SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ --------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- તે સમયે લાહોરમાંથી જ એક પાદરીએ (Pinheirs) ૩ સપ્ટેમ્બર, ૧૫૯૫ના રોજ એક પત્ર સમ્રાટ અકબરના વિશે લખ્યો હતો – "He follows the sect of the Jains (vraties)" અર્થાત્ તે (અકબર) જૈન સિદ્ધાંતોનો અનુયાયી બની ગયો છે. (વતી = જૈન). અકબરના મંત્રી કર્મચંદ બછાવતને જૈન મંદિર તથા ઉપાશ્રય માટે જમીન આપવામાં આવી, જ્યાં આચાર્ય જિનહર્ષસૂરિજી તથા હેમવિમલસૂરિજીએ વિ. સં. ૧૬૫૨ (ઈ.સ. ૧૫૫)માં શ્રી સુવિધિનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિર ઘણું જીર્ણ થઈ ગયું હતું. મૂર્તિ પણ ખંડિત થઈ ગઈ હતી. ત્યારે આ જગ્યાએ નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આચાર્ય વિજયવલ્લભસૂરિજીએ માગસર સુદ-૫, સંવત ૧૯૮૧ (ઈ.સ. ૧૯૨૪)માં નવા મંદિરમાં ભગવાન સુવિધિનાથની પ્રતિષ્ઠા કરાવી. ઉપરના માળે શ્રી શાંતિનાથ તથા શ્રી ઋષભદેવને બિરાજમાન કરવામાં આવ્યા. ૧૯૨૪થી ૧૯૪૭ સુધી મહોલ્લો થડિયાં ભાવડિયાંનું આ જૈન મંદિર ભક્તોની શ્રદ્ધા, ભક્તિ અને નિષ્ઠાનું કેન્દ્ર બની ગયું. આ મંદિરની પાસે જ બનેલા ઉપાશ્રય, પંચાયતી મકાન નામે ઓળખાતું હતું. અકબરના દરબારી અકબુલક્ઝલ તથા જૈનોની પટ્ટાવલિઓમાં આ મંદિરનો ભરપૂર ઉલ્લેખ છે, જે પૂરી સાબિતીઓ સાથે છે. તે બધી સાબિતીઓ થડિયાં ભાવડિયાં મંદિર સાથે પૂર્ણ રીતે મેળ ખાય છે. અંતિમ વાત એ છે કે, ૧૯૪૭ સુધી અહીં જૈન પરિવારો સારી સંખ્યામાં ઉપસ્થિત હતા અને તેઓ આ મંદિરમાં પૂજાપાઠ કરતા હતા, તો પછી આ મંદિરનું નામોનિશાન ક્યાં ખોવાઈ ગયું? પંજાબી કવિ શૌકતનું એક ગીત છે – नहियों लब्मने लाल गवाचे ते मिट्टी न फरोल जोगिया ओए चन मेरिया तू मिट्टी न फरोल जोगिया । અર્થાત્ રત્નતુલ્ય પ્યારા લોકો (ભાઈબંધુ) એક વાર ખોવાઈ જાય તો પછી ફરી ક્યાં મળે છે ? અરે જોગી, તું શા માટે માટીમાં તેમને શોધી રહ્યો છે ? અરે મારા વહાલા! માટીને ન રડાવીશ, તે નહીં મળે. | ૧ ૨
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy