો નથી હોતો, પરંતુ જૈન મૂલ્યોને વધુ સુદૃઢ કરવાનો હોય છે. આ ચરિત્રો ગૃહસ્થધર્મને આત્મવિકાસના માર્ગે લઈ જવા માટે સહાયક બને છે. સાહિત્યની દૃષ્ટિએ એમાં અભુત, શૃંગાર અને વીરતા જેવા રસનું આલેખન સુંદર રીતે કરાયું હોય છે. સ્ત્રી અને પુરુષના આ ચરિત્રોમાં શુભાશુભ કર્મવિપાકને પ્રગટ કરનારા દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જૈન તાત્ત્વિક વિચારણાની પ્રસિદ્ધિ કરવી અને આદર્શોનું સ્થાપન કરવું. - ૪૦ - ૫ ૪૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy