SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : ૬ પાકિસ્તાનનાં જૈન મંદિરો સમ્રાટ અકબરનું કાશ્મીરભ્રમ ઉપાધ્યાય ભાનુચંદ્રજી પણ અકબરની સાથે હતા. પોતાના લાહોર પ્રવાસમાં સમ્રાટે કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતા, ઝરણાં, પહાડ તથા વાદીઓને જોવા અને ત્યાંના સરોવરોમાં સ્વયં નૌકાવિહારનો આનંદ માણવાની પ્રબળ ઇચ્છાથી, પોતાના મંત્રી કરમચંદ બછાવતને પૂરી વ્યવસ્થાની જવાબદારી સોંપી. સફરના સુપ્રબંધ, તંબૂ, ઘોડા, ખચ્ચર, મજૂર, રસ્તાના જાણનારા લોકો, સુરક્ષા અને શાકાહારી ભોજનની વ્યવસ્થા સાથે કોઈ સંભવિત દુર્ઘટનાથી બચવા માટે એક તાંત્રિક તથા અકબરના કહેવાથી જૈન મુનિ (વાચક) ઉપાધ્યાય ભાનુચંદ્રજીને પણ સાથે લીધા. શ્રી અમર જૈન હોસ્ટેલ, લાહોર સમયની જરૂરિયાતને સમજતાં તથા સમાજના હોનહાર અને જરૂરિયાતવાળા યુવાનોને ઉચ્ચ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થઈ શકે તે અર્થે પંજાબના જૈન સ્થાનકવાસી સમાજે આચાર્ય શ્રી અમરસિંહજી (પૂજજી મહા.)ના નામે લાહોરના સંતનગરમાં એક આદર્શ સંસ્થા ‘શ્રી અમર જૈન હોસ્ટેલ’નું નિર્માણ કરાવ્યું. આ વિશાળ મકાનમાં છાત્રાલયને અનુકૂળ ઓરડાઓ હતા. લાહોરમાં શિક્ષણ અર્થે આવનાર જૈન વિદ્યાર્થીઓ અહીંના સાત્ત્વિક અને શુદ્ધ વાતાવરણમાં રહીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. તત્કાલીન સમાજમાં શૈક્ષણિક વિકાસ માટે અમર જૈન હોસ્ટેલનું યોગદાન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ભાગલા પછી પાકિસ્તાન બનતાં આ સંસ્થાને ચંડીગઢમાં સ્થાપિત કરવામા આવી. શ્રી સ્થાનકવાસી જૈન હૉલ ઘડિયાં-ભાવડિયાં મહોલ્લાની પાસે કચેરી બજારમાં ચાર માળ અત્યારે મોજૂદ છે. આ સ્થાનનો સાધુ-સાધ્વીજીઓના ઉતારા માટે તથા સામાજિક કાર્યોમાં ઉપયોગ થતો હતો. ૧૮
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy