SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦)પોતામાં દોષ હોય છતાં તેને સુધારવા નહીં એ જ ખરેખરો દોષ ૧૩ (૧૧)સંસ્કાર આપનારી લલિતકળાઓમાંથી તાજગી મેળવો. કવિતાથી ચારિત્ર્યનું ઘડતર થવા દેશો. કોન્ફફ્યુશિયસે નીતિ અને ધર્મની જે પ્રક્રિયા વ્યવસ્થિત રૂપમાં આપી છે તેમાં પરમેશ્વરની માન્યતા અને પૂજાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પૂજા, સ્તુતિ અને યજ્ઞ વગેરેથી ભક્તિભાવની અભિવ્યક્તિ થાય છે. પરંતુ આ ધર્મ, બધી વિધિઓ કરતાં પોતાની જાત અને સમાજ પ્રત્યેની નૈતિક ફરજને વિશેષ મહત્ત્વ આપે છે. માણસે પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું અને માનવબંધુઓ પ્રત્યે પ્રેમ રાખવો એ આ ધર્મનો મુખ્ય આદેશ છે. વૈરાગ્યભાવનાની અપેક્ષા રાખતા આ ધર્મનાં કેટલાક કથનો નોંધપાત્ર યુદ્ધ સંદર્ભે હિંસા, ધર્મ અને નીતિ માણસ અભિમાની અને દ્રવ્યનો લાલચુ હોય તો ભલેને એનામાં ચારિત્ર્યના તમામ ગુણો હોય તોપણ એ ગુણો જરાયે લેખામાં લેવા જેવા નથી. જો માણસ પોતાની ફરજને પહેલું સ્થાન આપે અને ફળને ગૌણ સ્થાન આપે તો તે મહાન થશે જ. ફરજ પ્રથમ છે - લાભનો વિચાર પછી કરવો. ભોગમાં, નિષ્ક્રિયતામાં સુખ નથી - સુખ સમૃદ્ધિ સાથે નથી સંકળાયેલું, ખાવાને માટે સાદો ખોરાક, પીવાનું પાણી અને વાંકા વળેલા હાથનું ઓશીકું એની સાથે પણ સુખ હોઈ શકે. કોન્ફયુશિયસ – લોકોને સગુણ શીખવનાર મહાન શિક્ષક હતા. તેઓને દેઢ શ્રદ્ધા હતી, ‘જે મનુષ્યો સારા થાય તો કુટુંબો સારાં થાય, રાજ્યો સારાં થાય અને તેથી આખું જગત સારું થાય.' કોન્ફયુશિયસ ધર્મ માને છે કે જો સદુપદેશ આપવામાં આવે તો માણસો સારા થઈ શકે તેમ છે. માણસને સારા કરવાની પ્રવૃત્તિ કરનાર આ ધર્મ મહાન છે. વિશ્વની કોઈ પણ ધર્મપરંપરાએ યુદ્ધની તરફેણ કરી નથી. યહૂદી પ્રજા જેને પવિત્ર ગણે છે તે મુસા પયગંબરને યહોવાહ દેવે સિનીય પર્વત પર જે કરારો આપ્યા તેના સાતમા કરારમાં જણાવ્યું છે કે “કોઈ પણ પ્રાણીની હિંસાથી વિરામ પામ.’ નવા કરારની હસ્તી ઈસુ પછી થઈ છે. ઈસુના જીવન અને ઉપદેશમાં પ્રેમ, ક્ષમા અને પરોપકારનાં તત્ત્વો ખીલેલો છે. ઈસુ વેરનો બદલો લેવાની સાફ ના પાડતા કહે છે કે ‘તમારા ડાબા ગાલે કોઈ તમાચો મારે તો જમણો ધરવો.’ | કુરાને શરીફના ખુદાનું નામ જ ‘રહિમાન' છે. જેના જીવનમાં પ્રાણીમાત્ર પ્રત્યે દયા અભિપ્રેત છે તે ‘રહિમાન' છે, અશો જરથુષ્ટ્રના ઉપદેશનો સાર તેમના અહૂરમઝદના કરારનામામાં સમાઈ જાય છે. પવિત્ર વિચાર, પવિત્ર વાણી અને પવિત્ર કર્મ તેનું મૂળ છે. સૂર્યપૂજા, સમુદ્રપૂજા અને અગ્નિપૂજા જીવનની પવિત્રતા માટે છે. જરથોસ્તી પ્રજાના પ્રભુનું નામ જ જો પાક છે તો દયા, પવિત્રતા અને પરોપકાર તેને પ્રિય કેમ ન હોય ? - તમામ ભારતીય ધર્મોએ અન્યના જીવનનો અધિકાર ઝૂંટવી લેવા માટે યુદ્ધની તરફેણ કરી નથી. છતાંય વિશ્વના ઇતિહાસ તરફ દષ્ટિપાત સર્વધર્મ દર્શન ૧૨૪ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy