SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો હતી. પહેલી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ, બીજી લોંકાગચ્છ, ત્રીજી ઉત્તરાર્ધ્વ, ચોથી નાગૌરીગચ્છ અને પાંચમી ખતરગચ્છ. પંજાબમાં તપાગચ્છ ઘણો પ્રચલિત બન્યો. પછી તેઓ મૂર્તિપૂજક પણ થઈ ગયા. શ્વેતાંબર જૈન સ્થાનકવાસી પરંપરાના પણ ત્રણ ભાગ બતાવવામાં આવે છે શ્રી અમરસિંહજીની પરંપરા, આચાર્ય ગંગારામજીની પરંપરા અને આચાર્ય રતિરામજીની પરંપરા. પંજાબની જૈન સ્થાનકવાસી પરંપરા પણ ભગવાન મહાવીરની પરંપરાનો એક ભાગ છે. - ગલીઓમાં ફરતો અને લોકોને પૂછતો હું જંગી મહોલ્લામાં પહોંચ્યો, કે જે ભાવડાબજારનો જ એક ભાગ છે. ગલીમાં જ એક સજ્જનને જૈન સ્કૂલ વિશે પૂછયું. જવાબ મળ્યો કે કદાચ આ સ્કૂલ જંગી મહોલ્લામાં છે, આપ ત્યાં તપાસ કરો. એક ખુલ્લી જગ્યા. એક જણને પૂછ્યું તો તેણે કહ્યું કે તમારે કોને મળવું છે ? ‘હકીકતમાં મને અહીં એક શાળાની તલાશ છે, જેને જૈન સ્કૂલ કહેવામાં આવે છે.’ ‘ભાઈસા’બ, તમે એ સ્કૂલ આગળ તો ઊભા છો !’ અંગેજી બનાવટની આ ઇમારત પર અંગ્રેજી, ઉર્દુ અને હિન્દીમાં લખ્યું હતું – ‘શ્રી નૈન ન્યા પાશાળા, રાવળપિંડી 1933 ૐ । આ હાઈ સ્કૂલ હતી. તે પછી મેં પ્રાથમિક શાળા પણ શોધી કાઢી. અહીંની જૈન લાયબ્રેરીનું તો હવે અસ્તિત્વ જ રહ્યું નથી. રાવલપિંડીમાં જૈન તિ રાવલપિંડીમાં જૈન તિઓનું પોતાનું નિશ્ચિત સ્થાન હતું. ચિંત આ ક્ષેત્રમાં ધર્મપ્રચાર કરતા હતા. વિ.સં. ૧૭૫૮ (ઇ.સ.૧૭૦૧)માં તિ દાના ઋષિએ અહીં જૈન સાહિત્યની રચના કરી હતી. સંભવ છે કે, રાજાબજાર, ઘ્વારાચોક, મદીના માર્કેટવાળું મદરસા, દારુલ અલૂમ કુરાન પાસે સ્થિત ઘુમટી જેવું નાના જૈન મંદિરનો જૈન યતિઓના સ્થાનકથી કોઈ લિંક જોડાયેલી હોય. દિલ્હીનો બાદશાહ હેમૂ જૈન ઇતિહાસ સાક્ષી છે કે શ્વેતાંબર ફિરકાઓનો મોગલો સાથે અને તેના પહેલાં કેટલાક મુસ્લિમ શાસકો સાથે સારા સંબંધ રહ્યા હતા. તે કાળમાં અનેક સુંદર મંદિરો બંધાયાં. ધર્મપ્રચાર થયો. તેનું ઉદાહરણ છે કે ઇ.સ. ૧૪૨૧-૨૩માં મુબારક શાહના ૧૬૧
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy