SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ---------પાકિસ્તાનનાં જૈન મંદિરો------ એલજેંડર કનિંઘમ’નું માનવું છે કે આ સિંહપુર આજકાલ કટાસરાજ (અથવા કટાક્ષ) જેલમ નદીના કિનારે છે અને શીખોનું પ્રસિદ્ધિ તીર્થધામ પણ છે. ડૉ. બૂલહરની પ્રેરણાથી ડા. સ્ટાઈને તે જૈન મંદિરોને શોધી કાઢ્યાં. "Sir Aural Stien, the then Principal, Oriental College, Lahore, Peronally visited the place in 1889 A.D. and discovered the remains of Sinhapur Jain Temple, buried near Murti, a village two miles form katas, and collected from excavation a huge mass of idols which were brought to Lahore in 26 Camel Loads and were deposited in control of Punjab Museum." રાવલપિંડી શહેરનું પ્રાચીન નામ રાવલપિંડી. અહીં રાવલોની વસ્તી હતી. જ્યારે આ શહેર વસ્યું ત્યારે રાવલ વસાહતના સરદારનું નામ સતોગુણ હતું. ઉચ્ચાનગરીમાં ઓસવાલ રાજસ્થાનથી આવીને વસ્યા. તેઓ શ્વેતાંબર જૈન ધર્મ પાળતા. પિંડીના રાવલોને રાવલજોગી પણ કહેવાય છે, જેઓ બહુરૂપધારી પણ કહેવાતા. પાછળથી તે લોકોએ પોતાને “રાવલ મુગલ’ કહેવડાવવાનું શરૂ કર્યું. ઓસવાલોની સાથે એક કબીલો અગ્રવાલ નામે છે, જેઓ જૈન દિગંબર છે. આ બધા ગુજરાત, રાજસ્થાનના વતની કહેવાય છે. Sજલ એબટસને પંજાબ કાસ’ શોધગ્રંથમાં સારું વિવરણ આપ્યું છે, શ્રીમાલ, ખંડેલવાલ, અગ્રવાલ, ઓસવાલ, ભાડે અને રાવલ. આ બધા પોતાના પ્રાચીન કાર્યવ્યવહાર અને રીતિરિવાજોથી એકબીજા સાથે મળતા આવે છે. યતિ, મઠધારી, સાધુ, જોગી, જંતર, મંત્ર, દવા, જાદુ, હાથ જોવાવાળા જ્યોતિષી વિગેરે કાર્ય કરે છે. ભાવડા બજાર છે અસલ રાવલપિંડી શું રાવલ ક્યારેક જૈન હતા ?' પુસ્તકોનાં પૃષ્ઠો ઉલટાવતાં અને તેમની સાથે વાત કરતાં મારા મનના એક ખૂણામાં પ્રશ્ન થયો કે આ રાવલ લોકો મુસલમાન બનતા પહેલાં જૈન હતા ? શ્વેતાંબર જૈન ? રાવલપિંડીનો અસલી અને સૌથી પ્રાચીન વિસ્તાર આ ભાવડા બજાર જ છે. જો રાવલ અને ઓસવાલ પરસ્પર સંબંધી હતા, અને જૈન ધર્મને માનવાવાળા હતા, તો બની શકે કે તેઓ ઉચ્ચાનગરીને છોડીને અહીં આવીને ૧પ૯
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy