SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ---------------પાકિસ્તાનનાં જૈન મંદિરો -- -------------- એમણે મહુવાના યુવાન બેરિસ્ટર વીરચંદ ગાંધીને છ મહિના સુધી જુદા જુદા શાસ્ત્રોનો અભ્યાસ કરાવીને વિશ્વધર્મ પરિષદમાં મોકલ્યા હતા અને આ ૨૯ વર્ષના યુવાને ભારતય સંસ્કૃતિ અને જૈન તત્ત્વજ્ઞાનની ભવ્યતાનો સહુને અનુભવ કરાવ્યો હતો. આચાર્યશ્રી આત્મારામજી મહારાજે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો પર પ્રકાશ પાડતો શિકાગો પ્રશ્નોત્તર’ નામનો ગ્રંથ લખ્યો. એ સમયે પંજાબ, રાજસ્થાન અને ગજુરાતમાં આચાર્યશ્રી આત્મારામજી મહારાજ અને શ્રી વિજયાનંદસૂરિજીનો પ્રબળ પ્રભાવ હતો અને તેથી બંનેના સંયુક્ત નામે ‘આત્માનંદ' નામ ધરાવતી અનેક શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાઓ અને ધર્મશાળાઓની સ્થાપના થઈ | એક સમયે પંજાબમાં તમે જ્યાં જાવ ત્યાં “આત્માનંદ' નામ ગુંજતું હતું. આ આચાર્યશ્રી આત્માનંદજી મહારાજની વિ. સં. ૧૯૫૩ના જેઠ સુદ સાતમે ગુજરાનવાલામાં કાળધર્મ પામ્યા. એમની સમાધિ આ ગુજરાનવાલા નગરમાં હતી. જો કે આજે એ ક્યાં છે એની શોધ કરતા છતાં ભાળ મળતી નથી. પાકિસ્તાનના સિંધ પ્રાંતવિન્સમાં આવેલા હાલા ગામમાં પણ જૈન દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર અને જૈન સ્કૂલ હતી. અહીં રાધનપુર, પાલી અને જેસલમેરથી જૈનો આવ્યા હતા. આ હાલામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘર દેરાસર તથા બીજી આરસની ૧૦ મૂર્તિઓનો ભંડાર ઘણો સમૃદ્ધ હતો. લાહોરના થારી અને અનારકલી વિસ્તારમાં બે દેરાસર આવ્યાં હતાં, જ્યારે લાહોરથી પ૦ કિ.મી. દૂર આવેલા કાસૂર ગામમાં જ્યાં દેરાસર હતું તે વિસ્તાર જૈન ચૌરાહા' તરીકે ઓળખાતો હતો. પાકિસ્તાનના પંજાબ પ્રોવિન્સના દેરાનવાબ તહેસીલના દેરાવર ગામમાં દાદા જિનકુશલસચરિની સમાધિ આવેલી છે. ખતરગચ્છની પરંપરાના ચાર દાદા ગુરુઓમાં આચાર્ય જિનકશલસૂરિ તૃતીય દાદાને નામે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત રાવલપિંડી, જેરૂમ, પાપનખા અને સિયાલકોટ જેવાં શહેરોમાં પણ જૈન મંદિરોમાં હતાં. આજે એ મંદિરો જીર્ણશીર્ણ હાલતમાં મળે છે. આવતી કાલે એના ઈતિહાસની જાળવણી કરવાનો કોઈ પ્રયત્ન થાય ખરો ? (૧૮૫)
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy