SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પાકિસ્તાનનાં જૈન મંદિરોમંદિર પૂર્ણ નથી. દેખીતું છે કે બધું નુકસાન અસામાજિક તત્ત્વો દ્વારા જ ન થયેલ હોય. પ્રભુ પાર્શ્વનાથના સ્મારકરૂપ ગોરી મંદિર-ગોરી ગામની બહાર આવેલ છે. ૬૦૦ વર્ષ જૂનું આ સ્મારક સ્થાપક શ્રીમંત હિન્દુ વ્યાપારી તરફ નિર્દેશ કરે છે. ૧૬મી સદીના મધ્યમાં બંધાયેલ હોવા સંભવ છે. છતાં ૧૮૯૮ના ધરતીકંપમાં ઘણાં મંદિરો નાશ પામેલ છે. છતાં અમુક અખંડિત પણ છે. અહીં રથમાં સવાર રાજકુમારીઓ શ્યામલ સુંદરીઓ રાજસ્થાની પહેરવેશમાં દૃષ્ટિગોચર થાય છે. સ્તંભો આરસના છે. બાકી પ્લાસ્ટર ઊખડી જવાથી ખાલી લાગે છે. નગરપારકરનું જિનાલય થરના રણમાં અનેક ભવ્ય પ્રાચીન જિનાલયો આવેલાં છે જે જૈન અને હિંદ રાજ્યોની ઉપસ્થિતિ હોવાની સાખ પુરે છે. આ પૈકી એક મંદિર પશ્ચિમના છેડે મુખ્ય બજારમાં નગરપારકર ગામમાં આવેલ છે. અત્યારે તે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છે. તેના મૂળ નામ વિશે માહિતી નથી, પરંતુ બજાર વચ્ચે હોવાથી બજારમંદિર તરીકે સ્થાનિકોમાં ઓળખાય છે. ગોરી મંદિર જેમ આપણા પ્રાચીન વૈભવી કેન્દ્ર જૈન ધર્મનું માનવામાં આવે છે. આની સ્થાપનાની તારીખ ઉપલબ્ધ થઈ શકતી નથી પણ ૫૦૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે - ૧૪મી સદી (મુજબ) આ મંદિરનો પરિસર એક સ્થંભ સિવાય લુપ્ત થઈ ગયેલ છે. બાહ્મ દીલવો કંઈક અંશે આકર્ષક રીતે જળવાઈ રહેલ છે. એક સમયે મુખ્ય ખંડમાં તિર્થંકરની પ્રતિમા હોવાનો સંભવ છે, પણ અત્યારે ઘણા સમયથી લુપ્ત છે. કદાચ ચોરાયેલ હોય કે કોઈ માથાફરેલ દ્વારા ધ્વંસ થયેલ હોય. અંદરની સ્થિતિ પણ બહાર કરતાં કંઈ સારી નથી. ઓછી માત્રામાં મૂળ ભીંતચિત્રો એક કાળે મંદિરની સજાવટરૂપ હતાં તે આંશિક રીતે ખંડિત થયેલ છે. પાકિસ્તાનના દૈનિક ડોન’ (અંગ્રેજી)ના પ્રમાણે પ્રાચીન જૈન મંદિરો ઐતિહાસિક અવશેષો નગરપારકર પ્રદેશના જેમાંના કેટલાંક ૨૦૦૦ વર્ષ પ્રાચીન છે. ૧૬૯
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy