SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ----- પાકિસ્તાનનાં જૈન મંદિરોહવેલી જેવું લાગે છે. અંદરના ભાગમાં પૂજાસ્થાન, મંદિરના કળશ અને શિખર હતાં. તે બધું સને ૧૯૯૨ ડિસેમ્બરમાં તોડી નાખવામાં આવ્યું. હવે અહીં ભારતમાંથી આવેલા પરિવારો રહે છે. તે લોકોએ મંદિરની બહારનો ભાગ એમનો એમ જ રાખ્યો છે. આ જૈન મંદિર જ છે એવી ઓળખ થઈ શકે છે. મિજાને તે ગલીનાં મકાનો, હવેલીઓ અને જૈન મંદિરોના ફોટા લીધા. આખી ભાવડા ગલી આજે પણ સુંદર દેખાય છે. બ્રિટિશકાળમાં બનેલી ઈમારતોની જેમ અતિસુંદર મંદિરનું બિલ્ડિંગ, દરવાજાના પિલર પર ઝાંખીવાળા રોશનદાન, દરેક પીલર પર નાગદેવતા જેવાં ફૂલ, ચિત્રકળાથી યુક્ત દિલહર વિશાળ ઈમારત ! બહાર એકસમાન ચાર મોટા પ્રવેશદ્વાર. મુખ્ય પ્રવેશદ્વારના ઊંચા ફર્શ પર ચઢવા માટે ગલી તરફ લાગેલી પથ્થરની શિલાઓ! કોણ જાણે કેટલાંય સાધુ-મુનિ મહારાજ તથા પૂજા-ઉપાસના કરનારા લોકો આ પ્રવેશદ્વાર થકી મંદિરમાં ગયાં હશે! ઈ.સ. ૧૮૬૬થી ૧૯૪૧ સુધી આ મંદિરની રોનક હતી. ઉત્સવો પણ થતા. આરતી, ભક્તિ વગેરે પણ થતાં. આજે સન્નાટો છવાયેલો છે. હવે તે કોઈકનું ઘર છે. ભગવાનનું ઘર હવે માનવીનું ઘર છે ! અંગ્રેજોના રાજમાં અનેક પરિવર્તનો થયાં. પંજાબના આ ભાગમાં રેલવે, સડકો તથા લશ્કરી છાવણીઓની જાળ બિછાઈ ગઈ. વ્યાપારી બજારોની દશા પણ બદલાઈ ગઈ. નવા કારોબારી કેન્દ્રો બન્યાં અને જૂનાં બજારો શાંત થવા લાગ્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ (ઈ.સ. ૧૯૧૪-૧૯૧૮)નો પણ પ્રભાવ પડ્યો. કિલા દીદારસિંહના કસ્બાની પણ આવી જ હાલત થઈ. શાહુકારના ધંધા પણ બેંકોએ લેવાનું શરૂ કર્યું. હાલતની મજબૂરીએ પલાયનને જન્મ આપ્યો અને મોટા ભાગના જૈન લોકો પાસેના મોટાં શહેરો, ગુજરાંવાલા વગેરેમાં વસવા લાગ્યા. મોટી ઉંમરવાળા જૂના જમાનાના લોકોને શેઠ મધ્યાદાસ ભાવડાનું નામ હજુ સુધી પણ યાદ છે. ઈ.સ. ૧૯૪૦-૪૧માં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિએ બધી બાબતોનું ધ્યાન રાખીને કિલા દૌદારસિંહના મંદિરની પ્રતિમાઓને ગુજરાવાલામાં, ગુરુકુળની નવી ઈમારતના ઘરમંદિરમાં સ્થાપિત કરાવી. ફરી દેશ-વિભાજનના સમયે ભગવાન વાસુપૂજ્યની આ પ્રતિમા બિકાનેરની જૈન દાદાવાડીમાં બિરાજમાન કરવામાં આવી. અહીંના મંદિરનાં શંખ અને ઘંટનો અવાજ આજે પણ જાણે અનંતથી ધ્વનિત થઈ રહ્યો છે ! 'उनको ही मिलता है वो, जो उसके है मीत ।'
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy