SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો એક ઘરમંદિર બનાવીને તેમાં ધાતુની પ્રતિમા વિરાજમાન કરી હતી. પછીથી ‘હાલા’નગરથી પાષાણની મૂર્તિ લાવીને અહીં બિરાજમાન કરવામાં આવી. એક દિગંબર મંદિર આનાથી અલગ હતું. લાંબી સફર બાદ કરાચી શહેરના સ્ટેશન પર માણસોનો જાણે રેલો હતો ! સમુદ્રકિનારે આવેલું આ ખૂબ પ્રાચીન શહેર છે સંભવતઃ પથ્થરયુગ અથવા ધાતુયુગના સમયનું ભારતથી પાછા વળતા સિકંદર અહીં આવ્યો હતો. - ‘મારૂં સાહિવ, રાછોડ જાન આ નરૂં હૈ । હાઁ નાગોને’ ‘મુજ્ઞ હિન્દૂ મુહા છે વહો । વહાઁ છોડ તેના’ ।। લાહોરથી મને એક વ્યક્તિએ મદનલાલનું સરનામું અને ફોન નંબર આપ્યા હતા, જેથી તે મને મદદ કરી શકે. તે મદનલાલ મને જલ્દી મળી ગયા. રણછોડ લાઈનમાં હિન્દુઓનો આ નાનકડો મહોલ્લો. નાના-નાના મકાનોમાં એક નાકકડું મંદિર દેખાયું, જેનો દરવાજો બંધ હતો. બહાર કેટલાક લોકો બેઠા હતા. મદનલાલે તેઓની સાથે મારો પરિચય કરાવ્યો. ‘આ મારા મહેમાન છે. તેઓ પંજાબથી આવ્યા છે. અહીં આપણા ‘રણછોડ લાઈન’ વિસ્તારમાં કોઈ જૈન મંદિર છે કે નહીં તે જોવા આવ્યા છે. તમારામાંથી કોઈને આ જૈન મંદિર વિશે ખબર છે ?' ‘રણછોડ લાઈન તો મોટો વિસ્તાર છે. અહીં મોટા મહોલ્લા છે - હિન્દુઓ, મુસલમાનો તથા પારસીઓના. અમે ક્યારેય નથી સાંભળ્યું કે અહીં કોઈ જૈન પણ રહેતા હોય !’ ‘અહીં જૈનો નથી રહેતા. પહેલા રહેતા હતા. તેઓનું અહીં મંદિર હતું. ‘હું તે મંદિર જોવા આવ્યો છું.’ ‘જુઓ ભાઈ, અમારી આજુબાજુ ત્રણ મંદિર છે. આ ત્રણેય હિન્દુ મંદિર છે. અહીં કોઈ જૈન મંદિર વિશે તો અમે સાંભળ્યું નથી.’ અમે તે હિન્દુ મહોલ્લામાંથી બહાર આવી રહ્યા હતા. એક કવિએ કહ્યું છે – ' में मस्जिद में गया, वहाँ दरवाजा बन्द था दरवाजा खटखटाया, और आवाज आई घर कोई नहीं ।' ૧૪૩
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy