SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સમાંતર ચાલતી બાબત બની ગઈ છે કે તેમને છૂટી પાડવી મુશ્કેલ છે. ધર્મ તો અમૃત છે અને ઝનૂન વિષ છે, તો આ અમૃતમાં વિષ કોણ, ક્યારે, કેવી રીતે અને શા માટે ભેળવે છે ? ધર્મ સાથે ઝનૂન જોડાય તો ધર્મનો છેદ ઊડી જાય. ધર્મઝનૂન આપણામાં રહેલા પૂર્વગ્રહોને કારણે પ્રગટ્યું છે. ધર્મની સાચી સમજણ ન હોય ત્યારે ઝનૂન પ્રગટે છે. કેટલાંક મુખ્ય તત્ત્વો ધર્મઝનૂનનાં પ્રેરક છે, એમાંના એક છે કહેવાતા ધર્મગુરુઓ. તેઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે ચોક્કસ ધર્મ કે સાંપ્રદાયિક ટોળાંઓ ઊભાં કરીને પોતાનું આધિપત્ય કે વર્ચસ્વ જમાવવાનું કાર્ય કરે છે. આવા ધર્મનેતાઓના સ્થાપિત હિત (વેસ્ટેડ ઇન્ટરેસ્ટ) ધર્મઝનૂનની જનની છે. બીજું તત્ત્વ પૂર્વગ્રહ છે. એક સાપનું ગામ હતું. આખા ગામમાં દરેક જગ્યાએ સાપ દેખા દે. સાપ પગ પરથી ચાલી જાય, સાપ બાળકો સાથે રમે. બહારગામથી આવેલા ભાઈએ ગામવાળાને આશ્ચર્ય સાથે પૂછયું, “આવા કાળોતરા નાગના સમૂહ સાથે રહેતા તમને ડર નથી લાગતો ?” આ સાપનું ગામ છે. અહીં નાગ કરડતા નથી.” ગામવાળાએ શાંતિથી પ્રત્યુત્તર આપ્યો. - આ ગામમાં એક નોળિયાએ જન્મ લીધો. નોળિયાનાં મા-બાપે કહ્યું કે આપણે સાપના ગામમાં રહીએ છીએ, પરંતુ એ આપણા દુશ્મન છે. નોળિયાનું બચ્ચું કહે, કેમ દુશ્મન ? બાપા કહે, “આ દુશ્મનની પરંપરાથી છે. કેટલીય પેઢી પહેલાં આપણા પરદાદાને સાપના પરદાદાએ મારેલ, માટે તને સાપ મળે ત્યારે લાગ જોઈને તેને મારજે.” બચ્ચું કહે, “મારી સાથે તો આ દુશ્મની નથી, તો શા માટે મારું ? આ સાપે મારું તો કશું બગાડ્યું નથી.” બાપે ગામના બધા વડીલોને ભેગા કરી કહ્યું કે “આ બચ્ચું મારું માનતું નથી. સમગ્ર નોળિયાની જાત માટે આ કલંક છે.” બધાંએ મળીને નોળિયાના બચ્ચાને સમજાવ્યું. ન માન્યું તો બધાંએ પૂર્વગ્રહને કારણે ભેગા મળીને એને મારી નાંખ્યું. આપણી માનવજાતમાં આના કરતાં ભયંકર ઝેર-દ્વેષ છે. બીજા ધર્મમાં જન્મ લેવો તે દુશ્મનીનું કારણ કેમ હોઈ શકે ? માત્ર પૂર્વગ્રહને કારણે ધર્મમાં ઝનૂન ભળે છે અને પરિણામે લોહીની નદીઓ વહે છે. કોઈ પણ ધર્મમાં જન્મેલી વ્યક્તિના લોહીનો રંગ લાલ જ હોય, તો ભેદભાવ શા માટે ? બીજા ધર્મ વિષે ગેરસમજ થવાનું વાસ્તવિક કારણ અન્ય ધર્મો વિષેની જાણકારી કે સમજણનો અભાવ હોય છે. હકીકતમાં આપણું ચિંતન ત્યાં સુધી પહોંચતું નથી. પરિણામે બીજા ધર્મ પ્રત્યે વૈમનસ્ય કે ધર્મઝનૂન તરફ આપણે વળીએ છીએ. બીજાના મત પ્રત્યે સહિષ્ણુ રહી એકબીજા ધર્મને, બરાબર સમજીએ તો જ પૂર્વગ્રહ દૂર થાય. કટ્ટર ધાર્મિક અને સાંપ્રદાયિક વાડાબંધી, નજીક રહેનાર વચ્ચે પણ વૈચારિક અંતર વધારી દે છે. એક વસ્તુને વિવિધ દૃષ્ટિકોણથી જોઈએ,વસ્તુના પ્રત્યેક ભાગને જોવાથી, એક જ વિચારને દેશ-કાળ, વ્યક્તિ અને પરિસ્થિતિને લક્ષ્યમાં લઈને જોવાથી તે વ્યક્તિ કે વિચારનું અનેકાંત દૃષ્ટિથી દર્શન કે ચિંતન કરતા તે ચોક્કસ પૂર્વગ્રહમુક્ત બને. પૂર્વગ્રહ અને સ્વાર્થ પ્રેરિત ધર્મઝનૂન તો અનેકાંતનો હત્યારો છે. અનેકાંત દૃષ્ટિ ધર્મનાં મૂળભૂત તત્ત્વોની રક્ષક છે. એ જીવતી હશે ત્યાં સુધી ધર્મમાં વિકૃતિ નહિ પેસે. અનુયાયીઓની શ્રદ્ધા કે અંધશ્રદ્ધા, ભોળપણ અને અજ્ઞાનનો ફાયદો કહેવાતા ધર્મગુરુઓ જ ઉઠાવતા હોય છે. રાજકારણમાં ધર્મ જરૂરી છે પરંતુ ધર્મમાં રાજકારણ કેટલાંય અનિષ્ટોને જન્માવે છે. ધર્મગુરુઓ પોતાના અનુયાયી ટોળાના કદનો વિસ્તાર કરવા માટે, સંપત્તિ સત્તા વધારવા, જાહેર કાર્યક્રમોમાં વિશાળ વર્ગને આકર્ષવા માટે કેટલીક વિચિત્ર પદ્ધતિઓ અપનાવતા હોય છે. પોતાના અહમુને પોષવા આવા કહેવાતા ધાર્મિક નેતાઓ અનુયાયીઓને સતત કહેતા હોય છે કે, આપણો ધર્મ કે સંપ્રદાય જ સાચો ધર્મ છે. વળી અનુયાયીઓની વૈચારિક શૂન્યતા અને ગાડરિયા પ્રવાહને કારણે ધર્મગુરુઓને ફાવતું મળી જાય છે. સર્વધર્મ દર્શન ૧૩૩ ૧૩૪ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy