SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મારા એક દિવસના સાધુપણાના નાટકથી ઉદયનને શાંતિ, સમાધિ અને સતિ મળી તો હકીકતમાં આ સાધુપણાની કેટલી ભવ્ય અને દિવ્ય તાકાત હશે ? બહુરૂપીના મનોમંથને તેના જીવનની દિશા બદલી નાખી. સદ્ગુરુના શરણમાં જઈ સાધુપણાનું તેણે જીવનભર આચરણ કર્યું. અભયા રાણીની અબ્રહ્મચર્યની માગણીનો અનાદર કરનાર, સુદર્શનને અભયા રાણીએ શૂળીઓ ચડાવવા લગી દાવ ખેલ્યા છતાં, છેવટે સુદર્શનનું સત્ય તરી આવ્યું. ત્યારે રાજાને હાથે થતો અભયારાણીનો વધુ એ જ સુદર્શને અટકાવ્યો. ભરપૂર હિંસાના મુખમાં આબાદ અહિંસા પળાવી અને કટ્ટર વિરોધીનો પ્રેમભર્યો સામનો કરી વિજય મેળવ્યા પછી જ વિજયમાળા વિરોધીને જ પહેરાવીને જ પ્રેમ પાથરવો, એ અહિંસાની સફળતા છે. આજે સમગ્ર વિશ્વમાં સત્તા અને જમીનની લાલસા, આતંકવાદ અને ધર્મઝનૂનને કારણે યુદ્ધનાં નગારાં વાગે છે ત્યારે સત્ય, ન્યાય, નીતિ અને વિવેકનું ચિંતન જરૂરી છે. સત્યના પક્ષ માટે અને અન્યાયના પ્રતિકાર માટે ડાહ્યા અને શાણા પુરુષો યુદ્ધોને અંતિમ સાધનરૂપે જ સ્વીકારે છે. શાંતિને ઝંખતી માનવજાતને આજે યુદ્ધની નહિ પરંતુ યુદ્ધને નિવારી શકે તેવા પ્રજ્ઞાપુરુષ બુદ્ધની જરૂર છે. ક્રોધ, માન, માયા અને લોભનું જે ઉગમસ્થાન છે, જે ભીતરમાં ફૂંફાડા મારી રહેલ છે, તેવા અષ્ટકર્મના કાલીનાગ સામે પ્રત્યેક માનવે યુદ્ધ કરી તેને પરાસ્ત કરી નિર્મળ બનવાની ભાવના જ પરમ કલ્યાણકારી છે. સર્વધર્મ દર્શન ૧૩૧ ૧૪ ધર્મ અને ધર્મઝનૂન : એક વિશ્લેષણ આતંકવાદીઓને ધર્મઝનૂનનાં વિષ પિવરાવવામાં આવ્યાં છે ધર્મ એ જીવન જીવવાની કલા છે. ધર્મ માનસિક શાંતિ માટે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં આત્મપ્રદેશ પર લાગેલાં કર્મોની નિર્જરા કરવા માટેની પ્રક્રિયા, તે ધર્મ છે. ધારણ કરી રાખે તે ધર્મ, જીવને દુર્ગતિમાં પડતો અટકાવી ધરી રાખે તે ધર્મ છે. આત્માનો સ્વભાવ તે ધર્મ છે. કાળનાં સાંપ્રત પ્રવાહમાં ધર્મ સાથે ઝનૂન જોડાઈ ગયું છે. અલબત્ત અનાદિકાળથી ધર્મ સાથે આવું થતું આવ્યું છે. દરેક પક્ષે એવી દૃઢ માન્યતા બંધાઈ જાય કે હું કરું તે જ ધર્મ છે. સામેનો પક્ષ અધર્મ આચરી રહ્યો છે, ત્યારે ધર્મમાં ઝનૂન પ્રવેશી જાય છે. યુધિષ્ઠિર કે રામને ધર્મનું પ્રતીક ગણીએ તો દુર્યોધન કે રાવણ ઝનૂનનું પ્રતીક છે. આત્મા કે પદાર્થનો મૂળ સ્વભાવ ધર્મ છે એટલે, ધર્મ એ પ્રકૃતિ છે. પોતાના ધર્મની પરંપરામાં રહીને સદાચાર, અહિંસાયુક્ત સત્ ધર્મનું પાલન તે સંસ્કૃતિ છે અને ધર્મઝનૂન તે વિકૃતિ છે. ધર્મ અને ધર્મ ઝનૂન બંને અંતિમ છેડા છે. હકીકતમાં ધર્મને ઝનૂન સાથે કશી નિસબત નથી, કશો જ સંબંધ ન હોઈ શકે, પરંતુ દુર્ભાગ્યે ધર્મ અને ધર્મઝનૂન એવી સર્વધર્મ દર્શન ૧૩૨
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy