SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વિસરાયેલા વારસામાંથી ભવિષ્યનું દિશાદર્શન જે પ્રજા પોતાના ભૂતકાળના વારસાને વિસરી જાય છે એનું ભવિષ્ય અંધકારમય બની જાય છે, એ હકીક્ત આપણે જાણીએ છીએ. છતાં સવાલ એ છે કે, ખરેખર આપણે આપણા ભૂતકાળના વારસાને જાણીએ કે જાળવીએ છીએ ખરા ? માણસના શરીરના ‘જિન્સની વાત કરીએ છીએ, પણ મળેલી સંસ્કૃતિના જિન્સની ખોજ કરીએ છીએ ખરા ? અને ત્યારે એ હકીક્ત સ્વીકારવી જ જોઈએ કે પ્રાચીન ગ્રંથો, સંશોધન-પ્રવાસો, શિલ્પો અને સ્થાપત્યોનો અભ્યાસ અને જનશ્રુતિમાં રહેલા ઇતિહાસની ખોજ કરવાનો ભાગ્યે જ કોઈ સબળ પ્રયત્ન થયો છે. આવે સમયે મૂળ ઉર્દૂ લિપિમાં પંજાબી ગુરુમુખી બોલીમાં લખાયેલું પાકિસ્તાનના શ્રી ઇકબાલ કેસરનું એક ઐતિહાસિક પુસ્તક “ઉજડે દાં દે દર્શન’નું વીરાન વિરાસતે' નામે હિંદી ભાષામાં સંશોધિત અને સંવર્ધિત કરી સાહિત્યકાર શ્રી મહેન્દ્રકુમાર મસ્તે પ્રગટ કર્યું છે. એમના જેવા જૈન ધર્મના ઊંડા અભ્યાસી અને ઇતિહાસવેત્તા પાસેથી એક એવું પુસ્તક સમાજને મળ્યું કે જેનાથી નવીન દૃષ્ટિ અને દર્શન પ્રાપ્ત થાય છે. આવા વિશિષ્ટ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરીને સાહિત્યકાર, અભ્યાસુ તંત્રી અને વિદ્વત્તાપૂર્ણ જ્ઞાનસત્રના આયોજક શ્રી ગુણવંત બરવાળિયાએ માત્ર જૈન સમાજને જ નહીં, કિંતુ ગુજરાતીભાષી સમાજને એક અપૂર્વન આપી છે. આનું કારણ એ છે કે આ ગ્રંથની સર્જનપ્રેરણા ઉદાત્ત અને માનવીય ભાવમાંથી ) પ્રગટી છે. ચોતરફ હિંસાની હોળી સળગતી હોય ત્યારે કોઈ વ્યક્તિના મનમાં અહિંસાનો ભાવ જાગે અને પોતાની રીતે શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરે ત્યારે જે અપ્રતિમ અક્ષરપુરુષાર્થ કરે, તેનું આ ગ્રંથ પ્રત્યક્ષ પ્રમાણ છે. ૧૯૯૨માં મસ્જિદની ઘટનાના સમયે ઇકબાલ કેસરનું માનવતાપ્રેમી સંવેદનશીલ હૃદય ઐતિહાસિક સંપત્તિ પર થઈ રહેલા આટલા બધા જુલમથી દ્રવિત થઈ ગયું આથી ખુદાનું ઘર તોડવા માટે નો ગુનો કરનારને પોતાની ભૂલનો અહેસાસ થાય, તે માટે એમણે આ ગ્રંથની રચના કરી. કેવી વિરલ છે આ ગ્રંથરચનાની પશ્ચાદ્ભૂમિકા ! આ ગ્રંથની બીજી વિશેષતા એ છે કે ભૂતકાળનાં મંદિરોના અને એ મહોલ્લાના ઇતિહાસને વર્તમાનમાં આપણને સાક્ષી બનાવતા હોય તે રીતે એક પછી એક શબ્દચિત્ર છે આપણા માનસપટ પરથી પાસ થઈ જાય છે. એ અવશેષરૂપ બનેલા ઇતિહાસને વિગતો, (VII)
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy