SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૨૧ ગુરુકુળ ગુજરાંવાલા મુનિ આત્મારામજી સમાધિસ્થળની ઈમારતની શરૂઆત તો તેઓના સ્વર્ગવાસના આગલા વર્ષથી જ શરૂ થઈ ગઈ હતી, જોકે તેને પૂર્ણ થવામાં પાંચછ વર્ષ થઈ ગયાં, જોકે તેની સાથેના ઓરડાના બે બ્લોક, કૂવો, રેંટ તથા હોસ્ટેલ રૂમ વગેરે લગભગ ઈ.સ. ૧૯૨૪-૨૫ સુધીમાં તૈયાર થઈ ગયાં હતાં. એટલા માટે આત્મારામજીના શિષ્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ ઈ.સ. ૧૯૨૫માં વસંતપંચમીના દિવસે અહીં ગુરુકુળ શરૂ કરાવ્યું હતું. આખા ભારતમાંથી – ખાસ કરીને પંજાબ ક્ષેત્રના જૈન પરિવારોના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા હતા. ૨૦ વર્ષ સુધી ગુરુકુળ ચાલતું રહ્યું. સને ૧૯૪૧-૪૩ મધ્યે અહીંથી લગભગ બે માઈલ દક્ષિણ તરફ જગ્યા લઈને, તેમાં તમામ પ્રકારની સુવિધાઓ તથા નાના મંદિર સહિત નવા કોમ્પલેક્ષમાં ગુરુકુળને શિફ્ટ કરવામાં આવ્યું. ગુરુકુળના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન વખતે તત્કાલીન કશ્મીર રાજ્યના રેવેન્યુ તથા કાયદામંત્રી માનનીય શ્રી ફુલચન્દ મોઘા તથા પંજાબ રાજ્યના નાણાસચિવ શ્રી એલ.સી. જૈન ખાસ પધાર્યા હતા. હવે અહીં કંઈ નથી. લોકોનાં ઘર છે. ગુરુકુળના મંદિરની ભગવાન વાસુપૂજ્યની પ્રતિમા વર્તમાન બિકાનેરના દાદાવાડી મંદિરમાં બિરાજમાન છે. આચાર્ય વિજયલલિતસૂરિજી આ ગુરુકુળ સાથે આચાર્ય શ્રી લલિતવિજયજીનું નામ જોડાયેલું છે. તેઓએ પોતાના ઉપદેશોમાં પ્રેરણા કરીને વિપુલ ધનરાશિ ગુરુકુળ માટે મોકલાવી. આચાર્ય શ્રી લલિતવિજયજીનો જન્મ ગુજરાવાલા પાસે ભાખડિયા ગામમાં એક બ્રાહ્મણ સોનીને ત્યાં થયો હતો. પિતા દૌલતરામે તેમનું નામ લછમનદાસ પાડ્યું. પિતાના મિત્ર ભક્ત બુડામલ જૈનના સમાગમથી તેઓને જૈન સાધુઓની ૬૬
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy