SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કરીશું તો જણાશે કે અસંખ્ય યુદ્ધો પ્રાચીન કાળમાં થયાં છે, મધ્યકાળમાં પણ અનેક યુદ્ધો થયાં અને સાંપ્રત કાળમાં પણ યુદ્ધ થઈ રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે મોટા ભાગના યુદ્ધો ધર્મને નામે થયાં છે. આમ ધર્મ અને યુદ્ધ વચ્ચે એક છૂટી ન પડી શકે તેવી લીંગઠ ગાંઠ વળી ગઈ છે. આતંકવાદને નાબૂદ કરવા અમેરિકાએ યુદ્ધની ભેરી વગાડી છે. તાલીબાનોએ ઇસ્લામ ધર્મની સામેના આક્રમણને ખાળવાના નામે યુદ્ધની જેહાદ જગાવી છે. સાર્વભૌમત્વ અને ત્રાસવાદને દૂર કરવા માટે પાકિસ્તાન સામે ભારતમાં યુદ્ધનું રણશિંગું વાગી રહ્યું છે. પરિણામે વિશ્વમાં યુદ્ધ નગારાંનાં અનેક પડઘમ વાગશે. ભારતીય દર્શનો, રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યો અને ગીતા જેવા પવિત્ર ગ્રંથોમાંથી યુદ્ધમાં વિવેક, નીતિ અને અહિંસા ધર્મ શું છે તેનું માર્ગદર્શન મળી રહે છે. ભગવાન મહાવીર અને બુદ્ધ તો અહિંસા અને કરુણાનાં અવતાર કહેવાયા. તેમણે સર્વથા હિસાનિવારણની જ વાત કરી છે. તેમના કાળમાં પણ અનેક યુદ્ધ થયાં છે. પરંતુ તેમના અનુયાયી રાજાઓ અને સેનાપતિઓએ તે સમયમાં યુદ્ધ વેળાએ પણ જે આચરણ કર્યું તેનું નિરીક્ષણ રસપ્રદ રહેશે. જ્ઞાની પુરુષોએ અહિંસાને સમજવા માટે કેટલાંક સ્તરો નિર્ધારિત કરેલાં છે. તેમણે હિંસાને ચાર વિભાગમાં વિભક્ત કરી છે. આ સ્તરો તેની વસ્તુસ્થિતિ પર નિર્ધારિત હોય જાણીબૂઝીને કોઈ ખાસ સંકલ્પ, નિર્ધાર સાથે, ઈરાદા સાથે જ હિંસા આચરવામાં આવે તે સંકલ્પી હિંસા છે, સંકલ્પી હિંસા આક્રમણાત્મક હિંસા છે, દરેક માનવી માટે તે પરિહાર્ય છે. દઢ સંકલ્પશક્તિ વડે તે નિવારી કે અંકુશિત કરી શકાય છે. સંકલ્પી હિંસા, વેરવૃત્તિ, દ્વેષ, ઈર્ષાનું પરિણામ છે, જેનું પરિણામ હંમેશાં નકારાત્મક હોય છે. પોતાનું ધાર્યું પરિણામ લાવવા અન્યને ત્રાસ આપવો, આતંક ફેલાવવો, પીડા કરવા કે તડપાવવા માટે કરવામાં આવતી હિંસા, સંકલ્પી, હિંસા છે. બીજો પ્રકાર આરંભી હિંસાનો છે, જે આજીવિકાત્મક હિંસા છે, ખાન-પાન, ઘર-ગૃહસ્થી સંસારના રોજિંદા વ્યવહાર ચલાવવા માટે છે તે આરંભી હિંસા છે, જે માનવસુખ માટેનાં ભૌતિક સાધનોના સર્જન અને સંરક્ષણ માટે છે. જીવન-વ્યવહારમાં ઘર ચલાવવા અનેક પ્રકારની હિંસા થતી હોય છે. જીવનમાં સાવધાની કે જાગૃતિથી આ હિંસા ઓછી થાય કે નિવારી શકાય છે. કુટુંબના ભરણ-પોષણ અર્થે ધંધા-વ્યવસાય માટે ખેતી-વાડી, વેપારઉદ્યોગમાં જે હિંસા થાય છે તે ઉદ્યોગી હિંસા ત્રીજા પ્રકારની છે. માનવમન જ પ્રવૃત્તિઓનું મૂળ સ્રોત છે. માટે સંસારમાં અહિંસા આચરવી પડે છે, પરંતુ સાવધાનીપૂર્વક, ન્યાય-નીતિપૂર્વક, સંયમપૂર્વક જીવન જીવનાર આ હિંસાને નિવારી કે ઓછી કરી શકે છે. હિંસાનો ચોથો પ્રકાર છે વિરોધી હિંસા. શત્રુના આક્રમણ સમયે દેશને, નગરને, પરિવારને, કુટુંબને કે પોતાની જાતને બચાવવા માટે અન્યાયનો પ્રતિકાર કરવા માટે, આઝાદીની સુરક્ષા માટે, સાર્વભૌમત્વ માટે, રાષ્ટ્રની શાંતિ માટે જે યુદ્ધ કરવામાં આવે, તે વિરોધી હિંસા છે. તે પ્રત્યાક્રમણ હિંસા અર્થાતુ આક્રમણનો વળતો જવાબ સુરક્ષા-બચાવ માટે જે હિંસા આચરવામાં આવે છે તે વિરોધી હિંસા છે. ભૌતિક સંસ્થાનો પર પોતાનું અસ્તિત્વ રાખવા જેઓ ઇચ્છે છે તેઓ આ હિંસાને સહજ ગણે છે. વિરોધી હિંસા સંપૂર્ણપણે ટાળી શકાતી નથી. સ્ત્રીઓના શિયળની રક્ષા, પોતાનું, કુટુંબનું, રાષ્ટ્રનું રક્ષણ કરવું એ દરેક વ્યક્તિની પ્રાથમિક ફરજ છે. નિર્દય શત્રુના આક્રમણ સમયે પોતાનો બચાવ કરવો, રક્ષણ કરવું ફરજરૂપે છે, સાર્વભૌમત્વ માટે દેશની સરહદોનું રક્ષણ કર્તવ્યરૂપે છે. આથી આ વિરોધી હિંસાને સંપૂર્ણપણે ટાળી શકાતી નથી. સ્વબચાવ અર્થે હિંસા આચરવામાં આવે ત્યારે મનમાં કષાય, દ્વેષ, વેરવૃત્તિ ઉત્પન્ન ન થાય તેની કાળજી રાખી સાવચેત રહી વર્તવામાં આવે તે ઇચ્છનીય છે, સ્વ-રક્ષણ સમયે જે હિંસા આચરવી પડે, કતલ કરવી પડે, મરવું કે મારવું પડે તો મુખ્ય લક્ષ રક્ષા-બચાવનું હોય, નૈતિક ફરજ કે કર્તવ્યની ભાગરૂપ હોય તો તે અનિચ્છનીય કે વજર્ય ગણવી મુશ્કેલ છે. શરત | સર્વધર્મ દર્શન ૧૨૫ ૧૨૬ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy